સફેદ ડાઘ, પીળા નખ કે કાળી રેખાઓ? જાણો કઈ રીતે તમારા નખ આપે છે શરીરની મોટી બીમારીઓનો સંકેત
નખ માત્ર સુંદરતાનું પ્રતીક હોતા નથી, પરંતુ તે શરીરના સ્વાસ્થ્યનો અરિસો પણ દેખાડે છે. સફેદ ડાઘ, પીળા નખ, નબળા પડતા નખ કે કાળી રેખાઓ- આ બધું શરીરમાં થનારી મોટી બીમારીનો સંકેત આપે છે. નખમાં થતાં નાના-નાના ફેરફાર શરીરની અંદરના રોગો તરફ ઇશારો કરી શકે છે. ડાયાબિટીસ, લિવરની બીમારી, થાયરોઇડ, હ્રદયની સમસ્યા અને પોષણની કમી જેવી ગંભીર સમસ્યાઓનો અંદાજ તમારા નખ જોઈ લગાવી શકાય છે. આવો જાણીએ નખના બદલાતા રંગ અને તેની સાથે જોડાયેલી બીમારીઓ વિશે.
સફેદ ડાઘ
જો તમારા નખ પર નાના-નાના સફેદ ડાઘ જોવા મળી રહ્યાં હોય તો તે કેલ્શિયમની કમીને દર્શાવે છે. આ સમસ્યા સામાન્ય રીતે ખોટા ખાન-પાન, પોષણની કમી કે ઈજાને કારણે હોઈ શકે છે. જો આ ડાઘ સતત વધી રહ્યાં છે તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.
પીળા નખ
નખ પીળા પળે તો સામાન્ય રીતે ફંગલ ઈન્ફેક્શનનો સંકેત હોય છે. આ સમસ્યા સામાન્ય રીતે તે લોકોમાં જોવા મળે છે જે ભેજમાં વધુ સમય પસાર કરે છે. આ સિવાય લિવરની બીમારી, થાયરોઇડની સમસ્યા કે ડાયાબિટીસને કારણે પણ નખ પીળા પડી શકે છે.
કાળી રેખાઓ
જો તમારા નખમાં કાળી કે ભૂરી રેખાઓ જોવા મળી રહી છે તો ચેતી જજો. તે મેલાનોમા (સ્કિન કેન્સર), હાર્ટની બીમારી કે બ્લડ ક્લોટિંગ જેવી ગંભીર બીમારીનો સંકેત હોઈ શકે છે. જો આ રેખાઓ ધીમે-ધીમે ફેલાઈ રહી છે તો તત્કાલ ડોક્ટરનો સંપર્ક કરો.
સફેદ નખ
જો તમારા નખ સંપૂર્ણ રીતે સફેદ જોવા મળી રહ્યાં છે તો તે એનીમિયા (લોહીની ઉણપ), લિવરની બીમારી કે કિડનીની સમસ્યાનો સંકેત હોઈ શકે છે. તે શરીરમાં ઓક્સીજનની કમીને પણ દર્શાવે છે.
નખમાં તિરાડો અને નબળાઇ
જો નખ વારંવાર તૂટી રહ્યાં છે કે તેમાં તિરાડો પડી રહી છે તો તે થાયરોઇડ, વિટામિન-બીની કમી કે ડિહાઇડ્રેશનનો સંકેત હોઈ શકે છે. આ સમસ્યાથી બચવા માટે પ્રોટીન અને બાયોટિનથી ભરપૂર ભોજનનું સેવન કરો.
Trending Photos