સૂર્ય-ચંદ્રનો દુર્લભ વ્યતિપાત યોગ આ 5 રાશિઓ માટે મંગળકારી, નોકર-બિઝનેસમાં થશે ચારેતરફ પ્રગતિ!
Surya Chandra Yuti Vyatipat Yog: વૈદિક જ્યોતિષમાં ગ્રહોની યુતિથી બની રહેલા યોગ-સંયોગનું વિશેષ મહત્વ છે. જેવી રીતે ગ્રહો અને નક્ષત્રોના પરિવર્તનની અસર બધી રાશિઓ પર પડે છે, તેવી જ રીતે ગ્રહોના યોગની અસર પણ દરેક મનુષ્ય પર પડે છે. જ્યોતિષ શાસ્ત્રની ગણતરી મુજબ સૂર્ય અને ચંદ્રનો વ્યતિપાત યોગ 5 મેના રોજ સવારે 10:12 વાગ્યે બનશે.
મેષ રાશિ
સૂર્ય અને ચંદ્રની યુતિથી બની રહેલ વ્યતિપાત યોગ મેષ રાશિના લોકો માટે અનુકૂળ છે. આ દુર્લભ યોગના શુભ પ્રભાવથી ધન સંબંધિત સમસ્યાઓનો ઉકેલ આવશે. બિઝનેસમાં આર્થિક વિસ્તરણ થશે. રોકાણથી સારું વળતર મળી શકે છે. વિદેશ યાત્રાનો યોગ બનશે. નોકરીમાં પરિસ્થિતિ સારી રહેશે. પ્રમોશનની વાત થઈ શકે છે. સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે.
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો માટે સૂર્ય અને ચંદ્રનો વ્યતિપાત યોગ શુભ છે. આ યોગના પ્રભાવથી નોકરીમાં પ્રમોશન શક્ય છે. બિઝનેસમાં જબરદસ્ત આર્થિક વિસ્તરણ જોવા મળશે. અગાઉ કરેલા રોકાણ પર તમને સારું વળતર મળી શકે છે. માનસિક સ્થિતિ સારી રહેશે. વિવાહિત જીવનમાં તમને તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે. દૈનિક આવકમાં વધારો થશે.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકોને સૂર્ય અને ચંદ્ર બન્નેના આશીર્વાદ પ્રાપ્ત થશે. વ્યતિપાત યોગના શુભ પ્રભાવને કારણે તમને કોઈપણ મોટા આર્થિક સંકટમાંથી રાહત મળશે. બિઝનેસમાં વૃદ્ધિ થશે અને ધન આવશે. પરિવારમાં કોઈપણ શુભ કાર્યમાં ભાગ લઈ શકો છો. લગ્નજીવન સુખી રહેશે. તમારા કામના આધારે તમને નોકરીમાં પ્રમોશન મળી શકે છે.
કન્યા રાશિ
સૂર્ય અને ચંદ્રનો વ્યતિપાત યોગ કન્યા રાશિના જાતકો માટે પણ ફાયદાકારક છે. આ દુર્લભ યોગના શુભ પ્રભાવને કારણે નોકરીમાં પ્રમોશનનો માર્ગ સ્પષ્ટ થશે. કાર્યમાં આવતી અડચણો દૂર થશે. બિઝનેસમાં આર્થિક વિસ્તરણ થશે. નોકરી શોધી રહેલા લોકોને સારા સમાચાર મળશે. રૂપિયા કમાવવાની ઘણી તકો મળશે. અચાનક નાણાકીય લાભ થવાની પણ શક્યતા છે.
ધન રાશિ
સૂર્ય અને ચંદ્રના દુર્લભ વ્યતિપાત યોગના પ્રભાવથી ધન રાશિના જાતકો માટે સારા દિવસો આવશે. બિઝનેસ કરનારાઓની દૈનિક આવકમાં વધારો થશે. ધનનું રોકાણ કરવાથી સારું વળતર મળી શકે છે. નોકરી કરતા લોકોના પગારમાં વધારો થઈ શકે છે. નાણાકીય સ્થિતિ પહેલા કરતાં સારી રહેશે. ચિંતામાંથી રાહત મળી શકે છે.
Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
Trending Photos