મૃત્યુ બાદ તમારા Instagram એકાઉન્ટનું શું થાય છે? 5 એવી વાતો જાણો જેના વિશે તમે કદાચ વિચાર્યું પણ નહીં હોય
Instagram after death: જ્યારે કોઈ ઈન્સ્ટાગ્રામ યુઝર્સનું મોત થાય છે તો તેનું એકાઉન્ટ ઓટોમેટિક ડિલીટ થતું નથી. ઈન્સ્ટાગ્રામની નીતિઓ અનુસાર યુઝર્સના મૃત્યુ બાદ એકાઉન્ટની સાથે પાંચ અલગ-અલગ વસ્તુ થઈ શકે છે. આ વિકલ્પ ઈન્સ્ટાગ્રામની સત્તાવાર પોલિસી અને લેગેસી સેટિંગ્સ પર આધારિત છે.
1. એકાઉન્ટને મેમોરિયલાઇઝ કરી શકાય છે

જો કોઈ યુઝરનું મૃત્યુ થાય છે તો તેના નજીકના મિત્રો કે પરિવારના કોઈ સભ્ય ઈન્સ્ટાગ્રામને તે એકાઉન્ટ મેમોરિયલાઇઝ (Memorialized) કરવાની વિનંતી કરી શકે છે. આ પ્રક્રિયા બાદ એકાઉન્ટને એક ડિજિટલ સ્મૃતિ મળી જાય છે- જ્યાં જૂની પોસ્ટ, તસવીરો અને યાદો જોઈ શકાય છે, પરંતુ કોઈ નવું કન્ટેન્ટ એડ કરી શકાય નહીં. યુઝરનેમની આગળ “Remembering” લખેલો સંદેશ જોવા મળે છે અને આ પ્રોફાઇલ હવે Explore કે Suggested Accounts જેવા સેક્શનમાં જોવા મળતી નથી. આ રીતે ઈન્સ્ટાગ્રામ તે વ્યક્તિની ડિજિટલ ઓળખ સુરક્ષિત રાખે છે, જેથી કોઈ તેના નામના એકાઉન્ટનો દુરૂપયોગ ન કરી શકે.
2. એકાઉન્ટ ડિલીટ કરવાની માંગ કરી શકાય છે
જો પરિવાર ઈચ્છે છે કે મૃત વ્યક્તિનું એકાઉન્ટ ઈન્ટરનેટ પર ન રહે તો ઈન્સ્ટાગ્રામ સ્થાયી ડિલીટ (Permanent Deletion) નો વિકલ્પ પણ આપે છે. તે માટે પરિવાર કે અધિકૃત વ્યક્તિએ “Removal Request for Deceased Person’s Account” ફોર્મ ભરવાનું હોય છે અને કેટલાક પ્રમાણ જેમ કે ડેથ સર્ટિફિકેટ કે અખબારમાં છપાયેલી મૃત્યુની સૂચના જમા કરવાની હોય છે. રિક્વેસ્ટ મંજૂર થયા બાદ ઈન્સ્ટાગ્રામ તે એકાઉન્ટની દરેક જાણકારી જેમ કે- ફોટો, વીડિયો, મેસેજ અને ડેટાને સ્થાયી રૂપથી હટાવી દે છે. તેનાથી મૃત વ્યક્તિની ગોપનીયતા બની રહે છે અને એકાઉન્ટનો ખોટો ઉપયોગ રોકી શકાય છે.
3. મેમોરિયલ એકાઉન્ટમાં કોઈ ફેરફાર ન કરી શકાય
જ્યારે કોઈ એકાઉન્ટને મેમોરિયલાઇઝ કરવામાં આવે છે, ત્યારે Instagram તેને સંપૂર્ણપણે લોક કરી દે છે જેથી કોઈ તેને બદલી ન શકે. આનો અર્થ એ છે કે જૂના ફોટા, વિડિઓઝ અથવા કેપ્શનમાં કોઈ ફેરફાર કરી શકાતા નથી. મૃત વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ જેમની તેમ રહે છે. પ્રોફાઇલ ફોટો, ફોલોઅર લિસ્ટ અથવા ગોપનીયતા સેટિંગ્સમાં કોઈ ફેરફાર કરી શકાતા નથી. આ ખાતરી કરવા માટે છે કે વ્યક્તિની ડિજિટલ ઓળખ અકબંધ રહે અને કોઈ તેનો દુરુપયોગ ન કરી શકે.
4. ડિજિટલ કે સોશિયલ મીડિયા વસીયત બનાવવી એક સમજદારી છે
ઘણીવાર લોકો પોતાના મૃત્યુ પહેલાં પોતાના ડિજિટલ એકાઉન્ટ્સ વિશે નક્કી કરતા નથી, જેનાથી પરિવારને મુશ્કેલી આવે છે. ઈન્સ્ટાગ્રામમાં હજુ કોઈ સીધો Legacy Contact વિકલ્પ નથી, પરંતુ યુઝર્સ પોતાની સોશિયલ મીડિયા વસીયત (Social Media Will) બના વી પહેલાથી નક્કી કરી શકે છે કે એકાઉન્ટનું શું કરવામાં આવે. આ વસીયતમાં લખી શકાય કે એકાઉન્ટને ડિલીટ કરવામાં આવે, મેમોરિયલાઇઝ કરવામાં આવે કે કોઈ વ્યક્તિને તેને મેનેજ કરવાની મંજૂરી આપવામાં આવે. હવે ઘણી સર્વિસ જેમ કે Epilogue કે Estate Planners લોકોને ડિજિટલ એકાઉન્ટ (જેમ કે Instagram, Facebook, Gmail) ને તેના એસ્ટેટ પ્લાનનો ભાગ બનાવવામાં મદદ કરી રહી છે.
૫. ડિજિટલ ઓળખ સુરક્ષિત કરવી હવે જરૂરી છે
સોશિયલ મીડિયા હવે લોકોના જીવનનું મહત્વનું અંગ બની ગયું છે. તેવામાં તે જરૂરી છે કે આપણે આપણી ડિજિટલ ઉપસ્થિતિને લઈને પહેલાથી વિચારીએ. મૃત્યુ બાદ કોઈ વ્યક્તિની યાદો તેની ઈન્સ્ટા પ્રોફાઇલ દ્વારા જીવિત રહે છે, તેથી તે નક્કી કરવું જરૂરી છે કે તે યાદોને કઈ રીતે સંભાળવામાં આવે અથવા દૂર કરવામાં આવે.
Trending Photos




