Compatibility in Marriage: લગ્ન પહેલા આ રીતે ચેક કરી લો પાર્ટનર સાથે કંપૈટિબિલિટી, નહીં તો યુઝવેન્દ્ર-ધનશ્રીની જેમ થવું પડશે અલગ

Importance of Compatibility in Marriage: પાર્ટનર લગ્ન જેવા જીવનભરના સંબંધ માટે કેટલા યોગ્ય છે તે સમજવું જરૂરી છે. શરુઆતી આકર્ષણમાં સુસંગતતા વિના જ લગ્ન કરી લેવામાં આવે તો તેનો અંત ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના લગ્નની જેમ આવે. 
 

Compatibility in Marriage: લગ્ન પહેલા આ રીતે ચેક કરી લો પાર્ટનર સાથે કંપૈટિબિલિટી, નહીં તો યુઝવેન્દ્ર-ધનશ્રીની જેમ થવું પડશે અલગ

Importance of Compatibility in Marriage: ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના ડિવોર્સ થઈ ગયા છે. છેલ્લા ઘણા સમયથી તેમના અલગ થવાની ચર્ચાઓ મીડિયા પર ચાલી રહી હતી. રિપોર્ટ અનુસાર 18 મહિનાના જ લગ્નમાં બંને એકબીજાથી અલગ થવાનું નક્કી કરી લીધું. લગ્નમાં સેટલમેન્ટ તરીકે ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે ધનશ્રીને ચાર કરોડથી વધુની રકમ આપશે. ધનશ્રીએ પોતાના ડિવોર્સનું કારણ જણાવતા થોડા સમય પહેલાં ખુલાસો કર્યો હતો કે બંને વચ્ચે કંપૈટિબિલિટી ઇસ્યૂ છે તેથી તેઓ અલગ થઈ રહ્યા છે. 

લગ્નમાં કંપૈટિબિલિટી શા માટે જરૂરી ?

રિલેશનશિપ એક્સપર્ટ જણાવે છે કે સમાજમાં લગ્ન પહેલા માત્ર કુંડળી ચેક કરવામાં આવે છે પરંતુ હકીકતે બંને વચ્ચે કંપૈટિબિલિટી ચેક કરવી જરૂરી છે. જે રીતે ડિવોર્સના કેસ વધી રહ્યા છે તેનું મુખ્ય કારણ છે શરૂઆતી લગાવ અને એટ્રેક્શનના આધાર પર લગ્ન કરવા હોય છે. આ રીતે કરેલા લગ્ન શરૂઆતમાં તો સારા ચાલે છે પરંતુ જેમ જેમ સમય જાય છે તેમ લગ્ન પર પ્રશ્નાર્થ ચિન્હ ઊભા થવા લાગે છે. બે લોકો એકબીજા સાથે લગ્નના બંધનમાં રહેવા માટે કેટલા યોગ્ય છે તે જાણવું જરૂરી છે. 

આ રીતે ચેક કરો કંપૈટિબિલિટી 

દરેક વ્યક્તિના જીવનમાં કેટલાક ખાસ મૂલ્ય હોય છે. જે તેના વિચાર અને નિર્ણયોને પ્રભાવિત કરે છે. આ મૂલ્યો ધાર્મિક, પારિવારિક અને નૈતિક સિદ્ધાંત હોઈ શકે છે. જો બે વ્યક્તિના મૂલ્ય અને વિશ્વાસ અલગ અલગ હોય તો લગ્નમાં ગેરસમજ ઊભી થઈ શકે છે. 

પૈસા સંબંધિત આદતો 

પૈસાના કારણે સંબંધોમાં સમસ્યા થવી અને લગ્ન તૂટવા તે પણ સામાન્ય થઈ ગયું છે. તેથી જ લગ્ન પહેલા સામેની વ્યક્તિ ખર્ચને લઈને અને બચતને લઈને શું વિચારે છે અને તેની આદતો શું છે તે જાણી લેવું જરૂરી છે. જો એક વ્યક્તિ હદ કરતા વધારે ખર્ચો કરવામાં માને અને બીજી વ્યક્તિ બચત કરવામાં માનતી હોય તો ભવિષ્યમાં સમસ્યા થાય તે નક્કી છે. 

મતભેદની સ્થિતિમાં વર્તન 

દરેક સંબંધમાં ક્યારેક તો સમસ્યાઓ આવે જ છે. સમસ્યાની સ્થિતિમાં બે વ્યક્તિ કેવી રીતે વર્તન કરે છે તે જરૂરી છે. બંને શાંતિપૂર્ણ ચર્ચા કરીને સમસ્યાનું નિરાકરણ લાવે છે કે એકબીજા સામે અહંકાર દર્શાવે છે. તે જોઈને જ લગ્ન કરવા જોઈએ. 

ફ્યુચર પ્લાન 

લગ્નની સફળતા બે વ્યક્તિના ફ્યુચર પ્લાન પર પણ આધાર રાખે છે. બે વ્યક્તિના ફ્યુચર પ્લાન જો અલગ અલગ હોય તો તેઓ સાથે જીવન જીવી શકે નહીં. બંને વ્યક્તિ પોતાના કરિયર માટે, પરિવાર માટે શું વિચારે છે અને એક સ્થિર જીવન માટે તેઓ શું કરવા માંગે છે તે મેચ થવું જરૂરી છે. જો આ બાબતમાં બે લોકોના વિચાર અલગ અલગ હોય તો સમસ્યા થઈ શકે છે. 

પર્સનલ સ્પેસનું મહત્વ 

સફળ લગ્નજીવનમાં વ્યક્તિગત સ્વતંત્રતા ખૂબ જ જરૂરી છે. જેની સાથે તમે લગ્ન કરવા માંગો છો તે તમને પર્સનલ સ્પેસ આપે છે કે નહીં તે જાણવું જરૂરી છે. દરેક વ્યક્તિને તેના મિત્રો સાથે પસાર કરવાનો સમય, તેના શોખ પૂરા કરવાનો સમય આપવો જરૂરી છે. જો કોઈ એક પાર્ટનર કંટ્રોલિંગ નેચરલ હોય તો સંબંધ બગડી જાય છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news