Weather High Alert: અચાનક હવામાન પલટાયું, હવામાન વિભાગે જાહેર કર્યું હીટવેવનું સૌથી મોટું એલર્ટ

Weather Update Latest News: ભારતના હવામાન વિભાગે એક સાથે કરા પડવા અને જોરદાર હીટવેવનું સૌથી મોટું એલર્ટ જાહેર કર્યું છે.

1/5
image

Weather Update Latest News: પાછલા સપ્તાહે જ્યારે લાગ્યું કે ગરમી શરૂ થઈ તો તે સમયે ભારે વરસાદ સાથે કરા પણ પડ્યા હતા. હવે ફરી ગરમી આવી ગઈ છે અને ભારતના હવામાન વિભાગે હીટવેવનું સૌથી મોટું એલર્ટ જાહેર કર્યું છે. પરંતુ કેટલાક વિસ્તારમાં હજુ પણ વરસાદ જોવા મળી રહ્યો છે. આવો જાણીએ હવે કયાં વરસાદ પડશે અને કયાં છે હીટવેવનું એલર્ટ.  

2/5
image

17 માર્ચ 2025ના  IMD એ ઓડિશા અને ઝારખંડમાં હીટવેવનું સૌથી મોટું એલર્ટ એટલે કે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ સિવાય છત્તીસગઢ, વિદર્ભ અને તેલંગણામાં ભારતીય હવામાન વિભાગે હીટવેવનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

3/5
image

સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના કેટલાક ભાગની સાથે કોસ્ટલ આંધ્ર પ્રદેશ અને નોર્થ ઈન્ટીરિયર કર્ણાટકમાં હવામાન ગરમ Humid રહી શકે છે. હવામાન વિભાગ તરફથી આ જગ્યાઓ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  

4/5
image

હિમચાલ પ્રદેશ અને અરૂણાચલ પ્રદેશમાં કરા પડવાને લઈને ચેતવણી જાહેર કરવામાં આવી છે. નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, અસમ અને મેઘાલયમાં આઈએમડી તરફથી યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, કારણ કે ત્યાં જોરદાર વીજળીના કડાકા-ભડાકા થઈ શકે છે. 

5/5
image

આ સિવાય આઈએમડીએ જણાવ્યું કે પશ્ચિમી ઉત્તર પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી (Delhi NCR Weather Update), ઉત્તરાખંડ અને હિમાચલમાં જોરદાર વીજળી પડી શકે છે. આ જગ્યાઓ પર યલો એલર્ટ છે.