ગુજરાતી ન્યૂઝRelationshipSperm Count: આ એક વસ્તુ ખાવાથી પુરૂષોમાં વધી શકે છે શુક્રાણુની સંખ્યા, તત્કાલ જોવા મળશે અસર

Sperm Count: આ એક વસ્તુ ખાવાથી પુરૂષોમાં વધી શકે છે શુક્રાણુની સંખ્યા, તત્કાલ જોવા મળશે અસર

સામાન્ય રીતે, પુરુષોના વીર્યમાં પ્રતિ મિલીલીટર શુક્રાણુઓની સંખ્યા 1.5 કરોડથી 3.9 કરોડ સુધીની હોય છે. પ્રતિ મિલીલીટર શુક્રાણુઓની સંખ્યા 1.5 કરોડથી ઓછી હોય તો તે ચિંતાનો વિષય બની શકે છે. તેની સારવાર જરૂરી છે.

Sperm Count: આ એક વસ્તુ ખાવાથી પુરૂષોમાં વધી શકે છે શુક્રાણુની સંખ્યા, તત્કાલ જોવા મળશે અસર

Sperm Count Increase Food:  દુનિયાભરના પુરૂષોના સ્પર્મ કાઉન્ટ ઝડપથી ઘટી રહ્યાં છે. એક રિપોર્ટ પ્રમાણે છેલ્લા 45 વર્ષમાં સ્પર્મ કાઉન્ટ અડધાથી ઓછા થઈ ગયા છે. તેની સૌથી વધુ અસર ભારતીય પુરૂષોમાં પણ જોવા મળી રહી છે. પુરુષોમાં શુક્રાણુઓની સંખ્યા ઓછી હોવી ચિંતાનો વિષય છે. આના કારણે પુરુષો વંધ્યત્વનો ભોગ બની શકે છે.

પુરૂષોમાં શુક્રાણુઓની સંખ્યા ઘટવાના ઘણા કારણો હોઈ શકે છે. ભોજન, પાણી અને હવા (વાયુ પ્રદૂષણ), દારૂ-સિગારેટ, મેદસ્વિતા, જેનેટિક, પ્રાઇવેટ પાર્ટમાં ઈન્ફેક્શન જેવા કારણોને લીધે સ્પર્મ કાઉન્ટ ઓછા થઈ શકે છે. આ એટલું ખતરનાક સાબિત થઈ શકે છે કે જો સમય પર સારવાર ન કરાવવામાં આવે તો આજીવન પસ્તાવાનો વારો આવી શકે છે.

Add Zee News as a Preferred Source

સ્પર્મ કાઉન્ટ વધારવા માટે ઘણા ઉપાય અજમાવી શકાય છે પરંતુ અહીં તમને એક એવી વસ્તુ વિશે જણાવી રહ્યાં છીએ, જે શુક્રાણુઓની સંખ્યા ઝડપથી વધારી શકે છે.

આ વસ્તુથી વધી શકે છે સ્પર્મ કાઉન્ટ
એક્સપર્ટનું કહેવું છે કે રસોડામાં રહેલું લસણ ભોજનનો સ્વાદ તો વધારે છે, પરંતુ સ્વાસ્થ્યને ઘણા લાભ પહોંચાડે છે. લસણ સ્પર્મ કાઉન્ટ વધારવામાં મદદગાર થઈ શકે છે. તેનું સેવન કરવાથી શુક્રાણુઓની સંખ્યા વધે છે અને ક્વોલિટી પણ સારી થાય છે.

લસણ શુક્રાણુઓની સંખ્યા વધારવામાં કેવી રીતે મદદ કરે છે
લસણમાં એલિસિન નામનું સંયોજન હોય છે, જે શુક્રાણુઓની સંખ્યા વધારવામાં ઘણી મદદ કરે છે. આ ઉપરાંત, લસણમાં સેલેનિયમ જોવા મળે છે જે શુક્રાણુઓની ગતિશીલતામાં સુધારો કરે છે. તમે લસણની એક કે બે કળી ચાવીને ખાઈ શકો છો. કાચું લસણ ખાવાથી વધુ ફાયદો થાય છે. તેને શાકભાજી અને અન્ય વસ્તુઓ સાથે પણ ખાઈ શકાય છે.

સ્પર્મ કાઉન્ટ વધારવા માટે આ વસ્તુનું પણ કરો સેવન
1. ચિયા, કદ્દુ, અને અળસીના બીજનું સેવન કરો.
2. કાજુ, બદામ, અખરોટ, અંજીરનું સેવન કરો.
3. પાલક, બ્રોકલી, મેથી જેવી આયરનથી ભરપૂર શાકભાજીનું સેવન કરો.
4. ઈંડા અને ફેટી ફિશ.
5. કેળા

Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર

...और पढ़ें

Trending news