Heavy Rain Alert: આંધી તોફાન સાથે ભારે વરસાદની ચેતવણી, 60-70ની ઝડપે પવન ફૂંકાશે
Heavy Rain Alert: 10 મે 2025ના ભારતના હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે. આજે જોરદાર વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જાણો દેશમાં કઈ જગ્યાએ કેવું હવામાન રહેશે.
India Weather: સૌથી પહેલા તમને જરૂરી વાત જણાવી દઈએ કે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. આજે જોરદાર વરસાદ પડશે. જાણો કયા-કયા રાજ્ય માટે આ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
અરુણાચલ પ્રદેશમાં આજે ભારે વરસાદ સાથે ભારે વીજળી પડવાની ચેતવણી જારી કરવામાં આવી છે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હી (Delhi NCR Weather Update) માં 11 મે સુધી ઉત્તર પ્રદેશ અને 13 મે સુધી રાજસ્થાનમાં 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકવાની સાથે વીજળી પડવાની ચેતવણી આપવામાં આવી છે.
11 મે સુધી જમ્મુ કાશ્મીર, લદ્દાખ, મુઝફ્ફરાબાદ, હિમચાલ પ્રદેશ, ઉત્તરાખંડમાં વીજળી પડવાની સાથે 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. 11 મે થી 13 મે દરમિયાન ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ અને 12 મે ના રોજ ખૂબ જ ભારે વરસાદની સંભાવના છે.
13 મે સુધી, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને યાનમમાં 50 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વાવાઝોડાની સંભાવના છે. 12 અને 13 મેના રોજ તેલંગાણામાં 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવી શક્યતા છે.
13 મે સુધી મધ્યપ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢમાં વીજળી પડવા અને 40થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. આગામી 4 દિવસ દરમિયાન પૂર્વોત્તર ભારતમાં વ્યાપક રૂપે વરસાદની સાથે આંધી, વીજળી પડવા અને પવન ફૂંકાવાની સંભાવના છે.
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં 10 અને 11 મેએ છૂટોછવાયો વરસાદ પડી શકે છે. આ સાથે વાવાઝોડાની ચેતવણી પણ આપવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર 50થી 70 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
Trending Photos