)
Marriage Tips: લગ્ન એક સુંદર સંબંધ હોય છે. પરંતુ લગ્નને નિભાવવા મુશ્કેલ કામ છે. લગ્નજીવન ફક્ત પ્રેમ કે આકર્ષણના જોર પર નથી ચાલતું. લગ્ન જીવનભર ચાલે તે માટે એકબીજા વચ્ચે સમજ, વિશ્વાસ, ઈમાનદારી હોય તે જરૂરી છે. લગ્ન નક્કી થાય પછી તો દરેક કપલ કલાકો સુધી એકબીજા સાથે વાતો કરે છે. પરંતુ જો સુખી લગ્નજીવન વર્ષો સુધી જીવવું હોય તો લગ્ન નક્કી થાય તે પહેલા જ પોતાના ભાવિ જીવનસાથીને આ 3 પ્રશ્ન પુછી લેવા જોઈએ. આ 3 પ્રશ્નોની ચર્ચા લગ્ન પહેલા જ થઈ જાય તે બંને માટે હિતાવહ રહે છે. નહીં તો આ 3 પ્રશ્ન લગ્ન તુટવાનું કારણ પણ બની શકે છે.
જવાબદારીને લઈને વાતચીત
લગ્ન પછી પતિ અને પત્ની બંનેની જવાબદારી વધી જાય છે. એકબીજાની જવાબદારી ઉઠાવવાની સાથે દંપત્તિ પર પરિવાર, ઘર ચલાવવું, માતાપિતાની સંભાળ, બાળકોના ભવિષ્યની જવાબદારી પણ લેવાની હોય છે. તેથી એ જાણવું જરૂરી છે કે તમારો પાર્ટનર બધી જ જવાબદારી ઉઠાવવા માટે તૈયાર છે કે નહીં ? એવું પણ બને કે તમારી ઈચ્છા હોય તે કામ પાર્ટનર ન પણ કરવા ઈચ્છે. લગ્ન પછીની જવાબદારી અંગે પાર્ટનર જાગૃત ન પણ હોય. આ સ્થિતિમાં લગ્ન પહેલા જ ભાવિ જવાબદારીઓ અને જીવનમાં થનાર ફેરફાર વિશે ચર્ચા કરી લેવી જેથી પાર્ટનર લગ્ન પછી જવાબદારી વધ્યા પછી પસ્તાવો ન કરે.
આર્થિક જવાબદારી
કોઈપણ સંબંધની શરુઆતમાં આર્થિક બાબતોને લઈને ચર્ચા થવી જોઈએ. આ ખૂબ જ જરૂરી છે. લગ્ન પછી ઝઘડા વધી જવાનું મુખ્ય કારણ પૈસા અને ખર્ચ હોય છે. લગ્ન પહેલા જ યુવક અને યુવતીએ એકબીજા સાથે આર્થિક બાબતે ચર્ચા કરી લેવી. લગ્ન પહેલા એ સમજવું જરૂરી છે કે બંને બચતને લઈને શું વિચારે છે, ખર્ચ કેટલો કરે છે અને ફ્યુચર પ્લાનિંગ શું છે.
લાઈફના ગોલ્સ અને ડ્રીમ
દરેક વ્યક્તિના જીવનમાં ગોલ્સ અને સપના હોય છે. આ બાબતે લગ્ન પહેલા જ વાત કરી સ્પષ્ટતા કરી લેવી. તમારું સપનું ઘર ખરીદવાનું હોય, કરિયર સેટ કરવાનું હોય, બાળકો માટેના વિચાર સહિતની બાબતે વાતચીત કરી લેવી. આ બધી બાબતોમાં પાર્ટનરનો શું મત છે તેની શું ઈચ્છા છે તે સ્પષ્ટતા લગ્ન પહેલા થઈ જાય તો સારું નહીં આ બાબતો લગ્ન પછી ઝઘડાનું કારણ બને છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)