)
Chanakya Niti: ભારતના મહાન અર્થશાસ્ત્રી આચાર્ય ચાણક્ય નીતિઓ આજે પણ લોકોનું માર્ગદર્શન કરે છે. એવી માન્યતા છે કે જે પણ વ્યક્તિ તેમની નીતિનું અનુસરણ કરે છે તે જીવનના ખરાબમાં ખરાબ સમયમાંથી પણ સફળ થઈને બહાર આવી શકે છે. તેમના નીતિશાસ્ત્રમાં જ્ઞાનવર્ધક વાતો લખવામાં આવી છે જેમાં ધન સંપત્તિ વધારવાથી લઈને મિત્રતા અને દાંપત્ય જીવન સંબંધિત વાતો પણ કહેવામાં આવી છે. જેમાં કેટલીક એવી વાતો પણ કહેવામાં આવી છે જે લગ્નજીવનને સુધારી પણ શકે છે અને બગાડી પણ શકે છે. જો તમે તમારા લગ્નજીવનને બરબાદ કરવા નથી માંગતા તો તમારે આ વાતોનું ધ્યાન રાખવું જોઈએ. આચાર્ય ચાણક્ય કહે છે કે સુખી લગ્નજીવન જીવવું હોય તો પત્નીએ ભૂલથી પણ 4 વાતો પોતાના પતિ સામે કરવી નહીં. આ 4 વાતોને હંમેશા ગુપ્ત રાખવી જોઈએ. આ ચાર વાતો કઈ છે ચાલો જાણીએ.
પિયરની વાતો
આચાર્ય ચાણક્ય અનુસાર ઘણીવાર મહિલાઓ લગ્ન થયા પછી જ્યારે પતિના ઘરે આવે છે તો પતિને પોતાના પિયર સંબંધિત નાની-મોટી બધી જ વાતો જણાવે છે. આ વાત સામાન્ય લાગે પરંતુ જ્યારે પતિ પત્ની વચ્ચે ઝઘડો થાય છે ત્યારે આ વાતોની ખરાબ અસર દાંપત્ય જીવન પર પડી શકે છે. આ સ્થિતિમાં પતિ પત્ની વચ્ચેનો ઝઘડો પણ વધી શકે છે.
ખોટું ન બોલો
આચાર્ય ચાણક્ય અનુસાર લગ્નજીવનને ખુશહાલ રાખવું હોય તો પતિ સામે કોઈ વાતને લઈને ક્યારેય ખોટું બોલવું નહીં. કોઈપણ વાતને લઈને ખોટું બોલવાથી સંબંધો નબળા પડી જાય છે અને જ્યારે તે વાત સામે આવે છે ત્યારે સંબંધ તૂટ પણ શકે છે.
પતિની સરખામણી
આચાર્ય ચાણક્ય અનુસાર પત્નીએ પોતાના પતિની સરખામણી અન્ય પુરુષ સાથે કરવી જોઈએ નહીં અને આ વાત તેના પતિને પણ કરવી નહીં. આવી વાતથી પતિના માન-સન્માનને ઠેસ પહોંચી શકે છે. જો પત્ની બીજા પુરુષની વાતો પતિ પાસે કરે તો તે સંબંધ ખરાબ કરનાર સાબિત થઈ શકે છે.
દાન સંબંધિત વાતો
આચાર્ય ચાણક્ય અનુસાર પત્નીએ હંમેશા દાન સંબંધિત વાતો પણ પતિથી ગુપ્ત રાખવી જોઈએ. આ સાથે જ ઘર ખર્ચમાંથી પણ થોડી બચત કરવી જોઈએ અને તે બચત અંગે પણ પતિને કહેવું નહીં. બચત અને દાનની વાત પણ પતિથી હંમેશા ગુપ્ત રાખવી જોઈએ.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)