Relationship Tips: પતિ ફોલો કરે આ 5 ટીપ્સ તો પત્ની પ્રેમથી માનવા લાગે દરેક વાત, આ રીત અજમાવી જુઓ એકવાર
Relationship Tips: જો કોઈ પતિની એવી ફરિયાદ હોય કે તેની પત્ની તેની વાત માનતી નથી કે સાંભળતી નથી તો આ સમસ્યાનું સમાધાન છે આ 5 ટીપ્સ. જો પતિ આ 5 ટીપ્સ ફોલો કરવા લાગે તો તેની પત્ની હસતાં મોઢે તેની દરેક વાત માનવા લાગે છે. એટલું જ નહીં આ ટીપ્સ ફોલો કરવાથી મતભેદ પણ દુર થઈ જાય છે.
Trending Photos
)
Relationship Tips: પતિ પત્નીનો સંબંધ સાત જન્મોનો સંબંધ હોય છે. જેમાં એકબીજા પ્રત્યે પ્રેમ વિશ્વાસ અને સમજ હોય તે જરૂરી છે. પરંતુ ઘણીવાર જોવા મળે છે કે પતિ પત્ની વચ્ચે નાની નાની વાતમાં પણ મતભેદ થઈ જાય. એકવાર મતભેદ થયા પછી તેઓ એકબીજાની વાત સાંભળવા કે માનવા પણ તૈયાર હોતા નથી. મોટાભાગે પતિઓની એવી ફરિયાદ હોય છે કે તેમની પત્ની તેમની વાત નથી માનતી. જો આવું હોય તો પતિએ કેટલીક બાબતો પર ધ્યાન આપવું જોઈએ. આજે તમને પાંચ ખાસ ટીપ્સ વિશે જણાવીએ. જો પતિ આ પાંચ ટીપ્સ ફોલો કરવા લાગે તો સંબંધોમાંથી મતભેદ દૂર થઈ જાય છે પ્રેમ વધે છે અને પત્ની બધી જ વાત માનવા પણ લાગે છે.
સમસ્યાને સમજો
સૌથી પહેલા તો એ જાણવાનો પ્રયત્ન કરો કે તમારી પત્ની તમારી વાત શા માટે નથી માની રહી. એટલે કે ન માનવાનું તેનું કારણ શું છે તેના વિશે જાણો અને તે મુદ્દા પર ચર્ચા કરો. વાત કરીને પત્નીને ગેરસમજ દૂર કરો જેથી તમારી વાત તે સરળતાથી માની જશે. દરેક સમસ્યાનું સમાધાન વાતચીત કરવાથી મળી જાય છે જો તમે પત્નીની સમસ્યાને સમજી તેનો સમાધાન લાવશો તો તે તમે કહેલી વાત ચોક્કસથી માનશે.
વાતચીત કરો
પતિ પત્નીના સંબંધમાં વાતચીત કરવી જરૂરી છે જો તમારી પત્ની તમારી વાત નથી માની રહી તો તેની સાથે ખુલીને વાત કરવાની આદત પાડો. ઘણા પુરુષો વાતચીત કરવાનું ટાળે છે અને પછી સમસ્યા થાય છે.પતિએ પોતાની ચિંતા લાગણી અને દરેક વાતને પત્ની સાથે શેર કરવી જોઈએ અને પત્નીની વાતો પણ સાંભળવી જોઈએ. જો તમે પત્નીના મનની વાત સાંભળવા લાગશો તો તે પણ તમારી વાત સમજવા પણ લાગશે અને માનવા પણ લાગશે.
સમજૂતી કરો
લગ્નજીવનમાં પતિ અને પત્ની બંનેએ કેટલીક બાબતોમાં સમજૂતી કરવી પડે છે. જો કોઈ વાત એવી છે જે તમારી પત્ની માનવા માટે તૈયાર નથી. તો તે બાબતે તમારી સમજૂતી કરવી જોઈએ. જો વાત જરૂરી હોય તો પોતાની પત્નીને પ્રેમથી મનાવવાની કોશિશ કરો. કોઈ વાત ન માનવા પર ઝઘડો કરવાથી કોઈ ફાયદો થશે નહીં તેથી પ્રેમથી સમજૂતી કરીને નિર્ણય લેવો.
સાથે સમય પસાર કરો
કામની વ્યસ્તતા વચ્ચે પણ પોતાની પત્ની સાથે થોડો સમય પસાર કરવાનું રાખો. તેની સાથે વાતચીત કરો અથવા જમતી વખતે સાથે બેસો. જમ્યા પછી સાથે ચાલવા પણ જઈ શકો છો. 10 થી 15 મિનિટનો સમય પણ જો તમે ફક્ત પત્નીની સાથે વાતચીત કરવામાં પસાર કરશો તો મતભેદ દૂર થવા લાગશે.
પ્રેમ વ્યક્ત કરો
મોટાભાગના પુરુષો પ્રેમ વ્યક્ત કરવાનું ટાળતા હોય છે. પરંતુ પત્નીની ઈચ્છા હોય છે કે તેનો પતિ તેની સામે પ્રેમ વ્યક્ત કરે. જો તમે પત્નીને આ ઈચ્છા પૂરી કરી દો એટલે કે સમયે સમયે પત્ની પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરો અને તેને નાની મોટી સરપ્રાઈઝ આપો તો પછી તમારી પત્નીના સ્વભાવમાં પણ પરિવર્તન આવી જશે અને તે તમારી બધી જ વાત માનશે અને તમને ખુશ રાખવાનો પ્રયત્ન કરતી રહેશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














