Parenting Tips: પેરેન્ટ એ બાળકોના મિત્ર બનવાની જરૂર નથી ! અભિષેક બચ્ચન એ આપી પેરેન્ટિંગ ટિપ્સ
Abhishek Bachchan's Parenting Tips: બાળકો અને માતા-પિતા વચ્ચે મિત્રતાનો સંબંધ હોવો જોઈએ જેથી બાળક ખુલીને પોતાના માતાપિતા સાથે બધું શેર કરી શકે. આવું બધા માને છે પરંતુ અભિષેક બચ્ચનનું માનવું છે કે બાળકો સાથે મિત્રતા કરવી જરૂરી નથી. આવું શા માટે ચાલો જાણીએ.
Trending Photos
Abhishek Bachchan's Parenting Tips: બોલીવુડ એક્ટર અભિષેક બચ્ચન 13 વર્ષની દીકરીના પિતા છે. અભિષેક બચ્ચન અને આરાધ્યા બચ્ચન એકબીજાની ખૂબ જ નજીક છે. માતાપિતાના સંતાનો સાથેના સંબંધ વિશે અભિષેક બચ્ચનનું માનવું છે કે પેરેન્ટ્સે બાળકો સાથે મિત્રતા કરવાના પ્રયત્નો કરવા નહીં. આવું એટલા માટે કે બાળકના મિત્ર બનવા કરતાં વધારે મહત્વની હોય છે માતાપિતા તરીકેની જવાબદારી.
અભિષેક બચ્ચન એ તેની ફિલ્મ બી હૈપ્પીના પ્રમોશન દરમિયાન પેરેટિંગના અનુભવો વિશે વાત કરી હતી. તેણે પોતાના અનુભવ પરથી કહ્યું હતું કે બાળકો સાથે એક ઉચિત મર્યાદા જાળવી રાખવી મહત્વની હોય છે. મોટાભાગે તો બાળકોના મિત્ર બનો તેવી જ સલાહ આપવામાં આવે છે.
અભિષેક બચ્ચને આ અંગે વિસ્તારપૂર્વક વાત કરતા જણાવ્યું હતું કે પોતાના બાળકો સાથે મિત્રતાભર્યું વર્તન કરવું જરૂરી છે પરંતુ તેના મિત્ર જ બની જાવ એવું ન થવું જોઈએ. તમે તેના માતાપિતા છો, મિત્ર નહીં. બાળકને માતાપિતા પાસેથી માર્ગદર્શન, સુરક્ષા, આરામ અને પ્રેમ મળવો જોઈએ. બાળક સાથે સારા સંબંધ હોય તે જરૂરી છે. પરંતુ માતાપિતા તરીકેની જવાબદાર મિત્ર બનવા કરતાં વધારે મોટી અને મહત્વની હોય છે.
અભિષેક બચ્ચને પોતાના પિતા અને બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન સાથે પોતાના સંબંધ વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે અમિતાભ બચ્ચન અને તેમની વચ્ચે મિત્રતાભર્યો સંબંધ છે પરંતુ તેમની વચ્ચે એક સીમા પણ છે. તે ક્યારેય તેના પિતા સાથે એવી રીતે વાત કરતો નથી કે પિતા તરીકે તેઓ અસહજ અનુભવ કરે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે