PHOTOS: મધ્ય પ્રદેશમાંથી મળી આવ્યો દુર્લભ જાતિનો કોબ્રા, રંગ અને આંખો ખાસ જુઓ

બૈતુલમાંથી દુર્લભ જાતિનો અલ્બિનો કોબ્રા એટલે કે સફેદ કોબ્રા મળી આવ્યો છે. 

white cobra is found in betul

1/7
image

ભારતના કોબ્રા દુનિયાભરના ઝેરીલા સાંપોમાંથી એક છે. એ વાત તો બધા જાણે છે પરંતુ શું તમે જાણો છો કે કોબ્રા ફક્ત કાળા રંગના જ નથી હોતા પરંતુ તેની એક દુર્લભ જાતિ પણ મળી આવે છે.

white cobra is found in madhya pradesh

2/7
image

મધ્ય પ્રદેશના બૈતુલમાંથી દુર્લભ પ્રજાતિનો અલ્બનો કોબ્રા એટલે કે સફેદ કોબ્રા મળી આવ્યો છે. આ કોબ્રાનો રંગ સફેદ અને આંખો લાલ છે. એન્જિનિયર અને સર્પ વિશેષજ્ઞ આદિલ ખાનને મળેલા આ સફેદ કોબ્રા દુનિયાની સૌથી દુર્લભ 10 એલ્વિનો એનિમલ્સમાં સામેલ છે. 

white cobra is found in mp

3/7
image

લગભગ 10 ઈંચનો આ કોબ્રા મોટો થઈને 6 થી 7 ફૂટ લાંબો થઈ શકે છે. વન વિભાગની સાથે સાંપોના સંરક્ષણ માટે કરતા આદિલને આ કોબ્રા સારણીના રાખ બંધ પાસે કામ કરતા મજૂરોએ સોંપ્યો હતો. 

Rare albino cobra found in betul

4/7
image

દુર્લભ કોબ્રા મળી આવતા આદિલ અને વન વિભાગ ખુબ ઉત્સાહિત છે. કુદરતના આ બેજોડ નમૂનાને સંરક્ષિત કરવા માટે ભોપાલ મોકલી અપાયો છે. આદિલના જણાવ્યાં મુજબ જેનેટિક ડિસોર્ડરના કારણે આ કોબ્રા સફેદ રંગનો છે. 

Rare albino cobra

5/7
image

જો તેને બ્રીડિંગ કરાવવામાં આવે તો આગળ જઈને તેની પેઢી સફેદ થઈ શકે છે. આ બાજુ વન વિભાગ તે જ્યાંથી મળી આવ્યો તે જગ્યાને સંરક્ષિત કરવાનો ભરોસો વ્યક્ત કરી રહ્યો છે. 

white snake albino cobra

6/7
image

ભારતમાં કોબ્રા સાંપ પાંચ જગ્યાએથી મળી આવે છે. કર્ણાટક, સુંદરવન નેશનલ પાર્ક વેસ્ટ બંગાલ, કાઝીરંગા નેશનલ પાર્ક અસમ, તામિલનાડુ અને કેરળ.

white snake albino cobra MP

7/7
image

એક બાજુ સૌથી રસપ્રદ વાત એ છે કે જર્મન વેબસાઈટ DWમાં છપાયેલા રિપોર્ટ મુજબ સર્પદંશથી સૌથી વધુ મોત ભારતમાં થાય છે. ભારતમાં દર વર્ષે સાંપ ડસવાથી લગભગ 46,000 લોકો માર્યા જાય છે. દુનિયાભરમાં દર વર્ષે 81,000થી 1,38,000 લોકો સાંપ ડસવાથી માર્યા જાય છે. (ફોટો સાભાર-વીડિયો ગ્રેબ)