Relationship Tips: 30 વર્ષ પછી લગ્ન કરી રહ્યા છો ? આ વાતો રાખજો યાદ, નહીં તો લાંબો નહીં ટકે સંબંધ
Relationship Tips: 30 વર્ષ પછી લગ્ન કરનાર યુવતીઓને લગ્નજીવમાં ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે. કેટલીક વખત તો સંબંધ તુટી પણ જાય છે. આવું ન થવા દેવું હોય તો કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ.
Trending Photos
)
Relationship Tips: આજના સમયમાં કરિયર, અભ્યાસ અને પર્સનલ કારણોના કારણે યુવતીઓ 30 વર્ષની ઉંમર પછી લગ્ન કરે છે. 30 વર્ષ પછી લગ્ન કરવા હવે નોર્મલ થઈ ગયા છે પરંતુ આ ઉંમર પછી લગ્નનો સંબંધ નિભાવવામાં વધારે સમજદારી અને ધીરજની જરૂર પડે છે. જો આ વાતનું ધ્યાન રાખવામાં ન આવે તો સંબંધ ઝડપથી તૂટી પણ જાય છે. આજે તમને જણાવીએ એવી જરૂરી વાતો વિશે જે દરેક યુવતીએ યાદ રાખવી જોઈએ. ખાસ કરીને એવી યુવતી હોઈએ જે 30 વર્ષની ઉંમર પછી લગ્ન કરવા જઈ રહી છે.
સરખામણી ન કરો
30 વર્ષની ઉંમર પછી લગ્ન કરનાર યુવતીઓને પોતાની સ્વતંત્રતા પોતાના વિચાર અને લાઈફ સ્ટાઇલને બદલવામાં થોડી મુશ્કેલી થાય છે. 30 વર્ષ સુધી તેઓ સ્વતંત્ર જીવન જીવ્યા હોય છે તેવામાં લગ્ન પછી એક નવી શરૂઆત કરવામાં મુશ્કેલી પડી શકે છે તેથી લગ્ન પછી પોતાના જૂના અનુભવ, આદતો અને સંબંધોની સરખામણી પતિ કે પતિના પરિવાર સાથે કરવી નહીં આમ કરવાથી ગેરસમજ ઊભી થઈ શકે છે.
ખુલીને વાત કરો
30 વર્ષ પછી લગ્ન કરનાર મહિલાઓ મોટાભાગે પોતાની લાગણીને શેર કરવામાં સંકોચ અનુભવે છે. ખાસ કરીને એવી મહિલાઓ જે લાંબા સમય સુધી એકલી રહી હોય છે તે નવા સંબંધમાં ખુલીને વાતચીત કરી શકતી નથી. પરંતુ ચુપ રહેવું સંબંધ માટે યોગ્ય નથી. તેથી ચૂપ રહેવાની ભૂલ કરવાને બદલે પોતાના લાઇફ પાર્ટનરની સાથે સ્પષ્ટતા સાથે વાત કરો. પોતાની પસંદ-નાપસંદ પણ ખુલીને જણાવો.. મનમાં જો કોઈ વાત રાખશો તો ધીરે ધીરે તેના કારણે સંબંધમાં અંતર વધી શકે છે.
આઝાદી અને સમજદારી વચ્ચે બેલેન્સ રાખો
આ સૌથી મહત્વનું હોય છે. 30 વર્ષની ઉંમર પછી લગ્ન કરનાર યુવતીઓને પોતાની આઝાદી સાથે એડજસ્ટમેન્ટ કરવું પડે ત્યારે સમસ્યા આવે છે. લગ્ન પહેલાં જે સ્વતંત્રતાથી તેઓ જીવન જીવતા હોય તેવી જ ઈચ્છા લગ્ન પછી રાખે છે. પરંતુ લગ્ન પછી બે વ્યક્તિ એક સાથે રહેતા હોય છે તેથી નાના નિર્ણયથી લઈને મહત્વપૂર્ણ નિર્ણય પણ પોતાના પાર્ટનર સાથે મળીને લેવાના હોય છે. પોતાના નિર્ણય વિશે પોતાના પાર્ટનરને જણાવવું જરૂરી હોય છે. આ વાતને સમજદારીથી લેવી અને પોતાની આઝાદી અને લગ્નની જવાબદારી વચ્ચે બેલેન્સ જાળવી રાખવું. પોતાની અંગત બાબત માટે પણ પોતાના પાર્ટનર સાથે વાત કરી તેનો અભિપ્રાય લેવો જોઈએ.. જો જીવનસાથીનો અભિપ્રાય યોગ્ય હોય તો તેની રિસ્પેક્ટ પણ કરો અને તેને માનો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














