સાપ્તાહિક રાશિફળ 19 થી 25 જુલાઈ: ખૂલશે સફળતાના માર્ગ, ધન વૃદ્ધિના શુભ સંયોગ

Weekly Horoscope 19 to 25 July 2021 (By Astro Friend Chirag -  Son of Astrologer Bejan Daruwalla): આ સપ્તાહ તમારા માટે કેવું રહેશે તે ખાસ જાણો.

1/12

મેષ:

મેષ:

ગણેશજી કહે છે, રોકાણ સંબંધિત યાત્રા દ્વારા વિશેષ સફળતા મળી શકે છે અને સમય અનુકૂળ થશે. જૂના અટકેલા વેપારમાં સુધારો દેખાશે. જેના કારણે મન પ્રફુલ્લિત રહેશે. ભાગીદારો સાથેના મતભેદો દૂર થશે. વિદ્યાર્થીઓ પોતાના કરિયર મામલે ઠોસ નિર્ણય કરી શકે છે. અઠવાડિયાના અંતે તમે કરેલી મહેનત રંગ લાવશે.  

2/12

વૃષભ:

વૃષભ:

ગણેશજી કહે છે, આ અઠવાડિયે યાત્રા દ્વારા સફળતાના માર્ગ ખુલી રહ્યા છે. ઉન્નતિ થશે. કાર્યક્ષેત્રે પરિવારના સભ્યોનો સહયોગ મળશે. નવા વ્યવસાયમાં એકતરફી વિચારસરણી કષ્ટ લઈને આવી શકે છે. આર્થિક વ્યય આ અઠવાડિયે વધારે રહી શકે છે. ધાર્મિક કાર્યો પાછળ નાણાં ખર્ચાઈ શકે છે.  

3/12

મિથુન:

મિથુન:

ગણેશજી કહે છે, નવા વેપારમાં મહિલા વર્ગનો સહયોગ મળશે અને સમય સાનુકૂળ રહેશે. કાર્યક્ષેત્રે પ્લાનિંગના મૂડમાં રહેશો અને પ્રગતિના માર્ગ ખુલશે. ધન વ્યયના યોગ આ અઠવાડિયે બની રહ્યા છે. રોકાણ તરફ ધ્યાન આપવાની જરૂર છે. કોઈ વડીલની સલાહ પર રોકાણ કરી શકો છો.  

4/12

કર્ક:

કર્ક:

ગણેશજી કહે છે, આ અઠવાડિયે કાર્યક્ષેત્રે સારા પરિણામ સામે આવશે. પ્રોજેક્ટ સમયસર પૂરા થશે અને ઉન્નતિના માર્ગ ખુલશે. ધન વૃદ્ધિ માટે રોકાણ પર ફોકસ કરવાની જરૂર છે, તો જ પ્રગતિ થશે. યાત્રા દ્વારા વ્યવસાયમાં સફળતા હાંસલ થશે. રોકાણ સંબંધિત વેપારમાં ધ્યાન આપવાની જરૂર છે.  

5/12

સિંહ:

સિંહ:

ગણેશજી કહે છે, આર્થિક ધન વૃદ્ધિના શુભ સંયોગ બની રહ્યા છે અને પ્રોપર્ટી દ્વારા સફળતા મળશે. રોકાણ સંબંધે સારા સમાચાર મળી શકે છે. પ્રોપર્ટીના વિવાદ ઉકેલાશે. ઈલેક્ટ્રોનિક વેપાર કરતા હો તો એ તરફ ધ્યાન આપવાની જરૂર છે.  

6/12

કન્યા:

કન્યા:

ગણેશજી કહે છે, કાર્યક્ષેત્રે ઉન્નતિ થશે અને નવો પ્રોજેક્ટ સફળતા અપાવશે. આર્થિક ધન વૃદ્ધિ સારી રહેશે. કોઈ રોકાણને લઈને મન અશાંત રહેશે. કાર્યક્ષેત્રે ભાગીદારો સાથે તાલમેલ જળવાઈ રહેશે. યાત્રા દ્વારા સફળતા મળશે. અઠવાડિયાના અંતે ભવિષ્યને લઈને ઠોસ નિર્ણય લઈ શકો છો.  

