પોલીસ આવી તો કઈ સ્થિતિમાં હતા પુષ્પરાજ? સામે આવી Allu ની ધરપકડ વખતની ચોંકાવનારી 10 તસવીરો

Allu Arjun Arrested: પુષ્પા 2ની રિલીઝ દરમિયાન થયેલી ભાગદોડ બાદથી માહોલ તણાવપૂર્ણ બનેલો છે. આ દુખદ ઘટનામાં એક મહિલાનું મોત થઈ ગયું હતું અને તેના દીકરો હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરતા સુપરસ્ટાર અલ્લૂ અર્જુનની ધરપકડ કરી લેવામાં આવી છે.

છૂટકારા માટે બેચેન

1/10
image

આખા મામલામાં નવો વળાંક આવી ગયો છે અને અલ્લૂના લાખો પ્રશંસકો તેમના છૂટકારા માટે બેચેન બન્યા છે.

14 દિવસની ન્યાયિક કસ્ટડી

2/10
image

અભિનેતાની લીગલ ટીમ સતત તેમના જામીન માટે પ્રયાસ કરી રહી છે. જોકે, અલ્લૂ અર્જુનને કોર્ટે 144 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા છે.

ધરપકડ થતાં ભડક્યા અલ્લૂ અર્જુન

3/10
image

હાલમાં અલ્લૂ અર્જુને આ સંપૂર્ણ ઘટનાક્રમ પર પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે પોલીસે મને ધરપકડ કરવા માટે મારા ઘરમાં ઘૂસીને ઘરપકડ કરી હતી.

ગંભીર આરોપ

4/10
image

અલ્લૂ અર્જુનને કોર્ટમાં દાખલ પોતાની જામીન અરજીમાં ગંભીર આરોપ લગાવ્યા છે.

બેડરૂમમાંથી ધરપકડ

5/10
image

તેમણે દાવો કર્યો છે કે ભાગદોડના મામલામાં પોલીસે મારા ઘરમાં જબરદસ્તી ઘૂસ્યા હતા અને તેમણે મારા બેડરૂમમાંથી ધરપકડ કરી.

ખાવા-પીવાનો મોકો પણ ના મળ્યો!

6/10
image

અરજીમાં તેમણે એવું પણ જણાવ્યું છે કે પોલીસે મને નાશ્તો કરવા કે કપડાં બદલવાનો મોકો સુધ્ધા આપ્યો નહોતો.

માતાની તબિયત છે ખરાબ

7/10
image

અલ્લુ અર્જુને કોર્ટમાં અરજી કરી છે કે મારી માતાની નાદુરસ્ત તબિયતને કારણે મારી ધરપકડ સોમવાર સુધી સ્થગિત કરવામાં આવે, પરંતુ આવું થઈ શક્યું નહીં.

અચાનક ઘરમાં ઘૂસવું અયોગ્ય

8/10
image

તેમણે એવું પણ કહ્યું છે કે પોલીસ દ્વારા તેમના ખાનગી સ્થાનમાં આ પ્રકારે ઘૂસવું ખરેખર અયોગ્ય હતું.

અલ્લૂનું મેડિકલ

9/10
image

અલ્લૂ અર્જુનનું મેડિકલ કરાવવામાં આવ્યું અને હવે કોર્ટે તેમણે પોલીસ કસ્ટડીમાં મોકલ્યા છે.

તેલંગાણા હાઈકોર્ટ

10/10
image

તેલંગાણા હાઈકોર્ટમાં અલ્લૂ અર્જુનના મામલામાં સુનવણી કરવામાં આવી હતી. જ્યાં જજ જુવ્વડી શ્રીદેવીએ આ નિર્ણય સંભળાવ્યો.