)
Extra Marital Affair: લગ્ન પવિત્ર સંબંધ હોય છે બે લોકો લગ્નના બંધનમાં બંધાય છે પછી તેઓ એકબીજા પ્રત્યે વફાદાર રહેવાનું વચન આપે છે અને એકબીજાને પ્રેમથી સાચવે છે. લગ્નમાં પ્રેમની સાથે વિશ્વાસ પણ જરૂરી છે. કપલ એકબીજાને આશ્વાસન પણ આપે છે કે તે એકબીજાને ક્યારેય દગો નહીં કરે. પરંતુ તેમ છતાં એવા ઘણા કિસ્સા બનતા હોય છે જેમાં પતિ કે પત્ની એક્સ્ટ્રા મેરિટલ અફેર કરી પોતાના પાર્ટનરને દગો કરતા હોય. એવા અનેક લોકો હોય છે જે વ્યવહારિક હોવા છતાં પણ લગ્ન બહાર કોઈ સાથે સંબંધ રાખતા હોય.
એક્સ્ટ્રા મેરિટલ ઓફિસર પાછળ લોકો પોતાના અલગ અલગ કારણ આપતા હોય છે. ઘણા ઘરમાં ઘરેલુ હિંસા વાતચીતની ખામી ધ્યાન ન આપવું એ કરતા બાળકોની જવાબદારી શારીરિક અસંતૃષ્ટિ અને ભાવનાત્મક સંબંધની ખામીના કારણે પણ પાર્ટનર એક્સ્ટ્રા મેરિટલ અફેરમાં ફસાઈ જતા હોય છે. આ સિવાય જો વ્યક્તિના લગ્ન ગમતા પાત્ર સાથે ન થયા હોય તો પણ એક્સ્ટ્રા મેરિટલ અફેર થવાની સંભાવના વધી જાય છે.
અફેરના કારણે લોકોના ઘર બરબાદ થઈ જાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે એક્સ્ટ્રા મેટર અફેર શરૂ ક્યાંથી થાય છે ? લગ્નજીવન થી અસંતૃષ્ઠ વ્યક્તિને એવી પરિસ્થિતિ ક્યાં મળે છે જેના કારણે તે અન્ય સાથે રિલેશનમાં આવી જાય છે. ? આજે તમને એવી જગ્યાઓ વિશે જણાવીએ જ્યાંથી બે વ્યક્તિ વચ્ચે એક્સ્ટ્રા મેરિટલ અફેર થવાની શરૂઆત સૌથી વધુ થતી હોય છે.
ઓફિસ
એક્સ્ટ્રા મેરિટલ અફેર શરૂ થવાના ચાન્સ સૌથી વધુ ઓફિસમાં હોય છે. તેની પાછળનું સૌથી મોટું કારણ એ હોય છે કે ઓફિસ એવી જગ્યા છે જ્યાં અલગ અલગ પ્રકારના લોકો કલાકો સુધી એકબીજાની સાથે રહે છે. આ સમય દરમિયાન તેમને મોકો મળી જાય છે એકબીજા સાથે વાત કરવાનો અને લાગણીઓ શેર કરવાનો.
વર્કઆઉટ
ઓફિસ પછી જીમ એવી જગ્યા ગણાય છે જ્યાંથી એક્સ્ટ્રા મેડિકલ અસર શરૂ થવાની સંભાવના વધુ છે. જોકે જીમમાં એક્સ્ટ્રા મેરિટલ અફેર ની બાબતમાં મહિલાઓ પુરુષો કરતાં આગળ છે. જેમ પણ એવી જગ્યા છે જ્યાં મહિલાઓ અને પુરુષો એકબીજાની નજીક આવતા હોય છે. ટ્રેનિંગ દરમિયાન ઘણી વખત તેઓ એકબીજાની સાથે ભાવનાત્મક કનેક્શન અનુભવવા લાગે છે.
સોશિયલ મીડિયા
શરૂ થવાની શક્યતા હોય તેવી ત્રીજી જગ્યા છે સોશિયલ મીડિયા. અનેક લોકો એવા હોય છે જે પોતાના પાર્ટનરને સોશિયલ મીડિયાના માધ્યમથી મળે છે. ઘણી વખત તો લગ્ન પછી પોતાના એક્સનો સંપર્ક પણ સોશિયલ મીડિયાના માધ્યમથી થતો હોય છે. બંને પોતાના જૂના દિવસોને યાદ કરતા કરતા ફરીથી નજીક આવી જાય છે અને અફેરની શરૂઆત થઈ જાય છે.
પાર્ટી
સાંભળવામાં વિચિત્ર લાગશે પરંતુ એક્સ્ટ્રા મેરિટલ ઓફર શરૂ થવાની ચોથી જગ્યા પાર્ટી હોય છે. પરિવારના કાર્યક્રમો દરમિયાન પણ લોકો વચ્ચે ઓફર શરૂ થઈ જતા હોય છે. ફેમિલી પાર્ટી કે કાર્યક્રમમાં દરમિયાન વારંવાર મળવાનું થાય તો લોકો એકબીજાના પ્રેમમાં પડી જાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)