ફરી વાવાઝોડાને કારણે ગુજરાતના આ વિસ્તારોમાં આવશે ભયંકર વરસાદ? તારીખો સાથે અંબાલાલની ભારે આગાહી

Ambalal Patel Monsoon Prediction: ગુજરાતના ખેડૂતોની ચિંતા વધારતા સમાચાર હવામાન વિભાગે આપ્યા છે. હજુ સાત દિવસ માટે માવઠાની આગાહી કરવામાં આવી છે.ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં દક્ષિણ ગુજરાત તરફ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. કેટલાક વિસ્તારોમાં તો 12થી 15 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. વિધિવત રીતે ગુજરાતમાં 15 જુનની આસપાસ ચોમાસાનો પ્રારંભ થશે. મુંબઈમાં 10 જુનની આસપાસ ચોમાસુ શરૂ થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. 

1/9
image

આ વર્ષે દેશમાં ચોમાસું વહેલું આવવાની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. કારણ કે, આંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસું વહેલું પહોંચી ગયું છે. પરિબળો સાનુકૂળ હોવાથી ચોમાસું વહેલું આવશે. કેરળમાં 27મે સુધીમાં ચોમાસું પ્રવેશ કરશે તેવી સ્થિતિ સર્જાઈ છે. તો ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવવાની શક્યતા છે. 

2/9
image

જોકે અરબી સમુદ્રમાં સર્જાતું સાયકલોન અસર કરશે તો ચોમાસુ મોડું પણ થવાની સંભાવના છે. 22 મેની આસપાસ ચોમાસુ શ્રીલંકા પહોંચશે. ગુજરાતમાં 20 મેથી 24 મે સુધી સાયકલોનની અસરો જોવા મળશે. આ અસરને કારણે ગુજરાતના દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. તારીખ 25 થી 5 જૂન દરમિયાન ગુજરાતમાં ભારે ગરમી પડવાની પણ સંભાવના વ્યક્ત કરાઈ છે. આ વખતે ભારતમાં રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની સંભાવના પ્રબળ છે. ભારતના કેરલમાં 28 મે સુધી ચોમાસુ પહોંચશે અને વિધિવત રીતે ભારતમાં ચોમાસાનો પ્રારંભ થઈ શકે છે. 

3/9
image

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. ગુજરાત સહિત આખા દેશમાં 20 મે બાદ વાતાવરણમાં પલટો આવશે. ગુજરાતમાં 20 થી 24 મે સુધી સાયક્લોનની અસર જોવા મળશે.જેના કારણે કારણે ગુજરાતના દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. જો કે, તારીખ 25 થી 5 જૂન દરમિયાન ગુજરાતમાં ભારે ગરમી પડવાની પણ સંભાવના છે. સાયક્લોનના કારણે ગુજરાતમાં ચોમાસાનું આગમન વહેલા-મોડું થઈ શકે છે.

4/9
image

હાલ નેઋત્યના ચોમાસાની શરૂઆત અંદમાન નિકોબાર થી શરૂ થયું હોય આ વર્ષે એક અઠવાડિયું વહેલું ચોમાસુ અંદામાન નિકોબાર પહોંચશે. આગામી 24 મે બાદ અરબી સમુદ્રમાં ચોમાસાની ગતિવિધિ વધુ જોવા મળશે. આ વર્ષે પણ ચોમાસાની શરૂઆત કરવી સમુદ્રમાં વાવાઝોડાથી શરૂ થશે. 

5/9
image

હજુ પણ 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી છે. ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય છે. ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.     

6/9
image

હવામાન શાસ્ત્રી અને નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાત સહિત સમગ્ર દેશમાં 20મે બાદ વાતાવરણમાં ભારે પલટો આવશે. અરબી સમુદ્રમાં સાયકલોન સર્જાશે, જેના કારણે મુંબઈ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં તો 12થી 15 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. વિધિવત રીતે ગુજરાતમાં 15 જુનની આસપાસ ચોમાસાનો પ્રારંભ થશે. મુંબઈમાં 10 જુનની આસપાસ ચોમાસુ શરૂ થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. 

7/9
image

રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. સૌરાષ્ટ્ર કચ્છમાં પણ ગાજવીજ અને ભારે પવનની આગાહી છે. ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં દક્ષિણ ગુજરાત તરફ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું હોવાથી વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. અમદાવાદમાં તાપમાન 40 ડિગ્રી આસપાસ રહે અને વાદળછાયું વાતાવરણ રહે. રાજ્યમાં તાપમાનમાં વધુ ફેરફાર જોવા મળશે નહીં.

8/9
image

આગામી 24 25 મે દરમિયાન કેરળ પાસે આવવાનું હળવું દબાણ સર્જાશે અને ત્યારબાદ તે ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. સાયક્લોનિક સર્ક્યુલેશન થઈ આગળ વધશે ત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં પવન સાથે વરસાદ જોવા મળશે. ખેડૂત મિત્રોએ ઉનાળુ પાકનું વાવેતર કરેલ હોય તે ત્વરિત પાક લેવા સૂચના આપવામાં આવેલ છે.

9/9
image

આ સાથે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું હોવાથી વરસાદની સંભાવના છે.સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગમાં છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આ સાથે અમદાવાદમાં તાપમાન 40 ડિગ્રી રહે અને વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા છે. ગુજરાત પર માવઠા બાદ હવે સાયક્લોનની અસરનું સંકટ તોળાઈ રહ્યું છે.