તમારા નખ પર જો આ નિશાન હોય તો ચેતી જજો...આપે છે ગંભીર બીમારીનો સંકેત, મહિલાનો આંખ ઊઘાડતો કિસ્સો

એલેના સેવેર્સ નામની આ મહિલા વર્ષોથી નખનું નિશાન જે બીમારીનો સંકેત આપી રહ્યું હતું તેનાથી તે સાવ અજાણ હતી. 

Jun 29, 2021, 08:29 AM IST

નખ પર જોવા મળતા નિશાન જો તમે હળવાશમાં લેતા હોવ તો આ સમાચાર ખાસ વાંચવા જેવા છે. નખ પરના નિશાન ક્યારેક મોટી પરેશાનીનું કારણ બની શકે છે. બ્રિટનમાં રહેતી એક મહિલાના નખ પર ઘણા સમયથી એક એવું નિશાન હતું કે મહિલાને એમ લાગતું હતું કે આ તો સામાન્ય છે. પરંતુ જ્યારે ડોક્ટરની સલાહ લીધી તો તે ચોંકી ગઈ. એલેના સેવેર્સ નામની આ મહિલા વર્ષોથી નખનું નિશાન જે બીમારીનો સંકેત આપી રહ્યું હતું તેનાથી તે સાવ અજાણ હતી. 

1/5

નખ પર હતું એક નિશાન

નખ પર હતું એક નિશાન

36 વર્ષની એલેના સેવેર્સના નખ પર એક અજીબોગરીબ લાઈન હતી. આ નિશાન તેણે ક્યારેય ગંભીરતાથી લીધુ નહીં અને ઉલ્ટું તેને છૂપાવવા માટે નેલ પોલિશ કરતી હતી. આ બધા વચ્ચે તેણે એક આર્ટિકલ વાંચ્યો અને પછી તેને આ નિશાન જોઈને ચિંતા થઈ.  (તસવીર- ધ સન)

2/5

આર્ટિકલમાંથી મળી જાણકારી

આર્ટિકલમાંથી મળી જાણકારી

આર્ટિકલ વાંચ્યા બાદ એલેનાનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો. એલેનાને અહેસાસ થયો કે નખ પર બનેલી લાઈન સ્વાસ્થ્ય માટે ગંભીર સંકેત હોઈ શકે છે. ત્યારબાદ એલેનાએ ડોક્ટર પાસે જવાનો નિર્ણય લીધો. 

3/5

બાયોપ્સીમાં નીકળ્યું સ્કિન કેન્સર

બાયોપ્સીમાં નીકળ્યું સ્કિન કેન્સર

ડોક્ટર્સ એલેનાને બાયોપ્સી કરવાની સલાહ આપી. બાયોપ્સીમાં સામે આવ્યું કે તેનામાં મેલાનોમા(Melanoma Skin Cancer) ની સમસ્યા છે. એલેના આ જાણીને સ્તબ્ધ થઈ ગઈ. 

4/5

નખ હટાવવો પડ્યો

નખ હટાવવો પડ્યો

ડેઈલી સ્ટારના રિપોર્ટ મુજબ પોર્ટસમાઉથમાં ક્વીન એલેક્ઝાન્ડર હોસ્પિટલના સર્જને ત્યારબાદ એલેનાના અંગૂઠાના નખને સંપૂર્ણ રીતે હટાવી દીધો. એલેનાના અંગૂઠાનો નખ નથી પરંતુ તેને ખુશી છે કે તેણે કેન્સર ફેલાય તે પહેલા જ છૂટકારો મેળવી લીધો. 

5/5

સતત વધી રહ્યો હતો ખતરો

સતત વધી રહ્યો હતો ખતરો

એલેનાએ જણાવ્યું કે ડોક્ટર્સે તરત તેને નખ હટાવવાની સલાહ આપી કારણ કે જો આમ ન થાય તો કેન્સર બ્લડસ્ટ્રીમમાં ફેલાય તેનું જોખમ હતું. એલેનાએ કહ્યું કે તે ખુબ જ લકી હતી કારણ કે છેલ્લા કેટલાક વર્ષોથી તે વધતું હતું અને તે તેને ઈગ્નોર કરી રહી હતી.