Kinnar Marriage Facts: લગ્નના બીજા જ દિવસે કિન્નરો વિધવા કેમ બની જાય છે? કારણ જાણીને તમને નવાઈ લાગશે
Kinnar Marriage Facts: આપણા સમાજમાં કિન્નર (હિજડા) સમુદાયને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. દરેક શુભ પ્રસંગે લોકો તેમના આશીર્વાદ મેળવવાનો પ્રયાસ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે કિન્નરોના પણ લગ્ન થાય છે અને તેઓ લગ્નના બીજા જ દિવસે વિધવા બની જાય છે.
મહાભારતના યુદ્ધ સાથે જોડાયેલી છે કથા
કિન્નરોના એક દિવસ માટે લગ્ન કરવા અને બીજા દિવસે વિધવા થવાની આ કથા મહાભારત સાથે જોડાયેલી છે. આ કથા પ્રમાણે ઇરાવન અર્જુનના ધનુર્ધારી પુત્ર હતા. જેણે મહાભારત યુદ્ધમાં પાંડવો તરફથી ભાગ લીધો હતો.
લગ્નના બીજા દિવસે મોત
માન્યતા અનુસાર ભગવાન કૃષ્ણને પોતાના અંશ રૂપમાં મોહિની અવતાર ધારણ કરી, ઇરાવન સાથે લગ્ન કર્યાં હતા. લગ્નના બીજા દિવસે ઇરાવનનું મહાભારતના યુદ્ધમાં મોત થયું હતું. તેના કારણે મોહિની વિધવા થઈ ગઈ હતી.
ઇરાવનને માને છે આરાધ્ય દેવ
કિન્નર સમુદાય ઇરાવનને પોતાના આરાધ્ય દેવ માને છે. તે પણ પરંપરા નિભાવતા જીવનમાં એકવાર ઇરાવન દેવતા સાથે લગ્ન કરે છે અને પછી બીજા દિવસે વિધવા માની તેનો શોક મનાવે છે.
તમિલનાડુમાં જોવા મળે છે પરંપરા
કિન્નરોનું આ એક ધાર્મિક અનુષ્ઠાન છે, જેના દ્વારા તે ભક્તિ અને સામાજિક-સાંસ્કૃતિક ઓળખ વ્યક્ત કરે છે. આ પરંપરા દક્ષિણ ભારત, વિશેષ રૂપથી તમિલનાડુમાં કોયિલમ્મા કે અરાવન ઉત્સવ દરમિયાન જોવા મળે છે.
શોક વ્યક્ત કરવાની પ્રતીકાત્મક રીત
ધાર્મિક વિદ્વાનો પ્રમાણે આ પ્રથા એક પ્રતીકાત્મક રૂપ છે અને માત્ર એક દિવસ માટે થાય છે. તેમાં કોઈ વાસ્તવિક લગ્ન સંબંધ હોતો નથી. આ વિધવા થવાનો શોક વ્યક્ત કરવા અને ઇરાવનની યાદમાં એક પ્રતીકાત્મક પરંપરા છે.
(ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી અને માન્યતા પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)
Trending Photos