જોરદાર કામમાં આવશે, 'ખરીદી લેજો'! માર્કેટમાં આવ્યો 'ડિજિટલ કોન્ડોમ', કોણ કરી શકે છે ઉપયોગ?

Digital Condom: આજે આપણે એવા કોન્ડોમ વિશે જાણીએ છીએ જેનો ઉપયોગ જાતીય સંબંધો દરમિયાન રક્ષણ માટે થાય છે. પરંતુ, શું તમે જાણો છો કે 'ડિજિટલ કોન્ડોમ' શું છે અને તે કેવી રીતે કામ કરે છે?
 

1/6
image

માર્કેટમાં ડિજિટલ કોન્ડોમ આવી ગયું છે, તે સાંભળવામાં કે વાંચવામાં ચોક્કસથી થોડું વિચિત્ર લાગે છે. પરંતુ, વાસ્તવમાં આ હકીકત છે. જર્મન સેક્સ્યુઅલ વેલનેસ બ્રાન્ડ બિલી બોયએ ડિજિટલ કોન્ડોમ એપ લોન્ચ કરી છે. આ એપ યુઝર્સને ડીજીટલ રીતે પ્રોટેક્ટ કરવા માટે છે. 

2/6
image

બિલી બોય ને ઈનોસિયન બર્લિન સાથે મળીને 'કેમડોમ' નામની એપ બનાવી છે. આને ડિજિટલ કોન્ડોમ પણ કહેવામાં આવે છે. કંપનીએ તેના વિશે ઘણા દાવા કર્યા છે અને જો તે દાવા સાચા નીકળે તો આ એપ ખરેખર અલગ છે. આ એપ શું છે અને તેના ઉપયોગ અને ફાયદા શું છે, ચાલો અમે તમને જણાવીએ.

ડિજિટલ કોન્ડોમ શું હોય છે?

3/6
image

ડિજિટલ કોન્ડોમ એક એપ છે. તેને બનાવનાર કંપનીનું કહેવું છે કે આ એપને બ્લૂટૂથ દ્વારા કનેક્ટ કરી શકાય છે. આ પછી કેમેરા અને માઇક્રોફોનનું રેકોર્ડિંગ કરવું શક્ય બની શકશે નહીં. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ એપ પરવાનગી વગર ઓડિયો કે વિડિયો કેપ્ચર કરવાથી રોકે છે. આ એપનો ઉપયોગ કરવાથી જાતીય સંબંધો દરમિયાન કોઈ પણ પ્રકારનું રેકોર્ડિંગ થઈ શકશે નહીં. 

4/6
image

આજકાલ ઈન્ટિમેસી દરમિયાન સંમતિ વિના આવા વીડિયો બનાવવાના સમાચાર ઘણી વખત પ્રકાશમાં આવતા રહે છે. આવી સ્થિતિમાં આ એપ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. કંપની દ્વારા આપવામાં આવેલી ટેગલાઈન છે - 'As Easy As Using A Real Condom' એટલે કે તેનો ઉપયોગ કરવો એ વાસ્તવિક કોન્ડોમનો ઉપયોગ કરવા જેટલો સરળ છે.

કેવી રીતે કામ કરે છે ડિજિટલ કોન્ડોમ?

5/6
image

કંપનીની વેબસાઈટ પર જણાવવામાં આવ્યું છે કે આ એપનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે. તેને બ્લૂટૂથ સાથે કનેક્ટ કરવાથી વ્યક્તિની પરવાનગી વિના ફોટા, વીડિયો અને ઓડિયો રેકોર્ડ કરવાનું શક્ય બનશે નહીં. તેનો ઉપયોગ કરવા માટે, સંબંધમાં પ્રવેશતા પહેલા, વપરાશકર્તાઓએ તેમના સ્માર્ટફોન પર એપ્લિકેશન પર વર્ચ્યુઅલ બટનને સક્રિય કરવાની જરૂર છે. 

6/6
image

આ પછી, જે પણ ડિવાઈસ બ્લૂટૂથ સાથે જોડાયેલા છે, તે તેમના કેમેરા અને માઇકને ઓળખશે અને તેને બંધ કરશે. જો કોઈ વ્યક્તિ આ એપનો ઉપયોગ કરતી વખતે છેતરપિંડી કરવાનો પ્રયાસ કરે છે, તો તે એલાર્મ વગાડે છે. બાદમાં તમે તેને અનબ્લોક કરીને એપ્લિકેશનથી તમારી જાતને ડિસ્કનેક્ટ કરી શકો છો.