કોરોના કોલર ટ્યૂનથી કંટાળ્યા છો? બંધ કરવા માટે BSNL, Airtel, Jio અને Vi ગ્રાહકો આ રીત અજમાવો

આજે અમે તમને જણાવીએ કે આ કોલર ટ્યૂનને બંધ કરવાની સરળ રીત (How to Stop Corona Caller Tune) કઈ છે. 

નવી દિલ્હી: છેલ્લા કેટલાક મહિનાથી તમે રોજેરોજ અમિતાભ બચ્ચનના અવાજમાં કોરોના વાયરસ રોકથામની કોલર ટ્યૂન(Corona Caller Tune) સાંભળી રહ્યા છો. ક્યારેક ક્યારેક આવી સૂચનાઓ સાંભળવામાં કોઈ સમસ્યા ન નડે પરંતુ દરરોજ, દરેક કોલ પર આવો સંદેશો સાંભળીને હેરાનગતિ થતી હોય છે. આજે અમે તમને જણાવીએ કે આ કોલર ટ્યૂનને બંધ કરવાની સરળ રીત (How to Stop Corona Caller Tune) કઈ છે. 

BSNL ગ્રાહકો આ રીતે બંધ કરી શકે છે કોલર ટ્યૂન

1/5
image

સરકારી ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ(BSNL) ના પ્રીપેડ અને પોસ્ટપેડ ગ્રાહકો  પોતાના મોબાઈલ પર આ કોરોના વાયરસ સંદેશને સરળતાથી બંધ કરી શકે છે. આ માટે તમારે મોબાઈલથી UNSUB મેસેજ લખીને 56700 અથવા તો 56799 પર મોકલવાનો રહેશે. 

Airtel માં પણ આ મેસેજ બંધ કરવાનું શક્ય

2/5
image

એરટેલ ગ્રાહકો પણ આ સંદેશને બંધ કરી શકે છે. આ માટે તમારે Airtel નંબર  *646*224# ડાયલ કરવાનો રહેશે. ત્યારબાદ 1 બટન પ્રેસ કરો અથવા કોલ લાગતાની સાથે જ કોરોના ટ્યૂન સંભળાય તો વાર કર્યા વગર * કે 1 દબાવો, સંદેશ બંધ થઈ જશે. 

Jio ગ્રાહકો માટે કોલર ટ્યૂન બંધ કરવાની રીત

3/5
image

જિયો ગ્રાહકો પોતાના મોબાઈલ ફોનથી STOP લખીને 155223 પર મોકલી શકે છે. ત્યારબાદ કોરોના કોલર ટ્યૂન સંભળાતી બંધ થઈ જશે. જિયો ગ્રાહકો પણ એરટેલની જેમ જ સંદેશ સંભળાય કે તરક * કે 1 દબાવીને તેને બંધ કરી શકે છે. 

Vi ગ્રાહકો આ રીતે બંધ કરે કોરોના કોલર ટ્યૂન

4/5
image

વોડાફોન-આઈડિયા (Vi) ગ્રાહકો પોતાના મોબાઈલ ફોનથી CANCT  લખીને 144 પર મોકલી શકે છે. આ ઉપરાંત કોરોના ટ્યૂન સંભળાય કે તરત * કે 1 લખીને પણ બંધ કરી શકાય છે. 

સોશિયલ મીડિયા પર આ કોલર ટ્યૂનને લઈને થઈ રહી છે પરેશાની

5/5
image

વાત જાણે એમ છે કે મોટાભાગના મોબાઈલ યૂઝર્સ છેલ્લા કેટલાક સમયથી કોરોના વયારસની આ કોલર ટ્યૂનથી ખુબ પરેશાન છે. લોકો પોતાનો ગુસ્સો સોશિયલ મીડિયા પર ઠાલવતા જોવા મળે છે. જો કે સરકારે તેને બંધ કરવા અંગે કોઈ જાહેરાત કરી નથી.