પોલીસ આવી તો કઈ સ્થિતિમાં હતા પુષ્પરાજ? સામે આવી Allu ની ધરપકડ વખતની ચોંકાવનારી 10 તસવીરો
આખા મામલામાં નવો વળાંક આવી ગયો છે અને અલ્લૂના લાખો પ્રશંસકો તેમના છૂટકારા માટે બેચેન બન્યા છે.
અભિનેતાની લીગલ ટીમ સતત તેમના જામીન માટે પ્રયાસ કરી રહી છે. જોકે, અલ્લૂ અર્જુનને કોર્ટે 144 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા છે.
હાલમાં અલ્લૂ અર્જુને આ સંપૂર્ણ ઘટનાક્રમ પર પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે પોલીસે મને ધરપકડ કરવા માટે મારા ઘરમાં ઘૂસીને ઘરપકડ કરી હતી.
અલ્લૂ અર્જુનને કોર્ટમાં દાખલ પોતાની જામીન અરજીમાં ગંભીર આરોપ લગાવ્યા છે.
તેમણે દાવો કર્યો છે કે ભાગદોડના મામલામાં પોલીસે મારા ઘરમાં જબરદસ્તી ઘૂસ્યા હતા અને તેમણે મારા બેડરૂમમાંથી ધરપકડ કરી.
અરજીમાં તેમણે એવું પણ જણાવ્યું છે કે પોલીસે મને નાશ્તો કરવા કે કપડાં બદલવાનો મોકો સુધ્ધા આપ્યો નહોતો.
અલ્લુ અર્જુને કોર્ટમાં અરજી કરી છે કે મારી માતાની નાદુરસ્ત તબિયતને કારણે મારી ધરપકડ સોમવાર સુધી સ્થગિત કરવામાં આવે, પરંતુ આવું થઈ શક્યું નહીં.
તેમણે એવું પણ કહ્યું છે કે પોલીસ દ્વારા તેમના ખાનગી સ્થાનમાં આ પ્રકારે ઘૂસવું ખરેખર અયોગ્ય હતું.
અલ્લૂ અર્જુનનું મેડિકલ કરાવવામાં આવ્યું અને હવે કોર્ટે તેમણે પોલીસ કસ્ટડીમાં મોકલ્યા છે.
તેલંગાણા હાઈકોર્ટમાં અલ્લૂ અર્જુનના મામલામાં સુનવણી કરવામાં આવી હતી. જ્યાં જજ જુવ્વડી શ્રીદેવીએ આ નિર્ણય સંભળાવ્યો.