Wedding Night Dos and Donts: લગ્ન કોઈ પણ વ્યક્તિ માટે ખૂબ જ ખાસ હોય છે. લગ્નની રાત કપલે આ ભૂલો ન કરવી જોઈએ. તેનાથી સંબંધમાં ખટાશ આવી શકે છે.

Wedding Night Dos and Donts: લગ્નનો દિવસ દરેક માટે ખૂબ જ ખાસ હોય છે. લગ્નના એક દિવસ માટે લોકો ઘણા મહિનાઓ પહેલાથી જ તૈયારીઓ શરૂ કરી દે છે. ભારતમાં લગ્નનું ફંક્શન 5 દિવસ સુધી ચાલે છે, બધી વિધિઓ કરવા માટે ઘણી વ્યવસ્થા કરવામાં આવે છે. લગ્નની પહેલી રાત કોઈપણ કપલ માટે ખૂબ જ ખાસ હોય છે. આ રાત એટલા માટે પણ ખાસ છે. કારણ કે, બે વ્યક્તિઓ વિવાહિત જીવનમાં પોતાનું પહેલું પગલું ભરે છે. લગ્નની પહેલી રાતની કેટલીક ભૂલો તમારા લગ્નજીવનને બગાડી શકે છે.
ઈન્ટિમેસીને લઈ ઉતાવળ કરવી
લગ્નની પ્રથમ રાત્રે ઈન્ટિમેસીને લઈ ઉતાવળ ન કરવી જોઈએ. લગ્નની પહેલી રાતે ઈન્ટિમેસી ઈચ્છવામાં કંઈ ખોટું નથી, પરંતુ જો તમારો પાર્ટનર સંમત ન હોય તો ઈન્ટિમેસીનો આગ્રહ ન રાખો. જો તમારું પાર્ટનર કમ્ફર્ટેબલ નથી લાગતો તો તમારે ઈન્ટિમેસીનો આગ્રહ ન રાખવો જોઈએ.
ભૂતકાળની વાતો
લગ્નની પહેલી રાત્રે ભૂતકાળની વાત ન કરવી જોઈએ. ભૂતકાળ વિશે વાત કરવાથી સંબંધમાં અંતર આવી શકે છે. ભૂતકાળની વાત સાંભળીને તમારા પાર્ટનરને મનમાં ખટાશ આવી શકે છે. લગ્નની પહેલી રાત્રે ક્યારેય પણ ભૂતકાળ વિશે વાત ન કરવી જોઈએ.
પાર્ટનરના પરિવાર વિશે ખરાબ ન બોલવું
લગ્ન એ માત્ર બે વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ નથી પણ બે પરિવારો વચ્ચેનો સંબંધ છે. તમારે તમારા પાર્ટનરની સાથે ક્યારેય પણ તેમાના પરિવારની નિંદા ન કરવી જોઈએ. પરિવાર વિશે ખરાબ સાંભળવું કોઈને ગમતું નથી. લગ્નની પહેલી રાત્રે પરિવાર વિશે ખરાબ ન બોલવું જોઈએ.