વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ અને કરા પડવાની આગાહી, 50 કિ.મીની ઝડપે ફૂંકાશે પવન, નવું પશ્ચિમી વિક્ષેપ સક્રિય

Gujarat Weather Forecast: દેશમાં ફરી એકવાર હવામાન બગડશે. જી હા...ઉત્તર-પશ્ચિમ ભારતમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે, જે ઘણા રાજ્યોમાં ભારે પવન અને ભારે વરસાદનું કારણ બનશે. તેમજ તાપમાન પણ વધી રહ્યું છે. કેટલાક રાજ્યોમાં ઉનાળો શરૂ થઈ ગયો છે. દિલ્હી NCRમાં 3 દિવસ સુધી આકાશ વાદળછાયું રહેશે. ચાલો જાણીએ કે ભારતીય હવામાન વિભાગ (IMD)નું નવીનતમ અપડેટ શું છે?

1/11
image

પશ્ચિમ ઈરાન પર એક સાઈક્લોનિક સર્કુલેશનના રૂપમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે. એક નવું પશ્ચિમી વિક્ષેપ 12 માર્ચની રાતથી ઉત્તર-પશ્ચિમ ભારતને પ્રભાવિત કરશે, જેના કારણે 12 થી 14 માર્ચ સુધી જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ અને વાવાઝોડા અને વીજળી સાથે હિમવર્ષાની અપેક્ષા છે. આ સાથે વાદળો પણ કડાકા ભડાકા કરશે અને વીજળી પણ પડશે. ઉત્તરાખંડમાં પણ વરસાદ પડશે. 13-14 માર્ચે ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાનમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે વરસાદ પડશે.  

આ રાજ્યોમાં ફૂંકાશે જોરદાર પવન

2/11
image

સાયક્લોનિક સર્ક્યુલેશન મધ્ય આસામ પર સ્થિત છે, જેના કારણે આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 11 થી 14 માર્ચ સુધી 30-40 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ગાજવીજ અને વીજળીના કડાકા સાથે હિમવર્ષા અને ભારે વરસાદ થશે. આસામ અને મેઘાલયમાં 12 માર્ચે ભારે પવનની ઝડપ વધીને 40-50 કિમી પ્રતિ કલાક થવાની શક્યતા છે. અરુણાચલ પ્રદેશ, સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 11 થી 13 માર્ચ સુધી ભારે વરસાદ પડશે.  

આ રાજ્યોમાં થશે ભારે વરસાદ

3/11
image

તામિલનાડુ, પુડુચેરીમાં 11-12 માર્ચે હળવા મધ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે કેરળ, લક્ષદ્વીપ, દક્ષિણ આંતરિક કર્ણાટકમાં 11-13 માર્ચ દરમિયાન ભારે વરસાદ પડશે. આગામી 7 દિવસ દરમિયાન આંદામાન અને નિકોબાર ટાપુઓમાં વરસાદની સંભાવના છે. તમને જણાવી દઈએ કે છેલ્લા 24 કલાકમાં જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને અરુણાચલ પ્રદેશમાં હળવોથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા થઈ હતી. આંદામાન અને નિકોબાર ટાપુઓ, આસામ અને કેરળમાં પણ ભારે વરસાદ પડ્યો હતો.

જાણો ક્યા કેટલું છે તાપમાન?

4/11
image

આગામી 3 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારત અને મધ્ય ભારતના મેદાનો પર મહત્તમ તાપમાન 2-3 °C વધશે, જ્યારે પૂર્વ ભારતમાં મહત્તમ તાપમાન આગામી 5 દિવસ દરમિયાન 3-4 °C વધશે. 11-12 માર્ચે કેરળ, કોંકણ, ગોવા અને કર્ણાટકમાં તીવ્ર ગરમી અને ગરમીનું મોજું રહેશે. ગુજરાતમાં 10 થી 12 માર્ચ, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં 11-12 માર્ચ, વિદર્ભમાં 11 થી 13 માર્ચ, ઓડિશામાં 13-14 માર્ચ દરમિયાન ગરમ પવનો ફૂંકાશે. પશ્ચિમ હિમાલય ક્ષેત્ર, અરુણાચલ પ્રદેશમાં 10 થી 16 માર્ચ સુધી અને ઉત્તર પશ્ચિમ ભારતના મેદાનો પર અને 12 થી 15 માર્ચ સુધી ભેજ ચાલુ રહેવાની શક્યતા છે.  

દિલ્હી NCRનું કેવું રહેશે હવામાન?

5/11
image

છેલ્લા 24 કલાકમાં દિલ્હી NCRમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે. દિલ્હીમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 31 થી 33 ડિગ્રી અને 15 થી 19 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે છે. દિલ્હીમાં 11 માર્ચથી 13 માર્ચ સુધી આકાશ આંશિક વાદળછાયું રહેશે અને દિવસ દરમિયાન 20-30 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. તેમજ તાપમાનમાં વધારો થશે.

6/11
image

ઉનાળાની કાળઝાળ ગરમીથી માર્ચ મહિનાની શરૂઆત થઈ છે. છેલ્લા એક અઠવાડિયાથી ગરમી સામાન્યથી વધુ પર પહોંચી ગઈ છે. માર્ચ મહિનામાં  મહત્તમ સામાન્ય તાપમાન 35 ડિગ્રીની સામે 40 ડિગ્રી નોંધાયું છે. મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન વધુ નોંધાયું છે. આજે અમદાવાદ સહિત 9 જિલ્લાઓમાં ગરમીને લઈ રેડ એલર્ટ જાહેર કરાયું છે. લઘુત્તમ તાપમાનમાં વધારો થતા રેડ એલર્ટ છે. આગામી બે થી ત્રણ દિવસ હજી તાપમાનમાં એક થી બે ડિગ્રીનો વધારો નોંધાય તેવી શક્યતા છે. જો કે આગામી સમયમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાન ઘટે તેવી શક્યતા છે. 

7/11
image

ગુજરાતમાં હવે કાળઝાળ ગરમીના દિવસો આવી ગયા છે. રાજ્યના અનેક જિલ્લાઓને સિવિયર હિટવેવના કારણે એલર્ટ અપાયું છે. તો કેટલાક જિલ્લાઓને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. લઘુત્તમ તાપમાન વધતા રેડ એલર્ટ પર આગાહી પહોંચી ગઈ છે. આજે  અમદાવાદ સહિત કેટલાક શહેરોને રેડ એલર્ટ અપાયું છે. જેમાં કચ્છ, ગાંધીનગર, જૂનાગઢ, પોરબંદર, મોરબી, રાજકોટ, સુરત માટે કડક ચેતવણી છે.   

8/11
image

સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ગરમીને લઇ અલર્ટ  આજે અમદાવાદ સહીત, કચ્છ, બનાસકાંઠા અને, સુરતમાં યેલો અલર્ટ  મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીનગર અને, રાજકોટમાં યેલો અલર્ટ  પોરબંદર, જૂનાગઢ, અમરેલી અને, ગીર સોમનાથમાં યેલો અલર્ટ  આવતીકાલે અમદાવાદ સહીત, કચ્છ, બનાસકાંઠા અને, સુરતમાં યેલો અલર્ટ  મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીનગર અને, રાજકોટમાં યેલો અલર્ટ  પોરબંદર, જૂનાગઢ, અમરેલી અને, ગીર સોમનાથમાં યેલો અલર્ટ 

9/11
image

ગુજરાતમાં આગામી 5 દિવસ આકરી ગરમી પડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. ગરમીના કારણે હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે. તાપમાનનો પારો 41 ડિગ્રી સુધી પહોંચી શકે છે. અમદાવાદ સહીત બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર અને કચ્છમાં ઉષ્ણ લહેરની ચેતવણી આપવામાં આવી છે. સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, જૂનાગઢ અને અમરેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્રીજા અને ચોથા દિવસે દક્ષિણ ગુજરાતમાં પણ ગરમીનો પ્રકોપ જોવા મળશે.   

10/11
image

ગુજરાતમાં હાલમાં ઉત્તર-પશ્ચિમ અને ઉત્તર દિશા તરફથી ગરમ પવનો આવી રહ્યા છે. આ ગરમ પવનોના કારણે તાપમાનમાં વધારો થયો છે અને હીટવેવની શક્યતાઓ વધી ગઈ છે. ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં પણ ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાશે, જેના કારણે લોકોને બફારો અનુભવાશે. આ દરિયાકાંઠા વિસ્તારો માટે પણ યલો વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ગરમીનું પ્રમાણ ખૂબ જ વધી જશે.

11/11
image

ગત રોજ અમદાવાદમાં 38.7 ડિગ્રી તાપમાન રહ્યું. તો આજે અમદાવાદમાં 40 ડિગ્રી તાપમાન નોંધાવવાની શક્યતા છે. રાજ્યમાં સૌથી વધુ 41.1ડિગ્રી તાપમાન રાજકોટમાં રહ્યું. સુરેન્દ્રનગરમાં 40.5 ડિગ્રી તાપમાન રહ્યું. સતત ત્રણ દિવસ તાપમાનમાં વધારો થશે. ત્રણ દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે. ત્રીજા દિવસે કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ અને દીવમાં ઉષ્ણ લહેર સાથે યેલો એલર્ટ રહેશે.