6000 કિમી લાંબી નદી, 9 દેશોમાંથી થાય છે પસાર, છતાં આજદિન સુધી કેમ કોઈ નથી બનાવી શક્યું બ્રિજ ?
Amazon River : વિશ્વની બીજી સૌથી મોટી નદી એમેઝોનમાં અનેક પ્રકારના જીવો જોવા મળે છે. આ નદી ઘણા દેશોમાંથી પસાર થાય છે, તેમ છતાં આજ સુધી આ નદી પર કોઈ પુલ બનાવવામાં આવ્યો નથી. આ પાછળનું કારણ શું છે ? તેના વિશે આ લેખમાં જાણીશું.
એમેઝોન નદી વિશ્વની સૌથી મોટી માછલી ડોલ્ફિન પ્રજાતિનું ઘર છે. આ નદીમાં મોટોપાયે ડોલ્ફિન જોવા મળે છે. એમેઝોન નદી પેરુ, કોલંબિયા, એક્વાડોર અને બ્રાઝિલ જેવા 9 દેશોમાંથી પસાર થાય છે.
એમેઝોન નદી દક્ષિણ અમેરિકાના આશરે 40 ટકા વિસ્તારને આવરી લે છે. આ નદીના તટપ્રદેશમાં 3 કરોડથી વધુ લોકો રહે છે. આવી સ્થિતિમાં, આશ્ચર્યની વાત એ છે કે અહીં આજ સુધી એક પણ પુલ બનાવવામાં આવ્યો નથી.
સ્વિસ ફેડરલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (ETH) ઝ્યુરિચ ખાતે સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગના અધ્યક્ષ વોલ્ટર કૌફમેને નદીમાં પુલની ગેરહાજરી અંગે 'લાઇવ સાયન્સ' સાથે વાત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે એમેઝોન નદીમાં પુલની બિલકુલ જરૂર નથી.
કૌફમેનના જણાવ્યા મુજબ, એમેઝોન નદી જ્યાં મોટાભાગે વહે છે તે વિસ્તારમાં બહુ ઓછી વસ્તી છે. આવી સ્થિતિમાં કોઈ પણ પુલને જોડવા માટે બહુ ઓછા મોટા રસ્તાઓ છે. આ ઉપરાંત નદી કિનારે આવેલા નગરો અને શહેરોમાં લોકો અને માલસામાનને લઈ જવા માટે પૂરતી બોટ અને ફેરી છે, તેથી અહીં પુલ બનાવવાની ખાસ જરૂર નથી.
કોફમેને કહ્યું કે એમેઝોનમાં બ્રિજ બનાવવામાં કેટલીક ટેકનિકલ અને લોજિસ્ટિકલ મુશ્કેલીઓ છે. તેમના મતે આ નદી પુલ બનાવવા માટે યોગ્ય નથી. તેની જમીન ખૂબ જ નરમ છે અને અહીં ખૂબ જ સ્વેમ્પ છે. આવી સ્થિતિમાં પુલને ઊંડા પાયાની જરૂર પડશે, જેમાં ઘણું રોકાણ કરવું પડે છે.
હવામાનમાં વારંવાર ફેરફાર અને પાણીની ઉંડાઈમાં વારંવાર તફાવતને કારણે અહીં પુલ બનાવવામાં મુશ્કેલી પડી શકે છે. કોફમેનના મતે નદીનું જળસ્તર આખા વર્ષ દરમિયાન સતત વધતું અને ઘટતું રહે છે. આવી સ્થિતિમાં અહીં પુલ બનાવવો વધુ મુશ્કેલ છે.
Trending Photos