આ તારીખો દરમિયાન ગુજરાતમાં મેઘરાજા બોલવાશે ધબધબાટી! ભર ઉનાળે જબરદસ્ત વરસાદની અંબાલાલની આગાહી

Ambalal Patel Monsoon Prediction: ગુજરાતમાં આફતની આંધી અને મુશળધાર માઠવાએ ખેડૂતોની માઠી દશા લાવી દીધી છે. ખેડૂતોના મોંઢામાં આવેલો કોળિયો છીનવી લીધો છે, પરંતુ આ આફત હજુ ટળી નથી. અંબાલાલ પટેલે કહ્યું કે, મે મહિનામાં ગુજરાતમાં ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી છે. 8 મેથી ગાજવીજ સાથે ગુજરાતમાં વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી છે. તો આ બાદ મેથી 4 જુન સુધી અરબી સમુદ્રમાં સાઇકલોનનું નિર્માણ થશે.

1/9
image

હવામાનને લઈને એક મોટી અપડેટ આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વખતે ચોમાસુ કેરળ કિનારે સમય કરતાં પાંચ દિવસ વહેલું પહોંચી શકે છે. ચોમાસુ 27 મે ના રોજ આવવાની ધારણા છે. સામાન્ય રીતે, ચોમાસુ 1 જૂને કેરળ કિનારે પહોંચે છે. જો અપેક્ષા મુજબ ચોમાસુ કેરળમાં પહોંચે છે, તો તે 2009 પછી ભારતીય મુખ્ય ભૂમિ પર ચોમાસાનું સૌથી પહેલું આગમન હશે. ત્યારબાદ 23 મેના રોજ ચોમાસુ આવ્યું હતું.

2/9
image

ગુજરાતમાં ફરી એક વખત કમોસમી વરસાદની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી છે. એપ્રિલ તો ગયો, પરંતુ મે મહિનો તોફાની રહેશે તેવી આગાહી છે. મે મહિનામાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે. ત્યારે ગુજરાતમાં મે મહિનો તોફાની બની રહેવાના એંધાણ છે. મે મહિનાની શરૂઆતમાં જ હવામાન આગાહીકારોએ ધૂળનું તોફાન, વાવાઝોડાની આગાહી કરી છે. 

3/9
image

14થી 18 મેની વચ્ચે એક પ્રિમોન્સુન એક્ટિવીટી થશે. બીજી પ્રિમોન્સુન એક્ટિવીટી મે મહિના છેલ્લા અઠવાડિયામાં જોવા મળશે. 25 મેથી રોહિણી નક્ષત્ર ચાલુ થતુ હોય છે તેમાં પ્રિમોન્સુન એક્ટિવિટીની શક્યતા વધારે છે. જૂન મહિનાના બીજા અઠવાડિયામાં પ્રિમોન્સુન એક્ટિવીટી જોવા મળશે તેવી શક્યતા છે. 

4/9
image

આફતની આંધી અને માવઠાનો માર હજુ પણ પડવાનો છે, અને તેની આગાહી હવામાન વિભાગથી લઈ આગાહીકાર અંબાલાલ પટેલ પણ કરી રહ્યા છે. ક્યાં ક્યારે પડવાનો છે વરસાદ? ક્યાં છાપરા ઉડાવી દે તેવો આવવાનો છે પવન? ક્યાં પડવાના છે કરા? રાજ્યમાં અત્યંત ભારે અને અતિભારે વરસાદની આગાહી છે. મધ્યપ્રદેશ તરફ સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. અરબી સમુદ્રમાં પણ એક વરસાદી ટ્રફ લાઇન બની છે. વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી છે. 

5/9
image

સામાન્ય રીતે દક્ષિણપશ્ચિમ ચોમાસુ 1 જૂન સુધીમાં કેરળમાં આવે છે અને 8 જુલાઈ સુધીમાં સમગ્ર દેશને આવરી લે છે. તે 17 સપ્ટેમ્બરની આસપાસ ઉત્તરપશ્ચિમ ભારતમાંથી પીછેહઠ કરવાનું શરૂ કરે છે અને 15 ઓક્ટોબર સુધીમાં સંપૂર્ણપણે પીછેહઠ કરે છે. IMD એ એપ્રિલમાં 2025 ચોમાસા માટે સામાન્યથી વધુ કુલ વરસાદની આગાહી કરી હતી અને અલ નીનો સ્થિતિઓની શક્યતાને નકારી કાઢી હતી, જે ભારતીય ઉપખંડમાં સામાન્યથી ઓછા વરસાદ સાથે સંકળાયેલી છે.

6/9
image

અંબાલાલ પટેલે 13 મે સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. 14 થી 18 મે દરમિયાન કમોસમી માવઠાની આગાહી કરી છે. આગાહી મુજબ, 10મી તારીખે રાજ્યના તમામ જિલ્લામાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. આગાહી મુજબ, 11મી તારીખે રાજ્યના તમામ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.  

7/9
image

12મી તારીખે સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓ રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંતના જિલ્લાઓમાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી.  

8/9
image

આગાહી મુજબ, 13મી તારીખે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. પરેશ ગોસ્વામીએ વરસાદનો વરતારો કાઢતા કહ્યું કે, મે મહિનામાં બે થી ત્રણ વખત પ્રી-મોન્સૂન એકિટવિટી જોવા મળી શકે છે.     

9/9
image

જેમાં ખાસ કરીને 14 થી 18મી મે વચ્ચેના ચાર દિવસનો સમય પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો પ્રથમ તબક્કો હશે. જે બાદ 25મી મેથી રોહિણી નક્ષત્ર ચાલુ થાય, ત્યારે પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો બીજો તબક્કો આવતો હોય છે. જેમાં સાર્વત્રિક નહીં, પરંતુ કેટલાક ભાગોની અંદર છૂટોછવાયો વરસાદ રહેતો હોય છે.