COVID-19: ઘરે પહોંચવાની હોડમાં UPના આ શહેરોમાં અફરાતફરી, લોકડાઉનનું થઈ ગયું બ્રેકડાઉન, PHOTOS

કોરોના વાયરસના કારણે ભારતમાં લાગુ લોકડાઉનના કારણે દિલ્હીમાં કામ કરનારા અન્ય રાજ્યોથી આવેલા મજૂરોમાં એક પ્રકારે પેનિક સ્થિતિ જોવા મળી રહી છે. 14 એપ્રિલ સુધી લોકડાઉન ખતમ થાય તેની રાહ જોવાની જગ્યાએ મોટી સંખ્યામાં મજૂરો પોત પોતાના ઘરે પાછા ફરી રહ્યાં છે. શુક્રવારે સાંજે ભારે સંખ્યામાં લોકો દિલ્હી યુપીની  બોર્ડર પર ભેગા થયા હતાં. જેને  ધ્યાનમાં રાખીને યોગી સરકારે બસો મોકલીને આ લોકોને ઘરે સુરક્ષિત પહોંચાડવાનો નિર્ણય લીધો. આ માટે ગાઝિયાબાદથી દર 2 કલાકે બસ છૂટશે. આ અફરાતફરી વચ્ચે બસોમાં સવાર થવાને લઈને ખુબ મારામારી ચાલી રહી છે. જો કે કેટલીક બસો મજૂરોને લઈને ચારબાગ સ્ટેશન પહોંચી ગઈ છે. તસવીરોમાં જુઓ ક્યાં શું છે માહોલ.

ગાઝિયાબાદમાં ઘરે જનારા મજૂરોની ભીડ ઉમટી

1/5
image

મજૂરોને સંભાળવા માટે પોલીસ તૈનાત

2/5
image

મજૂરોને લઈને દિલ્હીથી લખનઉ પહોંચશે બસ

3/5
image

લખનઉમાં મજૂરોને રિસિવ કરવા માટે પોલીસ તૈનાત

4/5
image

મજૂરોને લઈને બસ લખનઉથી ચારબાગ પહોંચી

5/5
image