Commitment Issues: કમિટમેન્ટનું નામ આવે એટલે ગભરાવા લાગે યુવકો, જાણો શું છે તેની પાછળનું કારણ
Commitment Issues In Relationship: છોકરાઓ પ્રેમમાં પડે એટલે તુરંત પ્રપોઝ કરી દે છે પરંતુ વાત જ્યારે કમિટમેન્ટની આવે છે ત્યારે તેમના મનમાં અનેક પ્રશ્ન ઊભા થવા લાગે છે. જેના કારણે તેઓ કમિટમેન્ટથી ગભરાવા લાગે છે.
Trending Photos
)
Commitment Issues In Relationship: રિલેશનશિપની શરૂઆત હોય ત્યારે પ્રેમ વ્યક્ત કરવામાં અને પ્રપોઝ કરવામાં યુવકો વધારે સમય નથી લગાડતા. કોઈ યુવતી ગમી જાય અને તેની સાથે થોડો સમય પસાર થાય કે તુરંત જ તેને પ્રપોઝ કરી દેતા હોય છે. પરંતુ થોડા સમય પછી જ્યારે કમિટમેન્ટની વાત આવે છે તો યુવકો ગભરાઈ જતા હોય છે. તો ઘણી વખત કમિટમેન્ટ કર્યા પછી યુવકોને પસ્તાવો થતો હોય છે. આજે જાણીએ મોટાભાગના યુવકો કમિટમેન્ટ કરવાથી ડરતા શા માટે હોય છે ?
પર્સનલ સ્પેસ
યુવકોને લાગે છે કે કમિટમેન્ટ કર્યા પછી તેમની પર્સનલ સ્પેસ ખતમ થઈ જશે. તેઓ એવું માનતા હોય છે કે કમિટમેન્ટ કર્યા પછી કંઈ પણ કરતા પહેલા તેણે પોતાની પાર્ટનર સાથે વાત કરવી પડશે, તેની પરમિશન લેવી પડશે. આવા વિચારના કારણે યુવકો કમિટમેન્ટ આપવાથી ડરે છે.
આઝાદી
કેટલાક યુવકોને લાગે છે કે કમિટમેન્ટ આપ્યા પછી તેમની આઝાદી છિનવાઈ જશે. તેમના પર વધારાની જવાબદારી આવી જશે. ઘણાને લાગતું હોય છે કે તેઓ જવાબદારી ઉઠાવવા માટે તૈયાર નથી તેથી તેઓ કમિટમેન્ટ આપવાથી બચે છે.
કારકિર્દી
ઘણા યુવકો કારકિર્દીના કારણે પણ કમિટમેન્ટ આપવાનું ટાળે છે. તેમના માટે કરિયર સૌથી પહેલા હોય છે અને તેઓ કરિયરને લઈને સિરિયસ હોય છે અને તે દરમિયાન પોતાના પાર્ટનરને કમિટમેન્ટ આપવાનું ટાળે છે.
પ્રેમમાં દગો
જે યુવકને પ્રેમમાં દગો મળ્યો હોય તેવો બીજી વખત કમિટમેન્ટ આપતા પહેલા ડરે છે. તેમના મનમાં ડર હોય છે કે કમિટમેન્ટ આપ્યા પછી ફરીથી બ્રેકઅપ ન થઈ જાય. પ્રેમમાં દગો મળવાની વાતના કારણે યુવતીઓ પણ કમિટમેન્ટ થી ડરતી હોય છે.
મિત્રો દૂર થઈ જવા
કેટલાક યુવકોને લાગે છે કે કમિટેડ થયા પછી તેઓ પોતાના મિત્રથી દૂર થઈ જશે. તેને પોતાની ગર્લફ્રેન્ડ સાથે જ સમય પસાર કરવો પડશે. મિત્રોથી દૂર જવાના ડરના કારણે યુવકો કમિટેડ થવાથી ડરે છે. તેમને લાગે છે કે તે પોતાના મિત્રો સાથે સમય પસાર નહીં કરી શકે તેથી તેઓ કમિટેડ થવાથી ડરે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














