Relationship Tips: બ્રેકઅપ કે ડિવોર્સ પછી યુવતીઓ દુ:ખી દેખાવાને બદલે વધારે સુંદર શા માટે દેખાતી હોય ? જાણો યુવતીઓનું હીલિંગ સીક્રેટ
Relationship Tips: શું તમે નોટિસ કર્યું છે કે જ્યારે યુવતીઓનું દિલ તુટે છે તો દુ:ખી તો થાય છે પરંતુ તેની સાથે તે વધારે સુંદર દેખાવા લાગે છે? આ કોઈ જાદુ નથી પરંતુ તે યુવતીઓનું હીલિંગ સીક્રેટ છે. જેને રિવેંજ ડ્રેસિંગ પણ કહેવામાં આવે છે. તો ચાલો જાણીએ કે યુવતીઓ બ્રેકઅપના દુ:ખમાંથી બહાર આવવા એવું શું કરે છે જે તેને વધારે સુંદર બનાવે છે.
Trending Photos
)
Relationship Tips: કપલનું જ્યારે બ્રેકઅપ થઈ જાય કે પછી ડિવોર્સ થાય તો યુવક અને યુવતી બંને પોતાની રીતે બ્રેકઅપ હિલિંગ કરતા હોય છે. એટલે કે બ્રેકઅપ કે ડિવોર્સના દુઃખમાંથી બહાર આવવા માટે પ્રયત્ન કરતા હોય છે. જોકે મોટાભાગે એવું જોવા મળે છે કે બ્રેકઅપ થાય પછી યુવતીઓ પહેલા કરતા વધારે સુંદર દેખાવા લાગે છે. બ્રેકઅપ પછી દુઃખી દેખાવાને બદલે યુવતીઓ નવી હેર કટ, નવા ડ્રેસ અને પહેલા કરતાં વધારે આત્મવિશ્વાસથી ભરપૂર દેખાવા લાગે છે. આ કોઈ જાદુ નથી. અને એવું પણ હોતું નથી કે બ્રેકઅપ કે ડિવોર્સ પછી યુવતીઓને દુઃખ થયું ન હોય. આ પ્રોસેસને રિવેન્જ ડ્રેસિંગ સાયકોલોજી કહેવામાં આવે છે. જે બ્રેકઅપના દુઃખમાંથી બહાર આવવાની હીલિંગ પ્રોસેસ છે. જેમાં વ્યક્તિ બ્રેકઅપના દુઃખમાંથી બહાર આવવા માટે પોતાના ફેવરેટ કપડાં પહેરે છે, પોતાને ગમતી હેર સ્ટાઇલ કરાવે છે. જેની અસર તેના દેખાવ અને વિચાર પર થાય છે.
બ્રેકઅપ પછી સૌથી વધુ અસર વ્યક્તિના કોન્ફિડન્સ પર પડે છે. આવા સમયે યુવતીઓ કપડા અને સ્ટાઈલમાં ફેરફાર કરે તે કંટ્રોલ મેકેનિઝમની જેમ કામ કરે છે. આપણા કપડાની અસર આપણા મગજ અને વર્તન પર પણ પડે. દાખલા તરીકે બ્રેકઅપ પછી જ્યારે કોઈ વ્યક્તિ રિવેન્જ ડ્રેસીંગ એટલે કે દુઃખી દેખાવાને બદલે વધારે સ્ટાઇલિશ કપડાં પહેરવા લાગે છે તો તેના કારણે તેનું મગજમાંથી વિક્ટીમ મોડમાંથી બહાર આવી પાવર મોડમાં એક્ટિવ થઈ જાય છે. જેના કારણે તે વધારે આત્મવિશ્વાસ અનુભવે છે આકર્ષક દેખાય છે અને મજબૂત અનુભવ કરે છે. તેનો મતલબ છે કે તે પોતાની જાતને બહારથી સારી દેખાડીને પોતાનો અંદરનો કોન્ફિડન્સ અને ખુશી અનુભવ કરે છે. આ રીતે તે પોતાના દુઃખમાંથી બહાર આવે છે.
રિવેન્જ ડ્રેસિંગનો કોન્સેપ્ટ નવો નથી 1994 માં પ્રિન્સેસ ડાયના એ આ રીત અપનાવી હતી. પ્રિન્સેસ ડાયનાનો લુક જોયા પછી દુનિયા ચોંકી ગઈ હતી. પ્રિન્સેસ ડાયનાના પતિ પ્રિંસ ચાર્લ્સે એક ટીવી ઇન્ટરવ્યૂમાં પોતાના અફેરની વાતનો સ્વીકાર કર્યો હતો અને તે રાત્રે જ પ્રિન્સેસ ડાયનાએ ઓફ સોલ્ડર બ્લેક ડ્રેસ પહેરી હતી. પતિએ અફેરની વાત જાહેરમાં સ્વીકારી તે વાતનું દુઃખ હોવા છતાં તે બોલ્ડ ડ્રેસમાં આત્મવિશ્વાસથી ભરપૂર અને મજબૂત દેખાઈ હતી. ત્યાર પછી પ્રિન્સેસ ડાયનાના આઇકોનિક ડ્રેસને રિવેન્જ ડ્રેસ કહેવામાં આવ્યો.
રિવેન્જ ડ્રેસીંગ કેવી રીતે મદદ કરે
- ડ્રેસિંગ પાછળ સાયન્ટિફિક કારણ હોય છે. કોઈ ડ્રેસિંગમાં જ્યારે તમે સારા લાગો છો તો તમે અનુભવ કરો છો કે કોઈ એક સંબંધ પૂરો થઈ જાય તેનો મતલબ એવો નથી કે તમારી વેલ્યુ ઓછી થઈ ગઈ. ડ્રેસિંગ આત્મવિશ્વાસ બુસ્ટ કરે છે.
- રિસર્ચ અનુસાર જ્યારે વ્યક્તિ નવી હેર કટ, નવી સ્ટાઈલ અપનાવે છે તો તે જૂની દુઃખદ યાદોને છોડીને પોતાના મેક ઓવર પર ફોકસ કરે છે જેના કારણે તે દુઃખી થવાને બદલે આત્મવિશ્વાસ વધારે અનુભવ કરે છે.
- ઘણા લોકો માટે રિવેન્જ ડ્રેસીંગ સેલ્ફ લવને અનુભવ કરવાની રીત પણ છે. નવા કપડા, નવી સ્ટાઇલના માધ્યમથી તે પોતાની મેન્ટલ કન્ડિશનને બદલે છે અને નવા અનુભવ સાથે દુનિયાની સામે આવે છે. ડ્રેસિંગ તેને બ્રેકઅપના દુઃખમાંથી બહાર આવવામાં મદદ કરે છે.
- જ્યારે વ્યક્તિ પોતાની પસંદના કપડાં પહેરે છે અને પોતાના લુક પર ધ્યાન આપે છે ત્યારે શરીરમાં ડોપામાઈન એટલે કે હેપી હોર્મોન રિલીઝ થાય છે અને કોર્ટિસોલ જે સ્ટ્રેસ હોર્મોન છે તેનું લેવલ ઘટે છે. ડ્રેસિંગ બ્રેકઅપ પછી હેપી હોર્મોન રિલીઝ કરવામાં મદદ કરે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














