ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થશે સક્રિય, આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી; ગરમીથી રાહત મળશે કે થશે વધારો!
Weather Update : આખા દેશનું વાતાવરણ ડામાડોળ થયા બાદ હવામાન વિભાગે ડરામણી આગાહી કરી છે. ગુજરાતમાં હવે કાળઝાળ ગરમીનો રાઉન્ડ આવશે. હવામાન વિભાગે તીવ્ર ગરમી સામે મોટું એલર્ટ આપ્યું છે. આગામી 5 દિવસ સુધી તીવ્ર ગરમી પડશે, જ્યારે ઉત્તરપૂર્વ ભારતમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, પશ્ચિમી વિક્ષેપ સક્રિય થશે. તાપમાનમાં વધારો થવાની પણ શક્યતા છે. ચાલો જાણીએ ગુજરાત સહિત દેશભરમાં હવામાન કેવું રહેશે?
ગુજરાતના આકાશમાંથી વરસશે અગનગોળા વરસવાની આગાહી હવામાન વિભાગે કરે છે. ઘરથી બહાર નિકળશો તો ગરમીથી તોબા તોબા કરી જશો. કમોસમી વરસાદથી આંશિક રાહત બાદ હવે ફરી કાળઝાળ ગરમી પડશે. રાજ્યમાં ફરી આકરી ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી છે. રાજ્યમાં તાપમાનનો પારો 3 ડિગ્રી સુધી ઊંચકાશે. દરિયાઈ વિસ્તારમાં ગરમ, ભેજવાળું વાતાવરણ રહેશે.
દેશમાં વધુ એક પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવા જઈ રહ્યું છે. 24 એપ્રિલ 2025થી પશ્ચિમી હિમાલય પ્રદેશને એક નવો પશ્ચિમી વિક્ષેપ અસર કરી શકે છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ આગામી 5 દિવસ માટે નવીનતમ હવામાન અપડેટ જાહેર કર્યું છે. દેશભરના રાજ્યોમાં તાપમાનની સ્થિતિ પણ સમજાવવામાં આવી છે.
આગામી 5 દિવસમાં પૂર્વોત્તર ભારતના 8 રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. 22 થી 25 એપ્રિલ દરમિયાન મધ્ય ભારતમાં ગરમીનું મોજું આવવાની શક્યતા છે. જ્યારે 22 થી 26 એપ્રિલ દરમિયાન દક્ષિણ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, દક્ષિણ હરિયાણા અને દક્ષિણ પંજાબમાં ગરમીનું મોજું રહેવાની શક્યતા છે.
આ રાજ્યોમાં વરસાદની આગાહી
IMD અનુસાર આગામી 7 દિવસમાં ઉત્તરપૂર્વ ભારતના તમામ 8 રાજ્યો આસામ, મેઘાલય, ત્રિપુરા, સિક્કિમ, મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશમાં વાવાઝોડા, વીજળી અને 30 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે. 26 એપ્રિલ સુધી આસામ અને મેઘાલયમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. 22 થી 26 એપ્રિલ દરમિયાન અરુણાચલ પ્રદેશમાં, 22 અને 23 એપ્રિલે નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદની સંભાવના છે.
આગામી 7 દિવસ સુધી તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ, તેલંગાણામાં વીજળી પડવાની શક્યતા છે. કર્ણાટક, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, યાનમ, રાયલસીમા, કેરળ અને માહેમાં વાવાઝોડા, વીજળી અને ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. આજે 22 એપ્રિલના રોજ પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં વરસાદ અને હિમાચલ પ્રદેશમાં કેટલાક સ્થળોએ કરા પડવાની સંભાવના છે. જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, લદ્દાખ, પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં કેટલાક સ્થળોએ વરસાદ પડી શકે છે.
આ રાજ્યોમાં ગરમીનો માહોલ રહેશે
IMD મુજબ 22 થી 26 એપ્રિલ દરમિયાન પૂર્વ રાજસ્થાનના અલગ-અલગ વિસ્તારોમાં ગરમીનું મોજું ફૂંકાય તેવી શક્યતા છે. 22 થી 25 એપ્રિલ દરમિયાન મધ્યપ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢમાં હવામાન ગરમ રહેશે. 22 થી 25 એપ્રિલ દરમિયાન હરિયાણા અને ઓડિશામાં ગરમ પવન ફૂંકાઈ શકે છે. ઉત્તર પ્રદેશમાં 22 થી 26 એપ્રિલ દરમિયાન, પંજાબમાં 23 થી 25 એપ્રિલ દરમિયાન, પશ્ચિમ બંગાળમાં 23 થી 26 એપ્રિલ દરમિયાન, પશ્ચિમ રાજસ્થાનમાં 25 થી 26 એપ્રિલ દરમિયાન, બિહાર, ઝારખંડમાં 25 થી 26 એપ્રિલે રાત્રે ગરમ પવન ફૂંકાય તેવી શક્યતા છે.
22 થી 25 એપ્રિલ દરમિયાન તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, યાનમ, રાયલસીમામાં કેટલાક સ્થળોએ ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની શક્યતા છે. 22 થી 24 એપ્રિલ સુધી મરાઠવાડામાં, 22 થી 24 એપ્રિલ સુધી બિહાર અને ઝારખંડમાં, 22 અને 23 એપ્રિલ સુધી કોંકણ અને ગોવામાં, 24 થી 25 એપ્રિલ સુધી મધ્ય મહારાષ્ટ્રમાં અને 22 થી 24 એપ્રિલ સુધી ગુજરાત રાજ્યમાં ગરમીનું મોજું રહેશે.
Trending Photos