)
Loyalty Check: વિશ્વાસ અને ઈમાનદારી જ એક મજબૂત સંબંધનો પાયો હોય છે. જ્યારે સંબંધમાં શંકા વધી જાય તો બે વ્યક્તિ વચ્ચે અંતર વધતું જાય છે. ધીરે ધીરે સંબંધમાં પ્રેમ અને વિશ્વાસ ખતમ થઈ જાય છે. જો તમારા પાર્ટનરનું વર્તન પણ શંકા જાય તેવું થઈ ગયું છે અને તમને સંબંધ ખરાબ થવાનો ભય સતાવે છે તો વધારે સમય વેડફ્યા વિના આ રીતે સમજદારી પૂર્વક વર્તન કરવું.
પાર્ટનરનું વર્તન બદલવાનું કારણ શું છે તે જાણવું જરૂરી છે. પરંતુ તેના માટે ખોટી શંકાઓ કરવાને બદલે સમજદારી પૂર્વક પાર્ટનરની લોયલ્ટી ચેક કરવી જોઈએ. આ કામ કેવી રીતે કરવું ચાલો જાણીએ.
વર્તનમાં થયેલા ફેરફારને જોવો
જો તમારે જાણવું છે કે તમારો પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે કે નહીં તો તેના વર્તનમાં થતા ફેરફારને નોટિસ કરો. જો તમારો પાર્ટનર તમારી વાતોને ટાળે છે, ફોનમાં વધારે પડતો સમય બીઝી રહે છે. દરેક વાત છુપાવવા લાગે તો સાવધાન થઈ જવું. આવું વર્તન માણસ ત્યારે જ કરે જ્યારે તે કંઈ છુપાવે. તેના વર્તનમાં થયેલા ફેરફારને ધ્યાનમાં લઈ સ્થિતિને સમજો.
ડિજિટલ એક્ટિવિટી પર ધ્યાન આપો
આજના સમયમાં લોકો પોતાના જીવનનો મોટાભાગનો સમય ડિજિટલ વસ્તુઓમાં પસાર કરે છે. તેવામાં તમારો પાર્ટનર અચાનક પોતાના ફોન કે લેપટોપ પર વધારે સમય પસાર કરવા લાગે. દરેક જગ્યાએ પાસવર્ડ રાખે અને તે તમારાથી છુપાવે. તેનો ફોન તમારાથી દુર રાખે અને ફોન તેમજ મેસેજ છુપાવે તો ચિંતા કરવાની જરૂરી છે. આ સ્થિતિમાં તેની ડિજિટલ એક્ટિવિટી પર ધ્યાન આપો.
વાત કરો
જે બે ફેરફાર તમે તમારા પાર્ટનરના વર્તનમાં અનુભવ્યા હોય તેનું સમાધાન લાવવાનો સૌથી સરળ રસ્તો છે ડાયરેક્ટ વાત કરી લેવી. તમે તમારા પાર્ટનર સાથે ખુલીને વાત કરો. તમારી પાસે પુરાવો હોય તેની સાથે ચર્ચા કરો અને જો પુરાવો ન હોય પણ ઉપર જણાવેલા બે ફેરફાર પાર્ટરના વર્તનમાં જણાતા હોય તો તેની સાથે એ બાબતે ચર્ચા કરો. જો પાર્ટનર લોયલ હશે તો તે તમારી વાત સમજશે અને તેના વર્તનમાં થયેલા ફેરફારનું કારણ તમને જણાવી દેશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)