GK : કોણે બનાવી હતી AK 47 બંદૂક ? કેમ છે આટલી ફેમસ ?
AK 47 Gun : AK 47 એ ખૂબ જ જાણીતી બંદૂક છે. તમે આ બંદૂક વિશે ઘણીવાર પેપરમાં કે ટીવી પર વાંચ્યું અને સાંભળ્યું હશે. આ એક એવી બંદૂક છે જે યુદ્ધના મેદાનથી લઈને શહેરો સુધી બધે જોવા મળે છે, પરંતુ શું તમે જાણો છો કે આ બંદૂક કોણે બનાવી છે.
સૌ પ્રથમ AK-47માં AKનો અર્થ શું છે, તેના વિશે જાણીએ તો AKનો અર્થ ઓટોમેટિક કલાશ્નિકોવ છે. આ નામ તેને બનાવનારના નામ પરથી રાખવામાં આવ્યું છે. તો 47 નો અર્થ એ છે કે આ બંદૂક 1947માં બનાવવામાં આવી હતી.
વિશ્વમાં લગભગ 7.5 કરોડથી 10 કરોડ AK-47 બંદૂકો છે. આ બંદૂકની માંગ યુદ્ધથી લઈને શહેરો સુધી ડોન અને માફિયાઓમાં છે.
માહિતી મુજબ, હાલમાં AK-47 બંદૂક 20થી વધુ દેશોમાં બને છે, પરંતુ આ બંદૂકનો મોટાભાગનો ભાગ ચીનમાં બને છે. તો AK-47 ઘણા જુદા જુદા મોડેલો અને નામોથી ઓળખાય છે, પરંતુ બધાની ડિઝાઇન એક જ છે.
હવે જાણીએ કે AK-47 આટલી ફેમસ કેમ છે. AK 47નો ઉપયોગ સેનાઓ, આતંકવાદીઓ અને વિશ્વભરના ઘણા સંગઠનો દ્વારા કરવામાં આવે છે. તેની લોકપ્રિયતાનું સૌથી મોટું કારણ તેની વિશ્વસનીયતા અને તેની સરળ ડિઝાઇન છે. ઉપરાંત, તેનો ઉપયોગ કરવો સરળ છે અને કિંમત પણ વધારે નથી.
હવે જાણીએ કે આ બંદૂક કોણે આખી દુનિયામાં ફેમસ બનાવી. માહિતી મુજબ, AK-47 ની શોધ મિખાઇલ કલાશ્નિકોવ દ્વારા કરવામાં આવી હતી. તેનો જન્મ 10 નવેમ્બર 1919ના રોજ થયો હતો. મિખાઇલનું નિધન વર્ષ 2021માં થયું હતું.
Trending Photos