ધનશ્રી વર્માએ એવું તે શું કર્યું કે યુઝવેન્દ્ર ચહલને લેવા પડ્યા છૂટાછેડા, સાચું કારણ આવ્યું સામે !

Chahal-Dhanashree Divorce : ચહલ-ધનશ્રીના છૂટાછેડા થઈ ગયા છે, પરંતુ તેની પાછળનું સાચું કારણ શું હતું તે અંગે કોઈને ખબર પડી નહોતી ? હવે એક નવો રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં બંને વચ્ચેના સંબંધો ખતમ થવાનું સાચું કારણ સામે આવ્યું છે. ત્યારે આ લેખમાં જાણીશું કે એવું તો શું થયું કે બંને અલગ થયા. 

1/5
image

ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને કોરિયોગ્રાફર ધનશ્રી વર્માએ ડિસેમ્બર 2020માં ગુડગાંવમાં લગ્ન કર્યા હતા. પરંતુ થોડા મહિના પછી, બંનેએ અલગ રહેવાનું શરૂ કર્યું, જેના કારણે તેમના છૂટાછેડાની અફવાઓ ફેલાવા લાગી. 5 વર્ષ પછી, માર્ચ 2025માં બંનેએ સત્તાવાર રીતે છૂટાછેડા લીધા હતા. 

2/5
image

હવે એક જાણીતા પત્રકારે આ કપલના અલગ થવા પાછળનું કારણ જાહેર કર્યું છે. યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના ચાહકો ત્યારે ચોંકી ગયા જ્યારે તેમના છૂટાછેડાના સમાચાર પહેલીવાર હેડલાઇન્સમાં આવ્યા. વરિષ્ઠ પત્રકાર વિકી લાલવાણીએ કપલના અલગ થવાના સાચા કારણ વિશે જણાવ્યું છે.

3/5
image

લાલવાણીએ તેમના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટમાં લખ્યું છે કે, લગ્ન પછી યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા હરિયાણામાં રહેવા લાગ્યા હતા. લગ્નના થોડા દિવસો પછી ધનશ્રીએ મુંબઈ શિફ્ટ થવાની ઈચ્છા વ્યક્ત કરી, પરંતુ ચહલ રાજી ન થયો. ચહલ ઈચ્છતો હતો કે તેની પત્ની તેના માતા-પિતા સાથે હરિયાણામાં રહે.

4/5
image

લગ્ન બાદ કપલ ચહલના માતા-પિતા સાથે હરિયાણામાં રહેવા ગયા હતા અને જરૂર પડ્યે જ મુંબઈ આવતા હતા. આ મુંબઈ-હરિયાણાએ બંને વચ્ચે મતભેદો સર્જ્યા અને તેમના લગ્ન તૂટી ગયા. હકીકતમાં યુઝવેન્દ્ર તેના માતા-પિતા સાથે રહેવા માંગતો હતો, જ્યારે ધનશ્રી મુંબઈમાં રહેવા માંગતી હતી.

5/5
image

જો કે, આ દાવાની પુષ્ટિ ચહલ-ધનશ્રી કે તેમના પરિવારે કરી નથી. તેમના છૂટાછેડાનું સત્તાવાર નિવેદન ફક્ત એટલું જ કહે છે કે તેઓએ પરસ્પર અલગ થવાનો નિર્ણય લીધો છે.