Pani Puri: ઘઉંના લોટમાં આ વસ્તુ મિક્સ કરવાથી ફુલે અને કડક રહે પાણીપુરીની પુરી, ચટાકો બોલે એવું ફુદીનાનું પાણી આ રીતે બને

Pani Puri Recipe: કદાચ જ એવું કોઈ હશે જેને પાણી પુરી ભાવતી ન હોય. આજે તમને સ્ટ્રીટ સ્ટાઈલ ચટાકેદાર પાણી, પાણી પુરીનો મસાલો અને ઘઉંના લોટમાંથી કડક અને ફુલેલી પુરી કેવી રીતે બનાવવી તે જણાવી દઈએ. બધા જ સ્ટેપ ફોલો કરશો તો પાણી પુરીની પુરી તો એકદમ બેસ્ટ બનશે. 
 

ઘઉંના લોટની પુરી

1/5
image

મોટાભાગના લોકો પાણી પુરીની પુરી ઘરે બનાવતા નથી. પરંતુ આજે તમને પાણી પુરી બનાવવાની એકદમ સરળ રીત અને પરફેક્ટ માપ જણાવીએ છીએ. આ માપ અનુસાર લોટ અને અન્ય વસ્તુ વાપરશો તો પુરી એકદમ બજારમાં મળે એવી જ ઘરે બનશે. ફક્ત 1 વાટકી ઘઉંના લોટમાં એક ઢગલો પુરી બની જાય છે.  

પાણી પુરીનો મસાલો બનાવવાની રીત

2/5
image

સૌથી પહેલા બટેટા અને પલાળેલા ચણાને મીઠું ઉમેરી બાફી લો. ત્યારબાદ બટેટાને મેશ કરી તેમાં ચણા, ઝીણી સમારેલી ડુંગળી, ફુદીનાની લીલી ચટણી, ચાટ મસાલો, સંચળ અને ઝીણી સમારેલી કોથમીર ઉમેરી બરાબર મિક્સ કરો. આ મિશ્રણમાં આમલીનું પાણી ઉમેરી શકો છો.   

પાણી પુરીનું ચટપટું પાણી બનાવવાની રીત

3/5
image

ફુદીના, ધાણા, તીખા લીલા મરચાં, આદુનો એક ટુકડો મિક્સર જારમાં લો. તેમાં સંચળ, પાણી પુરીનો ડ્રાય મસાલો અથવા જલજીરા ઉમેરો. સાથે જ સ્વાદ અનુસાર મીઠું, આમલી અથવા લીંબુનો રસ, મરી, શેકેલું જીરું અને બરફ ઉમેરી બરાબર મિક્સ કરો. તૈયાર કરેલી પેસ્ટને મોટા વાસણમાં કાઢી તેમાં જરૂર અનુસાર પાણી ઉમેરી ફ્રીજમાં ઠંડુ કરવા મુકી દો.  

પાણી પુરીની પુરી બનાવવાની રીત

4/5
image

એક વાસણમાં 1 કપ ઘઉંનો લોટમાં 1/4 કપ ઝીણો રવો, 1/8 નાની ચમચી પાપડ ખાર મોણ માટે તેલ ઉમેરી બરાબર મિક્સ કરો. હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરી કડક લોટ બાંધો. તૈયાર કરેલા લોટને ભીના કપડા વડે ઢાંકીને ઓછામાં ઓછી 2 કલાક રેસ્ટ આપો. ત્યારબાદ તેમાંથી નાના નાના લુઆ કરી પુરી બનાવી લો. પુરીને પણ ભીના કપડા વડે ઢાંકીને રાખવી. ત્યારબાદ મધ્યમ તાપે તેલ ગરમ કરી બધી પુરીને તળી લો.   

5/5
image