ગુજરાત પર બેવડી આફત...ભારે વરસાદ બાદ ઠંડીનો પ્રથમ રાઉન્ડ ક્યારથી થશે શરૂ? અંબાલાલની આગાહી

Gujarat Rain Forecast: હવામાન વિભાગની આગાહીથી ખેડૂતોને રાહત મળી શકે છે. હવામાન વિભાગે કહ્યું કે આગામી 24 કલાકમાં ગુજરાતમાં વરસાદની તીવ્રતા ઘટી જશે. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સાત દિવસ હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરી છે. બે દિવસ બાદ વરસાદની તીવ્રતામાં ઘટાડો જોવા મળશે. હાલ ગુજરાતના તાપમાનમાં પણ કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે. હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદની શક્યતા દેખાઈ રહી છે. તેમણે જણાવ્યું કે, 23 ઓક્ટોબરથી સવારના સમયમાં ઠંડી પડવાની સંભાવના રહેશે. જ્યારે ઓક્ટોબરમાં બંગાળનું ઉપસાગર વધુ સક્રિય રહેશે. જેના લીધે ગુજરાતમાં વાદળવાયુ આવવાની સંભાવના રહેશે.

1/5
image

ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડક જેવું જણાશે. જ્યારે 22 ડિસેમ્બરથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થતાં ગાત્રો થીજવતી ઠંડી પડવાની સંભાવના રહેશે. ઉત્તરાયણ પછી પણ ઠંડીની લહેરો આવતી જશે. સામાન્ય રીતે ઉત્તરાયણ પછી ઠંડીમાં ઘટાડો થતો હોય છે, પરંતુ આ વખતે ઠંડી જોવા મળશે. હવામાન વિભાગે નવમી ઓક્ટોબરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરી છે. રાજ્યના કોઈ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ નથી. તો 10 ઓક્ટોબરે વરસાદની તીવ્રતા ઘટતી જોવા મળી રહી છે. 10 ઓક્ટોબરે માત્ર આઠ જિલ્લામાં હળવો વરસાદ પડી શકે છે.   

2/5
image

અમદાવાદ હવામાન વિભાગ કેન્દ્રના ડાયરેક્ટર એ.કે. દાસે કહ્યુ કે દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાય રેખા, વેરાવળ, ભરૂચ, ઝાંસી, ઉજ્જૈન અને શાહજહાંપુર પરથી પસાર થઈ રહી છે. આગામી ત્રણ-ચાર દિવસ દરમિયાન રાજ્યના અન્ય ભાગ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશના કેટલાક ભાગ અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાય માટે પરિસ્થિતિ અનુકૂળ છે. હવામાન વિભાગની આગાહીના પગલે મધ્ય ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. અનેક જિલ્લાઓમાં આજે સવારથી વરસાદી ઝાપટા પડ્યા છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે  40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.   

3/5
image

હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. વાવાઝોડાની અસર ગુજરાતમાં ઓછી થઈ શકે છે. અરબ સાગરમાં સક્રિય થયેલું 'શક્તિ' વાવાઝોડું હવે ધીમું પડીને નબળું થઈ રહ્યું છે અને ટૂંક સમયમાં જ તે ડીપ ડિપ્રેશનમાં રૂપાંતરિત થઈ જશે. પૂર્વીય અને ઉત્તરપૂર્વીય ભારતમાં પણ સિસ્ટમ એક્ટિવ થઇ છે. અરબ સાગરમાં સક્રિય શક્તિ વાવાઝોડું હવે નબળું પડ્યું છે. ચક્રવાત શક્તિ દ્વારકા-નલિયાથી 900 કિમી દૂર છે. ચક્રવાતમાંથી ડિપ્રેશનમાં પરિવર્તિત થશે, આ ચક્રવાતની અસરથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર- કચ્છમાં હળવા વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આ ચક્રવાતના કારણે 10 ઓક્ટોબર સુધી વરસાદ વરસી શકે છે.

4/5
image

સાવધાનીના પગલાં રૂપે દરિયાકાંઠે 40 થી 50 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવી એલર્ટ છે અને તેથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. આગામી ત્રણથી ચાર દિવસમાં રાજ્યના અન્ય જિલ્લામાંથી પણ ચોમાસું વિદાય લઈ શકે છે. દરિયાકાંઠે DC-1 સિગ્નલ લગાવવામાં આવ્યું છે. મધ્યપ્રદેશની બોર્ડરને લાગુ અમુક વિસ્તારો અને ઉત્તર ગુજરાતમાં પણ છૂટાછવાયા ઝાપટા પડી શકે છે. સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળ ઉપસાગરના ભેજ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. ચોમાસાની વિદાય વચ્ચે રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે.    

5/5
image

પૂર્વીય ઉત્તર પ્રદેશ, ઉત્તરપૂર્વીય બિહાર અને આસામમાં ઉપરના હવાના જથ્થામાં ચક્રવાતી પરિભ્રમણ હાજર છે. આને કારણે, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 8 ઓક્ટોબર સુધી વરસાદ પડશે. 8 તારીખે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. ખાસ કરીને આની અસર કચ્છના દરિયાકાંઠાના તાલુકાઓ (કંડલા, માંડવી, મુંદ્રા, ગાંધીધામ, નલિયા) અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો (દ્વારકા, જામનગર, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ) માં વધુ જોવા મળી શકે છે. આ વિસ્તારોમાં મધ્યમથી ભારે ઝાપટાં પડવાની સંભાવના છે. બંગાળ ઉપસાગરના ભેજ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં વરસાદ વરસી શકે છે.