7/12

તુલા:

તુલા:

ગણેશજી કહે છે, વ્યવસાયમાં ભાગીદારો સાથે મતભેદો થઈ શકે છે. યાત્રા દ્વારા વિશેષ સફળતા મળશે. ધન આગમનના ચાન્સ વધી રહ્યા છે. કાર્યક્ષેત્રે ધીમે-ધીમે પ્રગતિ થશે. રોકાણ સંબંધિત સમાચાર મન અશાંત કરી શકે છે. લેવડદેવડ મામલે નુકસાન થઈ શકે છે. અઠવાડિયાના અંતે કરિયરમાં ફેરફાર જોવા મળશે.

8/12

વૃશ્ચિક:

વૃશ્ચિક:

ગણેશજી કહે છે, આર્થિક ધન વૃદ્ધિના સંયોગ બની રહ્યા છે પરંતુ તમારી અપેક્ષા કરતા ઓછી રહેશે. આ અઠવાડિયે કરેલી યાત્રા દ્વારા સફળતા પ્રાપ્ત થઈ શકે છે. વેપારમાં ધીરે-ધીરે સાનુકૂળ સ્થિતિનું નિર્માણ થશે. કાર્યક્ષેત્રે કોઈ મહિલાના કારણે કષ્ટ થઈ શકે છે. સ્વાસ્થ્ય તરફ ધ્યાન આપવાની જરૂર છે.  

9/12

ધન:

ધન:

ગણેશજી કહે છે, કાર્યક્ષેત્રે તમે આર્થિક પ્લાનિંગ સાથે કામ કરશો અને સમજી-વિચારીને નિર્ણય લેશો તેટલી વધુ સફળતા મળશે. કાર્ય સંબંધિત યાત્રા દ્વારા માનસિક કષ્ટ ઉઠાવો પડી શકે છે. શેર સંબંધી વેપારમાં સમય સાનુકૂળ રહેશે. મન પ્રસન્ન રહેશે.  

10/12

મકર:

મકર:

ગણેશજી કહે છે, આર્થિક દ્રષ્ટિકોણથી સમય સાનુકૂળ છે અને ધન વૃદ્ધિના યોગ બની રહ્યા છે. વેચાણ વધશે અને રૂપિયાનું રોકાણ કરી શકો છો. પોતાના ભાઈના કરિયર સંબંધે પ્લાનિંગના મૂડમાં રહેશો. કાર્ય સંબંધિત યાત્રા દ્વારા સારી સફળતા પ્રાપ્ત થશે.  

11/12

કુંભ:

કુંભ:

ગણેશજી કહે છે, કાર્યક્ષેત્રે પ્રગતિ થશે અને અઠવાડિયાની શરૂઆતમાં આ મામલે સુખદ સમાચાર મળી શકે છે. આર્થિક મામલે સમય સાનુકૂળ છે અને ધન આગમનના શુભ સંયોગ બની રહ્યા છે. યાત્રા દ્વારા સાધારણ સફળતા મળશે. નવા વ્યવસાયમાં કોઈ મહિલા સદસ્યના કારણે મન પરેશાન થઈ શકે છે.  

12/12

મીન:

મીન:

ગણેશજી કહે છે, આર્થિક ધન વૃદ્ધિના શુભ સંયોગ આ અઠવાડિયે બનશે અને રોકાણ દ્વારા ફાયદો થવાનો છે. વેપાર સંબંધિત સમસ્યાઓનો ઉકેલ સરળતાથી શોધી શકશો. વેપારને લગતી યાત્રા આ અઠવાડિયે ટાળી દેવી. આ અઠવાડિયે કાર્યક્ષેત્રે કંઈક એવી ઘટના બનશે જે અનુકૂળ ના હોય.