)
Relationship Tips: જીવનસાથી સાથે સારા સંબંધ અને પારિવારિક ખુશહાલી ઘણીવાર આપણી નાની નાની આદતોના કારણે છિનવાઈ જાય છે. એક અધ્યયનમાં સામે આવ્યું છે કે જે પતિએ પોતાની પત્નીની વાત સાંભળે છે, તેના વિચારને મહત્વ આપે તે પોતાના જીવનમાં વધારે સંતુષ્ટ અને ખુશ રહે છે. જો કે પુરુષો માટે લગ્નનો અર્થ જ એ વાત છે કે ખુશ પત્ની સુખી જીવન.
અમેરિકામાં થયેલી એક સ્ટડીમાં કપલ પર થયેલા રિસર્ચમાં સામે આવ્યું છે કે અટૂટ વૈવાહિક જીવનનું વર્ષો સુધી અધ્યયન કર્યા પછી તારણ સામે આવ્યું છે કે નવવિવાહિત લોકોએ પોતાની પત્નીને ખુશ રાખવી જોઈએ. જો આમ કરવામાં આવે તો પારિવારીક જીવન સુખી રહે છે અને કરિયરમાં પણ સફળતા મળે છે.
પરિણીત પુરુષ કરિયરમાં સફળ થાય તેમાં પત્નીની મહત્વની ભુમિકા હોય છે. શોધકર્તા અનુસાર પત્નીનું માર્ગદર્શન અન્યની સરખામણીમાં સારું હોય છે. તેથી તેને માનવું જોઈએ. તેનાથી જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે. પત્ની સારા કામમાં સપોર્ટ કરે છે અને જ્યાં ખોટું થતું હોય ત્યારે વિરોધ પણ કરે છે. પરંતુ આ કામ તે સ્વાર્થ વિના કરે છે.
રિલેશનશીપ એક્સપર્ટ અનુસાર પુરુષોએ પોતાની પત્નીના સકારાત્મક પ્રભાવને સ્વીકાર કરવા જોઈએ અને તેના પારંપરિક વિચારનો વિરોધ કરવો નહીં. એક્સપર્ટ અનુસાર ઘણીવાર પુરુષ અજાણતા પત્નીની વાતોનો વિરોધ કરે છે. પરંતુ સામાન્ય રીતે પત્નીની વાતને રોજના કામમાં મહત્વ આપવું અને નિર્ણયોમાં તેની સલાહ લેવાથી સંબંધ મજબૂત પણ થાય છે અને જીવનમાં સંતુષ્ટિ વધે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)