WPLના ઈતિહાસનો સૌથી મોટો રનચેન્જ: ગુજરાતી છોરીયોએ 200 રન ફટકાર્યા પણ જાણો કોણ જીતી ગયું

WPL 2025ની શરૂઆતની મેચ RCB અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે ધમાકેદાર રહી. 14 ફેબ્રુઆરીના રોજ વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે યોજાયેલી આ મેચમાં RCBએ ગુજરાતને છ વિકેટથી હરાવ્યું. આ મેચમાં એવા ઘણા રેકોર્ડ બન્યા, જે WPL ઇતિહાસમાં પહેલીવાર બન્યા છે. આ લેખમાં આ તમામ રેકોર્ડ વિશે જાણીશું. 

1/5
image

WPL 2025 1st Match : મહિલા પ્રીમિયર લીગ (WPL) 2025ની શરૂઆતની મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને ગુજરાત જાયન્ટ્સ (GG) વચ્ચે ધમાકેદાર રહી. 14 ફેબ્રુઆરીના રોજ વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે યોજાયેલી આ મેચમાં RCBએ ગુજરાતને છ વિકેટથી હરાવ્યું.  

2/5
image

RCBનો આ વિજય ઘણી રીતે રેકોર્ડ બ્રેકિંગ હતો. તેને જીતવા માટે 202 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, જે તેણે 9 બોલ બાકી રહેતાં હાંસલ કરી લીધો. WPLના ઇતિહાસમાં પહેલીવાર કોઈ ટીમે 200 થી વધુના લક્ષ્યનો પીછો કર્યો. 

3/5
image

આ મેચમાં એવા ઘણા રેકોર્ડ બન્યા, જે WPL ઇતિહાસમાં પહેલીવાર બન્યા છે. રેકોર્ડ વિશે વાત કરીએ તો, સૌથી મોટો રેકોર્ડ 200+ રનચેન્જ ઉપરાંત WPLની એક મેચમાં પહેલીવાર 400 કરતાં વધુ રન બન્યા હતા. 

4/5
image

આ ઉપરાંત એક ઈનિંગ્સમાં સૌથી વધુ સિક્સ ફટકારવાના રેકોર્ડની પણ બરાબરી થઈ છે. એશ્લે ગાર્ડનરે બેંગ્લોર સામે 8 સિક્સ ફટકારીને સોફિ ડિવાઈનના રેકોર્ડની બરાબરી કરી છે. 

5/5
image

આ સિવાય ત્રીજા નંબરની બેસ્ટ રનરેટ સાથે 50+ રનની ભાગીદારી પણ આ મેચમાં થઈ છે. કનિકા અહુજા અને રૂચા ઘાષે 15.08ની રન રેટથી 37 બોલમાં 93 રન ફટકાર્યા હતા.