)
Chanakya Niti for Relationship: આચાર્ય ચાણક્યની નીતિઓ આજના સમયમાં પણ જીવનના દરેક ક્ષેત્રમાં દિશા દેખાડનાર છે. આચાર્ય ચાણક્ય એ પોતાને થયેલા અનુભવોના આધારે રાજનીતિ, સમાજ, જીવન અને સંબંધો માટે કેટલીક નીતિઓ બનાવી છે. આ નીતિઓ આજે પણ એટલી જ પ્રાસંગિક છે. આજે તમને સંબંધોને લઈને આવી જ એક નીતિ વિશે જણાવીએ.
ચાણક્ય નીતિ અનુસાર સંબંધોમાં આત્મસમ્માન જાળવવું જરૂરી છે. તેના માટે હંમેશા એક વાત યાદ રાખવી કે અપમાનનો બદલો વ્યાજ સહિત વાળવો. કારણ કે જ્યાં સુધી કોઈ વ્યક્તિ અપમાન સહન કરે છે ત્યાં સુધી લોકો અપમાન કરવાનું છોડતા નથી. જો તમે અપમાનનો બદલો લેશો તો લોકો અપમાન કરવાનું છોડી દેશે.
આચાર્ય ચાણક્ય અનુસાર જો કોઈ વ્યક્તિ તમારું અપમાન કરે અને તમે તેને ધ્યાનમાં નથી લેતા તો તે તમારી નબળાઈની નિશાની છે. આમ કરવાથી લોકો તમને નબળા સમજી વારંવાર અપમાન કરશે. તેથી અપમાન કરનારને બરાબર જવાબ આપવો જરૂરી છે.
આચાર્ય ચાણક્ય અનુસાર આત્મસમ્માન વ્યક્તિની સૌથી કીમતી મૂળી છે. કોઈ વ્યક્તિ ઊંચા પદ પર હોય તો પણ તમારું અપમાન ન કરી શકે. જો કે અપમાનનો બદલો આવેશ કે ક્રોધમાં વાળવો નહીં. અપમાનનો બદલો સમજીવિચારીને લેવો જોઈએ.
ચાણક્ય નીતિ અનુસાર કોઈ વ્યક્તિ તમને સંબંધમાં વધારે પડતું માન ન આપે તો ચાલે પણ અપમાન કરે તે ચલાવી લેવું નહીં. કોઈ વ્યક્તિ વારંવાર અપમાન કરે છે તો તેને યોગ્ય જવાબ આપવો જોઈએ. પોતાના સ્વાભિમાન રક્ષણ કેવી રીતે કરવું તે દરેક વ્યક્તિએ શીખવું જોઈએ.
આજના સમયમાં અંગત જીવન હોય કે ઓફિસ. ચુપ રહીને અપમાન સહન કરવું નહીં. પોતાની સાથે અન્યાય થાય તો તેના વિરુદ્ધ અવાજ ઉઠાવો અને યોગ્ય જવાબ આપવો જ સાચી બુદ્ધિમાની છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)