)
હાલમાં મલાઈકા અરોરા મુંબઈમાં એનરિક ઈગ્લેસિયસ કોન્સર્ટમાં એક હેન્ડસમ હંક સાથે જોવા મળી અને ત્યારથી એવી ચર્ચા છે કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. આ મિસ્ટ્રી મેન ગુજરાતી બિઝનેસમેન હોવાનું પણ કહેવાય છે. ત્યારે એ સવાલ પણ થાય કે નાની ઉંમરના પુરુષો શાં માટે મોટી ઉંમરની મહિલાઓના પ્રેમમાં પડી જતા હોય છે?
કોણ છે એ વ્યક્તિ
મલાઈકા સાથે કોન્સર્ટમાં જે મિસ્ટ્રી મેન હતો તેણે બધાનું ધ્યાન ખેંચ્યુ હતું અને મલાઈકા સાથે વાત કરતા કરતાતે તેની નજીક જતો પણ જોવા મળ્યો હતો. બંનેએ એક સાથે આખો શો જોયો અને બાદમાં બંને શો પૂરો થયા બાદ સાથે જોવા પણ મળ્યા હતા. જેના કારણે ઓનલાઈન અટકળોનો એક નવો દોર શરૂ થઈ ગયો. યૂઝર્સે તરત સવાલ કર્યો કે શું મલાઈકા તેના બ્રેકઅપથી બહાર આવી ગઈ છે કે શું. કેટલાક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સે એવો દાવો પણ કર્યો કે આ વ્યક્તિ 33 વર્ષનો હીરાનો વેપારી હર્ષ મહેતા છે. જો કે Z 24 કલાક આવા કોઈ દાવાની પુષ્ટિ કરતું નથી.

પરંતુ મીડિયા રિપોર્ટ્સ મુજબ મલાઈકા હર્ષ કરતા 19 વર્ષ મોટી છે અને રિપોર્ટ્સ મુજબ હર્ષની બેલ્જિયમમાં ડાયમંડ કંપની છે અને બંને એકબીજાને કેટલાક મહિનાઓથી ડેટ કરે છે. જો કે હાલ બંને આ સંબંધ સિક્રેટ રાખવા માંગે છે એવું પણ ચર્ચાઈ રહ્યું છે. મલાઈકા 52 વર્ષની છે અને હર્ષ 33 વર્ષનો છે. ત્યારે આજે આપણે એ પણ જાણીએ કે આખરે કેમ નાની ઉંમરના પુરુષો મોટી ઉંમરની મહિલાઓના પ્રેમમાં ગરકાવ થઈ જાય છે?
પ્રેમમાં પડેલા વ્યક્તિને ન તો સમાજ દેખાય છે, ન તો રંગ રૂપ કે પૈસો, ઉંમર...પ્રેમ એક એવી વસ્તુ છે જેમાં પડેલા વ્યક્તિને તેના પ્રેમી કે પ્રેમિકા સિવાય કશું દેખાતું નથી. પછી ભલે તે વ્યક્તિ તેના કરતા ઉંમરમાં ઘણી મોટી હોય. અનેક એવી હસ્તીઓ છે જે મોટી ઉંમરની મહિલા કે પુરુષના પ્રેમમાં છે.
જેમાં અભિનેત્રી પ્રિયંકા ચોપડા- સિંગર એક્ટર નિક જોનાસ, ઉપરાંત મલાઈકા અરોડા-અર્જૂન કપૂર, ઐશ્વર્યા રાય- અભિષેક બચ્ચન, બિપાશા બસુ- કરણસિંહ ગ્રોવર, જેવા બોલીવુડ સ્ટાર્સ પણ સામેલ છે. આખરે એવું તે શું હોય છે કે પુરુષો તેમના કરતા મોટી ઉંમરની મહિલાઓના પ્રેમમાં પડી જતા હોય છે. અમે તમને કેટલાક સંભવિત કારણો જણાવીશું જે તેની પાછળ જવાબદાર હોઈ શકે.

સંબંધમાં ઈનસિક્યોરિટી નથી હોતી
મોટી ઉંમરની મહિલાઓને પ્રેમ અને રોમાન્સના મામલાઓમાં વધુ અનુભવ હોય છે. આવામાં તે સંબંધોના મામલે વધુ સ્થિર અને ઓછી ઈનસિક્યોર હોય છે. તેમનામાં એકલા રહેવાનો ડર ક્યાંકને ક્યાંક ખતમ થઈ ગયો હોય છે. તેમને ખબર હોય છે કે સંબંધમાં સ્વાભિમાન ગુમાવ્યા વગર પાર્ટનરને ખુશ કેવી રીતે રાખવો.
જીવનનો સારો અનુભવ
યંગ એજમાં દરેક મહિલા પોતાના સપનાને સજાવવામાં વ્યસ્ત હોય છે. તેને દુનિયાદારીની સમજ નહિવત હોય છે. પરંતુ મોટી ઉંમરની મહિલાઓમાં આ સમજ સારી રીતે વિક્સિત થયેલી હોય છે. દુનિયા વિશે તેનો એક અલગ દ્રષ્ટિકોણ હોય છે. જે ફિલોસોફિકલ વાતોને આપણે પુસ્તકોમાં વાંચતા હોઈએ છીએ તેને તે પોતાના જીવનમાં લગભગ જીવતી હોય છે. આવામાં છોકરાઓ તેમની સાથે વધુ સિક્યોર ફીલ કરે છે.
પૈસાની સમસ્યા નથી હોતી
આવી મહિલાઓ પ્રત્યે પુરુષો વધુ આકર્ષિત એટલા માટે પણ થતા હોય છે કે તેમને ખબર હોય છે કે તે પૈસા માટે સંબંધમાં નથી. આ ઉપરાંત જરૂર પડ્યે તે મદદ કરવા પણ તૈયાર રહેશે.
વધુ સમજદાર અને સપોર્ટિવ
મોટી ઉંમરની મહિલાઓ સેલ્ફ સેન્ટર્ડ હોતી નથી જે એક યંગ એજમાં હોવું થોડું મુશ્કેલ હોય છે. આવામાં સંબંધમાં જો કઈ ખોટું થાય તો તે તેને સારી રીતે ડીલ કરી શકે છે. આ સાથે જ પાર્ટનર પ્રત્યે વધુ સપોર્ટિવ રહે છે અને તેને સમજે છે.
વધુ ઈમાનદાર હોય છે
આમ તો ઈમાનદારીને ઉંમર સાથે કોઈ સંબંધ હોતો નથી. પરંતુ જેમ જેમ લોકોની સમજ વધે છે તેમ તેમનામાં ઈમાનદારીની ભાવના વધે છે. સમજ સામાન્ય રીતે ઉંમર સાથે જ વધે છે. આથી મોટી ઉંમરની મહિલાઓ સાથે રહેવામાં છોકરાઓ વધુ કમ્ફર્ટેબલ હોય છે. કારણ કે તેમના દ્વારા સંબંધમાં દગો થવાની સંભાવના ઓછી રહે છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ અને ઈન્ટરનેટ પર ઉપલબ્ધ જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)