)
Marriage Tips: લગ્ન એક યુવતીના જીવનનો મહત્વનો ભાગ છે. લગ્ન પછી તે પોતાનું ઘર છોડી પતિના ઘરમાં જાય છે. સાસરામાં નવા સંબંધો, નવી જવાબદારીઓ સાથે તેણે જીવન જીવવાની શરૂઆત કરવાની હોય છે. આ સમય દરમિયાન યુવતીઓ ઈચ્છે છે કે તે પતિ સહિત દરેક વ્યક્તિને ખુશ રાખે. પરંતુ તો પણ અજાણતા થયેલી કેટલીક ભુલના કારણે સાસરામાં તેની ઈમેજ ખરાબ થઈ જાય છે.
મોટાભાગે આવું એટલા માટે થાય છે કે યુવતીઓને ખ્યાલ જ નથી હોતો કે નવા લગ્નના ઉત્સાહમાં પણ કયા કામ કરવાનું ટાળવું જોઈએ. ઉત્સાહના અતિરેકમાં યુવતીઓ એવી 3 ભુલ કરી નાખે છે જે તેની ઈમેજ ખરાબ કરે છે. તો ચાલો તમને જણાવીએ એવા કયા 3 કામ છે જે યુવતીઓએ સાસરામાં કરવાથી બચવું જોઈએ.
બધાને ખુશ કરવાનો પ્રયત્ન કરવો
લગ્ન પછી ઘણીવાર યુવતીઓ પોતાને પરફેક્ટ સાબિત કરવા માટે સાસરામાં ગયાની સાથે જ બધાને ખુશ કરવાના પ્રયત્નો કરવા લાગે છે. જે કામ તેણે પોતાના ઘરે ન કર્યા હોય તે પણ એકસાથે પોતાના માથે લઈ લે છે. જેમકે રસોઈ, ઘરનું કામ, સંબંધીઓ સાથે મુલાકાત, ઘરની જવાબદારીઓ વગેરે. પરંતુ બધું જ એક સાથે કરવાના ચક્કરમાં ગડબડ થઈ જાય છે અને તેના કારણે સાસરામાં તેની ઈમેજ ખરાબ થઈ જાય છે. બધાને ખુશ કરવાના પ્રયત્નો જ્યારે સફળ થતા નથી તો લોકો પણ નારાજ રહેવા લાગે છે. તેથી લગ્નની શરુઆતમાં એટલું જ કરો જેટલું શક્ય હોય.
પિયર અને સાસરાની સરખામણી
લગ્નની શરુઆતના સમયમાં ઘણી યુવતીઓ વાત વાતમાં પોતાના પિયરની સરખામણી સાસરા સાથે કરે છે. સાસરાની વસ્તુઓ જોઈને પોતાના પિયરના વખાણ કરવા લાગે છે. પરંતુ આવી વાતો સાસરામાં લોકોને ખરાબ લાગી શકે છે. તમે પિયર માટે પ્રેમના કારણે વાત કરતા હોય પણ સાસરામાં આ વાત કરવી યોગ્ય નથી. તેથી લગ્ન પછી બે ઘરની તુલના ક્યારેય ન કરો.
સામે જવાબ આપવો કે તર્ક કરવા
પિયર અને સાસરામાં સૌથી મોટો ફરક એ હોય છે કે તમે પિયરમાં કોઈપણ વાતનો સામે જવાબ આપી શકો છો. પરંતુ સાસરામાં આવું કરશો તો તમારી ઈમેજ ખરાબ થશે. દરેક નાની નાની વાતમાં જવાબ આપવો, તર્ક કરવા તેનાથી બચવું જોઈએ. વાતોના જવાબ આપવાથી તમારી ઈમેજ થઈ જશે કે વહુ સામે જવાબ આપે છે અથવા તો વધારે બોલે છે. તેથી આ ભુલ કરવાથી પણ બચવું. ધીરે ધીરે લોકો તમારા સ્વભાવથી પરીચિત થાય પછી પોતાના તર્ક અને વિચારો રજૂ કરવા જોઈએ.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)