સાપ્તાહિક રાશિફળ 21 થી 27 જૂન: આ જાતકો માટે આવનારો સમય નાણાકીય દ્રષ્ટિએ ખુબ જ શુભ રહેશે

Weekly Horoscope 21 to 27 June 2021 (By Astro Friend Chirag - Son of Astrologer Bejan Daruwalla): તમારું આગામી અઠવાડિયું કેવું રહેશે તે ખાસ જાણો.  

Jun 20, 2021, 03:36 PM IST
1/12

મેષ: ગણેશજી કહે છે, કાર્યક્ષેત્રે એક નવી શરૂઆત જીવનમાં સફળતાના દ્વાર ખોલશે. આ અઠવાડિયે પરિવારના સાંનિધ્યમાં સુખદ સમય વિતાવશો અને કોઈ રમણીય સ્થળ પર ફરવા જવાનું મન થશે. સ્વાસ્થ્ય મામલે આ અઠવાડિયું સારું સાબિત થઈ શકે છે. તમને આ અઠવાડિયે મહેનતનું ફળ મળશે.  

2/12

વૃષભ: ગણેશજી કહે છે, વૃષભ રાશિના જાતકો માટે આ સપ્તાહ ભાગ્યશાળી રહેશે. કામમાં ધ્યાન પરોવી રાખજો. અધિકારીઓ અને વરિષ્ઠજનોની સહાય મળશે. જમીન-મિલકત સાથે જોડાયેલા કામમાં આ અઠવાડિયે લાભની સ્થિતિ રહેશે. અઠવાડિયાના અંતે ખર્ચ પર નિયંત્રણ રાખજો.  

3/12

મિથુન: ગણેશજી કહે છે, આ અઠવાડિયે કાર્યક્ષેત્રે પ્રગતિ કરવાની તક મળી શકે છે. આ રાશિના લોકોમાં ઉત્સાહ જળવાઈ રહેશે અને સહકર્મીઓનો સહકાર પણ મળશે. જે લોકો બીમાર છે તેમનું સ્વાસ્થ્ય સુધરશે. રોકાણ મામલે ધ્યાન રાખવાની જરૂર છે.   

4/12

કર્ક: ગણેશજી કહે છે, આ અઠવાડિયું કર્ક રાશિના જાતકો માટે તડકા-છાંયડાના અનુભવ જેવું રહેશે. કાર્યક્ષેત્રે તમારી મહેનત અને કર્મનિષ્ઠાથી પ્રગતિ કરશો. સહકર્મીઓનો સહયોગ મળશે. શેર અને રોકાણ મામલે તમારે સતર્ક અને સજાગ રહેવાની જરૂર છે નહીં તો નુકસાન થઈ શકે છે.    

5/12

સિંહ: ગણેશજી કહે છે, કાર્યક્ષેત્રે પ્રભાવ વધશે અને ઉન્નતિ થશે. જો ક્યાંય નાણું ફસાયેલું હોય તો પાછું મળી શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને ક્રોધ પર કાબૂ રાખવો જોઈએ. વિદેશ સાથે જોડાયેલા કામ પૂરા થઈ શકે છે.  

6/12

કન્યા: ગણેશજી કહે છે, આ અઠવાડિયું આર્થિક મામલે ખર્ચાળ સાબિત થઈ શકે છે. યાત્રા સંદર્ભે ધન વ્યય થઈ શકે છે. કાર્યક્ષેત્રે તમારું મહત્વ વધશે અને અટકેલા કામ પૂરા થશે. પોતાની વ્યવહાર કુશળતાથી તમે મુશ્કેલીઓ પર વિજય મેળવી શકશો.  

7/12

તુલા: ગણેશજી કહે છે, આ અઠવાડિયે કાર્યક્ષેત્રે થોડી મુશ્કેલી અને પરેશાની આવી શકે છે. ટાર્ગેટ પૂરા કરવાની ચિંતા રહેશે. પારિવારિક જીવનની મુશ્કેલીઓની અસર કામ પર પણ જોવા મળશે. યાત્રા સફળ રહેશે અને વેપારના ઉદ્દેશથી કરેલી યાત્રા લાભ અપાવશે.  ધર્મ-કર્મમાં રૂચિ વધશે. અઠવાડિયાનો અંત આનંદદાયક રહેશે.  

8/12

વૃશ્ચિક: ગણેશજી કહે છે, કાર્યક્ષેત્રે આ અઠવાડિયું મિશ્ર ફળદાયી રહેશે. અઠવાડિયાના પહેલા ભાગમાં થોડા પરેશાન રહી શકો છો અને અંતે પ્રોજેક્ટ પૂરો થતાં રાહત અને આનંદ અનુભવશો. આ અઠવાડિયે આ રાશિના જાતકોને ભાગ્યનો પૂરો સાથ મળી રહ્યો છે અને આર્થિક મામલે કરેલા પ્રયાસ સફળ થતા દેખાઈ રહ્યા છે. 

9/12

ધનુ: ગણેશજી કહે છે, આ અઠવાડિયે કાર્યક્ષેત્રે અચાનક ઉન્નતિ થઈ શકે છે અને મન પ્રફુલ્લિત રહેશે. સમજદારી અને સંયમ સાથે કોઈપણ સ્થિતિનો ઉકેલ સરળતાથી શોધી શકશો અને પ્રસન્ન ભાવથી અઠવાડિયાનો આનંદ લેશો. અઠવાડિયું આમ તો સુખદ રહેશે પરંતુ સંતાન સંબંધી બાબતે થોડી મૂંઝવણ રહી શકે છે. 

10/12

મકર: ગણેશજી કહે છે, મકર રાશિના જાતકોને આ અઠવાડિયે કામની સાથે ઘરની જવાબદારીઓ પર પણ પૂરતું ધ્યાન આપવું પડશે. આ અઠવાડિયે આવકની સાથે ખર્ચનો પણ યોગ બની રહ્યો છે. પરિવાર સાથે શોપિંગ કરવા પણ જઈ શકો છો.  

11/12

કુંભ: ગણેશજી કહે છે, આર્થિક મામલે કુંભ રાશિના જાતકો માટે અઠવાડિયું અનુકૂળ રહી શકે છે. આ અઠવાડિયે ફસાયેલું ધન મળી શકે છે. પરિવારના સહયોગથી કાર્યક્ષેત્રે તમારું પ્રદર્શન સુધરશે. મહેનત છતાં કોઈ પ્રોજેક્ટના કારણે મન વિચલિત રહી શકે છે.  

12/12

મીન: ગણેશજી કહે છે, પરિવારના લોકોનો સંપૂર્ણ સહયોગ મળશે. વેપાર મામલે આ અઠવાડિયે બિલ્ડિંગ મટિરિયલ, હોટલ, ઈન્શ્યોરન્સ સાથે જોડાયેલા લોકો સારું પ્રદર્શન કરી શકે છે. ખર્ચ પર સંતુલન જાળવી શકશો. સ્વાસ્થ્ય તરફ ધ્યાન આપવાની જરૂર છે.