ચોમાસા અંગે પરેશ ગોસ્વામીની મોટી આગાહી, જુનમાં ક્યારે વરસાદ આવશે તેની તારીખ આપી

Written ByDipti Savant
Published: Apr 17, 2025, 07:29 PM IST|Updated: Apr 17, 2025, 07:29 PM IST

Paresh Goswami Monsoon Prediction : ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસશે?? .આ વખતે ચોમાસામાં વરસાદ કેવો રહેશે..આ પ્રશ્નો ખેડૂતોના મનમાં સતાવી રહ્યો છે જો કે આ વચ્ચે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ચોમાસા અંગે આગાહી કરી છે.

2025 નું ચોમાસું કેવું જશે?1/4

2025 નું ચોમાસું કેવું જશે?

પરેશ ગોસ્વામીએ કહ્યું કે, આ વર્ષે ચોમાસું 10થી 15 દિવસ મોડું શરૂ થશે તેવી શક્યતાઓ પ્રબળ છે. 15 જૂને ચોમાસું ગુજરાતમાં પ્રવેશે તેવી શક્યતા દેખાતી નથી..પરંતુ આ વર્ષે ચોમાસું સામાન્ય એટલે કે નોર્મલ રહેવાનું છે. નોર્મલ ચોમાસું એટલે કે 98થી 106 ટકા સુધીનો વરસાદ જોવા મળે તેવી શક્યતા છે. સામાન્ય ચોમાસું આપણે ખેતી માટે અનુકુળ ગણાય છે.   

સામાન્ય ચોમાસું એટલે ખેતી સારી 2/4

સામાન્ય ચોમાસું એટલે ખેતી સારી 

ચોમાસાને લઇને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી એવી છે કે, વર્ષ 2025 નું ચોમાસા સામાન્ય રહેવાનું છે. 98 થી 106 ટકા સુધી વરસાદ જોવા મળે તેવી શક્યતા છે. સામાન્ય ચોમાસું હોય તે ખેતી માટે અનુકૂળ કહેવાય. 

મે-જુનમાં મોટા પલટા આવશે 3/4

મે-જુનમાં મોટા પલટા આવશે 

હાલ તો આકરો ઉનાળો જોવા મળી રહ્યો છે. પરંતુ આવનારા દિવસમાં એટલે કે મે મહિનામા બેથી ત્રણ વખત પ્રિ-મોન્સૂન એક્ટિવિટી પણ જોવા મળી શકે છે. આવનાર સમયમાં આકરો ઉનાળો જોવા મળશે. મે મહિનામાં પ્રિમોન્સુન એક્ટિવીટી બેથી ત્રણ વખત જોવા મળશે. એપ્રિલ મહિનામાં પ્રિમોન્સુન એક્ટિવિટીની કોઇ શક્યતા નથી. પરંતું 14થી 18 મેની વચ્ચે એક પ્રિમોન્સુન એક્ટિવીટી થશે. બીજી પ્રિમોન્સુન એક્ટિવીટી મે મહિના છેલ્લા અઠવાડિયામાં જોવા મળશે. 25 મેથી રોહિણી નક્ષત્ર ચાલુ થતુ હોય છે તેમાં પ્રિમોન્સુન એક્ટિવિટીની શક્યતા વધારે છે. જૂન મહિનાના બીજા અઠવાડિયામાં પ્રિમોન્સુન એક્ટિવીટી જોવા મળશે તેવી શક્યતા

એપ્રિલમાં ગાજવીજ સાથે વરસાદ આવશે 4/4

એપ્રિલમાં ગાજવીજ સાથે વરસાદ આવશે 

હવામાન વિભાગ સ્કાયમેટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી ૨૧ એપ્રિલ સુધી એક પછી એક બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહાડો તરફ આગળ વધશે. જેના કારણે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ અને બરફવર્ષા થવાની સંભાવના છે. આ વિસ્તારોમાં ભારે વરસાદ અને બરફવર્ષાના કારણે ભૂસ્ખલન અને કાદવના ધસમસતા પ્રવાહનું જોખમ પણ વધી જશે. પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં ધૂળ ભરેલી આંધી સાથે ગાજવીજ અને વાદળો છવાઈ શકે છે. જેના કારણે વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે. પૂર્વી ભારતના બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને ઝારખંડના પૂર્વીય વિસ્તારો તેમજ આંધ્ર પ્રદેશ અને પૂર્વોત્તરના રાજ્યોમાં ગાજવીજ, તેજ પવન અને વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક સ્થળો પર કરા પણ પડી શકે છે. જ્યારે ગુજરાત, રાજસ્થાન અને પશ્ચિમ મધ્ય પ્રદેશમાં આગામી દિવસોમાં લૂ (હીટવેવ) ચાલવાની સંભાવના છે.