)
Relationship Tips: છોકરીને પ્રપોઝ કરવાનો દરેક છોકરાનો અલગ અંદાજ હોય છે. પરંતુ છોકરીને પોતાના મનની વાત સમજાવી સરળ નથી. ઘણા છોકરાઓ લાખ પ્રયત્ન કરે તો પણ કોઈ છોકરી તેની સાથે ટકતી નથી. આમ થવાનું કારણ છોકરાની પોતાની આદતો હોય છે. છોકરાઓ પોતાની ખરાબ આદતોના કારણે સિંગલ રહી જાય છે. તેમને એ વાતની ખબર પણ હોતી નથી કે તેમની ખરાબ આદતોના કારણે છોકરી તેનાથી દૂર ભાગે છે.
આજે તમને છોકરાઓમાં જોવા મળતી એવી 5 ખરાબ આદતો વિશે જણાવીએ જેનાથી છોકરી દૂર ભાગે છે. જે પણ યુવકો સિંગલ રહી જતા હોય તેમણે પોતાની આ આદતો પર ધ્યાન આપવું જોઈએ. જો તમારામાં પણ આ પાંચમાંથી કોઈ એક આદત પણ હોય તો તેને તુરંત બદલી દો. જો તમે આદત બદલી દેશો તો લાંબા સમય સુધી સિંગલ રહેવું નહીં પડે.
શંકા કરવી
ઘણા છોકરાઓનો સ્વભાવ શંકાશીલ હોય છે. છોકરી તેની મિત્ર બને તો પણ તે કેટલીક બાબતોમાં વારંવાર શંકા કરે છે જેના કારણે વાત આગળ વધતી નથી અને સંબંધ તૂટી જાય છે. રિલેશનશિપમાં જ્યારે શંકા આવી જાય તો સંબંધ ટકતા નથી. વધારે પડતા પ્રશ્નો પુછનાર છોકરાઓથી છોકરીઓ દૂર ભાગે છે.
પાર્ટનરને સ્પેસ ન આપનાર
કેટલાક યુવકો પોતાની પાર્ટનરની પાછળ જ પડી જાય છે અને તેને બિલકુલ સ્પેસ આપતા નથી. છોકરાઓની આ આદત પણ છોકરીઓને ગમતી નથી. દરેક વ્યક્તિને પોતાના માટે સ્પેસની જરૂર હોય છે. જો છોકરો બધી જ જગ્યાએ પડછાયાની જેમ સાથે રહે તો તે છોકરીને પસંદ પડતું નથી. તો વળી કેટલાક યુવકો દિવસભર સાથે રહેતા નથી પણ ફોન કરીને અથવા તો મેસેજ કરીને સતત વાતો કરે છે આવી આદત પણ છોકરીઓને ગમતી નથી.
ગુસ્સો કરનાર
જે છોકરાઓને વાત વાત પર ગુસ્સો આવી જતો હોય તેવા છોકરાઓ પણ યુવતીઓને ગમતા નથી. જો તમારી આદત પણ આવી હોય કે તમે નાની નાની વાત પર ગુસ્સે થઈ જાવ તો આદત બદલી દેજો નહીં તો સિંગલ રહેવાનો વારો આવશે.
પોતાના જ વખાણ
છોકરીઓને એવા છોકરા પણ ગમતા નથી જે સતત પોતાના જ વખાણ કરતા રહે અને પોતાની જ દુનિયામાં મશગુલ રહે. છોકરીઓને એવા છોકરા પસંદ હોય છે જે તેના વખાણ કરે. જે છોકરો પોતાને જ કંઈક ખાસ માને અને પોતાના જ વખાણ કરે તેવા છોકરાઓથી છોકરીઓ દૂર ભાગે છે.
મિત્રો સામે અપમાન
છોકરીઓને એવા છોકરા બિલકુલ પસંદ નથી આવતા જે પોતાના મિત્રની સામે વારંવાર છોકરીનું અપમાન કરે અથવા તો તેને નીચું દેખાડે. ઘણા લોકોને આદત હોય છે કે તે પોતાના મિત્રોની સામે પોતાની પાર્ટનરની મજાક ઉડાવે. આવી આદત ધરાવતા છોકરાથી છોકરી દૂર રહે છે. રિલેશનશિપ હોય તો પણ તૂટી જવાની શક્યતા વધી જાય છે. તેથી આવી આદત હોય તો તુરંત છોડી દેવી.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)