વિશ્વની પ્રથમ અનોખી સર્જરી, એક વ્યક્તિના બે હાથ અને ખભાને કરવામાં આવ્યા ટ્રાન્સપ્લાન્ટ

નવી દિલ્હીઃ કહેવાય છે ડોક્ટર ભગવાનનું બીજુ રૂપ હોય છે. તે મરતા માણસને પણ નવી જિંદગી આવે છે. આવો કમાલ ડોક્ટરોએ કરી દીધો છે. દુનિયામાં પ્રથમવાર થયું કે કોઈ વ્યક્તિના બંને હાથ ટ્રાન્સપ્લાન્ટ થયા છે. આવો આ અનોખી સર્જરી વિશે જાણીએ.   

Jul 24, 2021, 09:00 PM IST
1/7

ડોક્ટરોએ આપ્યુ જીવનદાન

ડોક્ટરોએ આપ્યુ જીવનદાન

આઇસલેન્ડના Kópavogur Town માં રહેનાર 48 વર્ષીય ફેલિક્સ ગ્રેટર્સન (Felix Gretarsson) ની સર્જરી કરી ડોક્ટરોએ તેને જીવનદાન આપ્યું છે. ફેલિક્સને એક વ્યક્તિએ પોતાના બંને હાથ ડોનેટ કર્યા. દુનિયાની આ પ્રથમ ઘટના છે, જેમાં વ્યક્તિના બંને હાથ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. 

 

2/7

દુર્ઘટનામાં ગુમાવ્યા બંને હાથ

દુર્ઘટનામાં ગુમાવ્યા બંને હાથ

The Straits Times ના એક રિપોર્ટ પ્રમાણે 12 જાન્યુઆરી 1998ના ફેલિક્સની સાથે એક દુર્ઘટના થઈ. ફેલિક્સ લાઇટનું કામ કરી રહ્યો હતો ત્યારે જોરદાર કરંટ લાગ્યો, જેમાં તેના બંને હાથ દાઝી ગયા હતા.

 

3/7

3 મહિના કોમામાં રહ્યો

3 મહિના કોમામાં રહ્યો

કરંટ લાગ્યા બાદ ત્રણ મહિના સુધી ફેલિક્સ કોમામાં રહ્યો. ડોક્ટરોએ 54 ઓપરેશન કરી ફેલિક્સના બંને સળગી ગયેલા હાથોને દૂર કર્યા. તેનું લીવર ટ્રાન્સપ્લાન્ટ પણ કરવામાં આવ્યું. કોમામાંથી બહાર આવ્યા બાદ પોતાની સ્થિતિ જોઈ ફેલિક્સને ઝટકો લાગ્યો હતો.   

4/7

આ રીતે બદલાય ફેલિક્સની જિંદગી

આ રીતે બદલાય ફેલિક્સની જિંદગી

વર્ષ 2007માં ફેલિક્સે ટીવી પર એક જાહેરાત જોઈ, જેમાં યુનિવર્સિટી ઓપ આઇસલેન્ડના પ્રોફેસર  Dr Jean-Michel Dubernard નો લેક્ચર ચાલી રહ્યો હતો. પ્રોફેસર પ્રથમવાર 1998માં હાથ ટ્રાન્સપ્લાન્ટ કરવાને લઈને ચર્ચામાં આવ્યા હતા. ફેલિક્સે તેમને પોતાના હાથ ટ્રાન્સપ્લાન્ટને લઈને વાતચીત કરી. 

5/7

સર્જરી માટે ભેગુ કર્યું ફંડ

સર્જરી માટે ભેગુ કર્યું ફંડ

ફેલિક્સે પોતાની સર્જરી માટે કેમ્પેન ચલાવી ફંડ ભેગું કર્યું હતું. દુર્ઘટનાના 23 વર્ષ બાદ જાન્યુઆરી 2021માં તેનું ઓપરેશન સફળ થયું. Dr Jean-Michel Dubernard અને તેમની ટીમે 15 કલાકની સર્જરી બાદ ફેલિક્સના બંને હાથ ટ્રાન્સપ્લાન્ટ કર્યા. સાથે તેનો ખભો ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યો હતો.   

6/7

સર્જરી બાદ ફેલિક્સનું રિએક્શન

સર્જરી બાદ ફેલિક્સનું રિએક્શન

માર્ચમાં તેને રિહેબિલિટેશન સેન્ટર મોકલવામાં આવ્યો હતો. ફેલિક્સ કહે છે કે હવે સારૂ છે. તે પોતાની કોણીને પાણીમાં મૂવ કરી શકે છે.

 

 

7/7

ડોક્ટરો શું બોલ્યા

ડોક્ટરો શું બોલ્યા

ડોક્ટરોનું કહેવું છે કે ડાબા હાથની કામ કરવાની સંભાવના જમણા હાથની તુલનામાં સારી હતી, જે માટે આખો ખભો ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યો. ડોક્ટરોએ કહ્યું કે, આ હાથની સાથે ફેલિક્સે આગળ જીવન જીવવા માટે બધુ ફરી શીખવુ પડશે. તેમણે કહ્યું કે, અમે જીવનભર તેનો સાથ આપીશું.