Rekha Affair: રેખાને ઘરે બોલાવી જયા બચ્ચને એક વાક્ય કહ્યું અને અમિતાભ-રેખાના સંબંધો પુરા થઈ ગયા
Amitabh Bachchan Rekha Relationship: અમિતાભ બચ્ચન, જયા બચ્ચન અને રેખાનું લવ ટ્રાયંગલ બોલીવુડમાં સૌથી વધુ ચર્ચામાં રહ્યું છે. વાત તો ત્યાં સુધી થાય છે કે ફિલ્મ સિલસિલા તેમના પ્રેમ ત્રિકોણ પરથી પ્રેરિત ફિલ્મ છે. અમિતાભ બચ્ચન અને રેખાના સંબંધો ક્યારે તુટ્યા આજે તમને જણાવીએ.
ફિલ્મ અનજાન
અમિતાભ બચ્ચન અને રેખાના સંબંધો અંગે ફિલ્મ ઈતિહાસકાર હનીફ જાવેરીએ ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, અમિતાભ બચ્ચન અને રેખા જ્યારે ફિલ્મ અનજાનેનું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે એકબીજાની ખૂબ નજીક આવી ગયા હતા.
જયા બચ્ચન
પરંતુ આ સમય દરમિયાન પણ જયા બચ્ચન અમિતાભ બચ્ચનની સાથે મજબૂત બની ટકી રહી. જ્યારે કુલી ફિલ્મના સેટ પર અમિતાભ બચ્ચન સાથે દુર્ઘટના થઈ તો જયા બચ્ચને અમિતાભ બચ્ચનનું જે રીતે ધ્યાન રાખ્યું તે જોઈ અમિતજીએ રેખા તરફ ઝુકાવ ઓછો કર્યો.
રેખા
રેખા બચ્ચને એકવાર અમિતાભ બચ્ચન ઘરે ન હતા ત્યારે રેખાને લંચ માટે બોલાવી હતી. લંચ પર જયા બચ્ચને રેખા સાથે ખૂબ વાતો કરી અને જ્યારે રેખા ઘરેથી જઈ રહી હતી. ત્યારે જયા બચ્ચને ગંભીર બનીને એક વાત કહી દીધી.
અમિતાભ બચ્ચન
જયા બચ્ચને રેખાની આંખમાં આંખ પરોવી કહી દીધું કે અમિતાભ બચ્ચન તેના છે અને તેના જ રહેશે. બસ તે દિવસથી રેખા પણ સમજી ગઈ અને બંને વચ્ચે અંતર વધતું ગયું.
જયા બચ્ચન અને રેખા
એવું પણ કહેવાય છે કે જયા બચ્ચને અને રેખાની આ મુલાકાત પછી અમિતાભ બચ્ચન અને રેખાએ ક્યારેય સાથે કામ કર્યું નહીં.
Trending Photos