દુનિયાની એ 8 જગ્યા જ્યાં ગ્રેવિટી લો પણ લાગે છે ફેલ, સાંભળશો તો ફરી જશે મગજ

દુનિયાભરમાં એવી અનેક જગ્યાએ છે જેને જોઈને લાગે છે અહીં કદાચ ગુરુત્વાકર્ષણ નિયમ એટલે કે ગ્રેવિટી લો કામ નથી કરતું. પહાડો, ખડકો અને ઉંચાઈ પર વસેલી એ જગ્યાઓનું અદભૂત બેલેન્સ જોઈને કોઈ પણ આશ્વર્યમાં પડી શકે છે.

દુનિયાભરમાં એવી અનેક જગ્યાએ છે જેને જોઈને લાગે છે અહીં કદાચ ગુરુત્વાકર્ષણ નિયમ એટલે કે ગ્રેવિટી લો કામ નથી કરતું. પહાડો, ખડકો અને ઉંચાઈ પર વસેલી એ જગ્યાઓનું અદભૂત બેલેન્સ જોઈને કોઈ પણ આશ્વર્યમાં પડી શકે છે.આવો આજે તમને કેટલીક એવી જગ્યાઓ વિશે જણાવીએ કે જે જોઈને તમારુ માથુ ફરી જશે.

કોન્સ્ટાટાઈન (અલ્જિરિયા)

1/6
image

અલ્જિરિયાના શહેરને સિટી ઓફ બ્રિજ કહે તો ખોટુ નહીં ગણાય. અહીં દુનિયાના સૌથી ઉંચા અને લોકપ્રિય Sidi M’Cid બ્રિજનો નજારો પણ જોઈ શકો છો. આ બ્રીજ વર્ષ 1912માં બનીને તૈયાર થઈ ગયું હતું. આ સિવાય કોન્સ્ટેન્ટાઈનનો સમૃદ્ધ ઈતિહાસ તમને ફરીથી શહેરમાં પરત લાવવા પ્રેરિત કરશે.

ફિરા, સેન્ટોરિની (ગ્રીસ)

2/6
image

ગ્રીસનું આ નાનું ગામ જૂના સફેદ ઘરોથી ભરેલુ છે. અહીં નીચેની તરફ ઢળતા આસમાની ગુંબજવાળા ચર્ચ આંખોને ઠંડક આપે છે. રાતના અંધારામાં વીજળની લાઈટ જેવો પ્રકાશ હોય છે આ ગામ સ્વર્ગના કોઈ નગરથી ઓછુ નથી લાગતું. આ નાના ગામમાં તમને અનેક સુંદર હોટલ, ખડક ખોદીને બનાવવામાં આવેલી ગુફા જેવા ઘર સહિત અનેક પ્રાકૃતિક દ્રશ્યો જોવા મળશે જે તમારા મનને ઘણી જ રાહત આપશે.

જેજિન(લેબનાન)

3/6
image

લેબનાનના જેજિન શહેરને સિટી ઓફ ફોલ્સ કહેવામાં આવે છે. આ શહેર 131 ફૂટ ઉંચા પહાડ પર પોતાનું સંતુલન કાયમ માટે બનાવીને બેઠુ છે. આ જોઈને તમે ખરેખર આશ્વર્યમાં મૂકાઈ જશે. આ જગ્યાને ચીડથી ઢંકાયેલા પહાડોએ ઘેરી છે. અહીં ઐતિહાસિક હવેલી, બજાર અને ચર્ચ પણ છે જે લેબનાનમાં પહાડો પર આવનારા લોકો માટે એક જરૂરી પડાવ બની રહે છે.

ક્યૂએન્કા(સ્પેન)

4/6
image

સ્પેનમાં આ હેંગિંગ હાઉસનું દ્રશ્ય જોવા માટે મોટી સંખ્યામાં પર્યટક આવે છે. અહીં લોકો બાલ્કનીવાળા ઘરમાં રોકાવાનું પસંદ કરછે જે ખડકો પર અલગ જ રીતે ટકેલી છે. આ જગ્યાને વર્લ્ડ હેરિટેજ સાઈટની સૂચીમાં પણ નોંધવામાં આવી છે. અહીંના સેન્ટ પોલ બ્રીજથી આખા ગામનો સુંદર નજારો જોવા મળે છે.

રોકામડોર (ફ્રાન્સ)

5/6
image

આ જગ્યા મધ્ય યુગીન ઈસાઈ જગતના ચાર સૌથી મહત્વપૂર્ણ તીર્થ સ્થળમાંથી એક છે. જ્યારે આજના સમયમાં રોકામડોર પહેલી નજરમાં જ તમને પોતાની તરફ ખેંચે છે. અહીંના ચર્ચ, ઘર અને તમામ વસ્તુઓને જોઈને લાગે છે કે તે કેટલી અજીબ રીતે 1500 ફૂટની ઉંચાઈ પર એક ચૂનો-પથ્થર જેવા ખડક પર જાણે કે ચોંટેલુ છે. પહાડની તળેટીમાં પથ્થરોથી બનેલા પ્રવેશદ્વારથી પસાર થયા બાદ અહીં તીર્થયાત્રી અને પર્યટક ગામની સુંદર ગલીમાં પ્રવેશી શકે છે. આ ગામ એક નદીની એકદમ પાસેના વિશાળ પર્વત પર વસેલુ છે.

ટાઈગર્સ નેસ્ટ મોનેસ્ટ્રી(ભૂટાન)

6/6
image

ટાઈગર્સ નેસ્ટ મોનેસ્ટ્રી ભૂટાનની પારો ઘાટીમાં આવેલું છે જે એક મોટા ખડક પર લટકતી હોય તેવી દેખાય છે. તેનું નિર્માણ 1692માં થયુ હતું એવુ કહેવામાં આવે છે કે ગુરુ રિનપોચે અહીં એક વાઘ પર સવાર થઈને આવ્યા હતા અને એટલે જ આ જગ્યાને ટાઈગર્સ નેસ્ટ મઠનું  નામ આપવામાં આવ્યું છે.