Responsibility: પરિવાર અને સામાજિક દબાણ અને જવાબદારી મહિલાઓમાં વધારે છે આ સમસ્યા
Responsibility On Women: ઘર, પરિવાર અને સંબંધોને સાચવવાની અને જાળવવાની જવાબદારી મહિલાઓ પર વધારે હોય છે. આ પ્રકારની જવાબદારી મહિલાઓ માટે સમસ્યા બની જાય છે.જેના કારણે તેમનું માનસિક સ્વાસ્થ્ય પ્રભાવિત થઈ જાય છે.
Trending Photos
Responsibility On Women: માનસિક સ્વાસ્થ્ય સારું રહે તે ખૂબ જ જરૂરી હોય છે. પુરુષ હોય કે મહિલા જો માનસિક સ્વાસ્થ્ય લાંબા સમય સુધી ખરાબ રહે તો તેની અસર શરીર પર પણ થવા લાગે છે. સરળ શબ્દોમાં કહીએ તો શારીરિક બીમારીઓનું કારણ માનસિક સ્વાસ્થ્ય ખરાબ હોવું પણ હોઈ શકે છે. લાંબા સમય સુધી માનસિક સ્થિતિ ખરાબ રહે તો શરીરનું સ્વાસ્થ્ય પણ ખરાબ થઈ જાય છે. માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ મહિલાઓને વધારે સતાવે છે. અલગ અલગ કારણોને લીધે મહિલાઓ પર મેન્ટલ પ્રેશર વધારે રહે છે.
મહિલાઓમાં માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પુરુષોની સરખામણીમાં વધારે હોય છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર પારિવારિક અને સામાજિક પ્રેશરના કારણે મહિલાઓનું સ્વાસ્થ્ય પ્રભાવિત થઈ શકે છે. આજે પણ આપણા દેશમાં અનેક જગ્યાઓ એવી છે જે મહિલાઓને પોતાના વિચાર વ્યક્ત કરવાની અને પોતાનું જીવન આઝાદીથી જીવવાની છૂટ નથી. આવી સ્થિતિમાં મહિલાઓનું માનસિક સ્વાસ્થ્ય સતત ખરાબ થતું રહે છે જેના કારણે મહિલાઓની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ વધી જતી હોય છે.
મહિલા ઉપર પારિવારિક અને સામાજિક જવાબદારીઓનું પ્રેશર સૌથી વધારે હોય છે. આ સ્થિતિમાં મહિલાઓના માનસિક સ્વાસ્થ્યની જવાબદારી પુરુષ સભ્યની પણ હોય છે. પરિવારના પુરુષ સભ્યોએ એ બાબતે જાગૃત થવું જરૂરી છે કે મહિલાઓ કોઈ પણ પ્રકારના દબાણ વિના જીવન જીવી શકે. જો મહિલાને પોતાના પતિ અને પરિવાર તરફથી સંપૂર્ણ સહયોગ મળે તો તે ખુલ્લા માહોલમાં પોતાની સમસ્યા શેર પણ કરી શકે છે અને તે આઝાદીથી જીવન જીવી પણ શકે છે. જો મહિલાઓને તેના વિચાર વ્યક્ત કરવાની છૂટ હોય અને જીવન જીવવાની આઝાદી હોય તો તેમનું માનસિક સ્વાસ્થ્ય પણ સુધરે છે અને તેઓ આત્મનિર્ભર બને છે.
આત્મનિર્ભર મહિલા શ્રેષ્ઠ સમાજ માટે ખૂબ જ જરૂરી છે. આજના સમયમાં પણ મહિલાઓ પર પારિવારિક અને સામાજિક જવાબદારીઓનું દબાણ વધારે હોય છે. આજ સ્થિતિમાં પુરુષોની જવાબદારી હોય છે કે તેઓ પરિવારમાં મહિલાઓ પર કોઈ પણ પ્રકારનું દબાણ ન રહે તે વાતનું ધ્યાન રાખે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે