)
Chanakya Niti: આચાર્ય ચાણક્યની નીતિઓ આજે પણ લોકોને યોગ્ય દિશા દેખાડવાનું કામ કરે છે. આચાર્ય ચાણક્ય એ પોતાની નીતિઓમાં મહિલાઓના કેટલાક ગુણનો ઉલ્લેખ કર્યો છે. અને કહેવામાં આવ્યું છે કે જે સ્ત્રીમાં આવા ગુણ હોય તેનો પતિ દુનિયાનો સૌથી ભાગ્યશાળી પુરુષ હોય છે. આચાર્ય ચાણક્ય કહે છે કે જો કોઈ પત્ની પોતાના પતિને ખુશ રાખવા માંગતી હોય તો તેની અંદર આ ત્રણ ગુણ હોવા જોઈએ.. આ ત્રણ ગુણ કે તેની આદતો ધરાવતી પત્ની ઘરમાં સુખ, શાંતિ વધારે છે, સમૃદ્ધિ વધારે છે અને પતિને પણ ખુશ રાખે છે.
વિનમ્ર સ્વભાવ
આચાર્ય ચાણક્ય અનુસાર જે મહિલાનો સ્વભાવ વિનમ્ર અને દયાવાન હોય તે સ્ત્રી પોતાના પરિવારને જોડીને રાખવા માટે સક્ષમ હોય છે. જો કોઈની પત્નીમાં આ ગુણ હોય તો તે ભાગ્યશાળી પુરુષ ગણાય છે. આવી સ્ત્રીને સમાજમાં પણ સન્માન મળે છે અને તેનું વૈવાહિક જીવન પણ ખુશહાલ રહે છે. જે મહિલાના સ્વભાવ આવો હોય તેના ઘરમાં સકારાત્મક વાતાવરણ રહે છે અને પતિ પણ હંમેશા ખુશ રહે છે.
ધર્મનું પાલન કરનાર
ચાણક્ય નીતિ અનુસાર એક સ્ત્રીએ પોતાના ધર્મનું પાલન હંમેશા કરવું જોઈએ. તેણે ઘરના નીતિ નિયમને સમજીને તે અનુસાર ઘર ચલાવું જોઈએ. જો ઘરમાં સ્ત્રી ધર્મનું પાલન કરે અને નીતિ નિયમ અનુસાર ચાલે તો ઘરમાં બધા જ લોકો ખુશ રહે છે. જે સ્ત્રી ધર્મનું પાલન કરે તે પોતાના પતિને પણ ખુશ રાખે છે. ધર્મ પરાયણ સ્ત્રી પરિવારને હંમેશા એકજૂટ કરીને રાખે છે.
બચત કરનાર
આચાર્ય ચાણક્ય અનુસાર બચત કરનાર સ્ત્રી ઘરને સમૃદ્ધ બનાવે છે. જે સ્ત્રીને બચત કરતા આવડતું હોય તે બેકાર અને નકામી વસ્તુઓ પર પૈસા ખર્ચ કરતી. સ્ત્રી હંમેશા બચત કરે છે અને ઘર પરિવારના મુશ્કેલ સમયમાં તેની બચત જ કામ આવે છે. જે સ્ત્રીનો સ્વભાવ બચત કરનાર હોય તેનો પરિવાર ખરાબ સમયમાં ફસાતો નથી. બચતનો ગુણ ધરાવતી સ્ત્રીનો પતિ પણ હંમેશા ખુશ અને ચિંતા મુક્ત રહે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)