Parenting Tips: રડતા બાળકને તુરંત શાંત કરવું હોય તો અપનાવો આ ટીપ્સ

Parenting Tips: નાનું બાળક દિવસમાં અનેકવાર અચાનક રડવા લાગે છે. આ સમયે માતાપિતાએ ગભરાઈ જવાને બદલે પોતે શાંત રહી આ 5 ટીપ્સ અપનાવવી જોઈએ. આ ટીપ્સ અપનાવવાથી રડતું બાળક તુરંત શાંત થઈ જાય છે.
 

Parenting Tips: રડતા બાળકને તુરંત શાંત કરવું હોય તો અપનાવો આ ટીપ્સ

Parenting Tips: બાળકો રડે તે સામાન્ય વાત છે. બાળક નાનું હોય ત્યારે તો કોઈ કારણ વિના પણ અચાનક રડી પડે છે. નાના બાળકો રાતના સમયે સૌથી વધારે રડતા હોય છે. માતાપિતા માટે રડતા બાળકને શાંત કરવું મુશ્કેલ થઈ શકે છે. બાળકનું રડવું સ્વાભાવિક ક્રિયા છે પરંતુ તેને વધારે રડવા દેવું નહીં. બાળકને તુરંત શાંત કરવું પણ જરૂરી છે.

Add Zee News as a Preferred Source

નાનું બાળક અલગ અલગ કારણે રડતું હોય છે. ઘણીવાર કોઈ તકલીફના કારણે બાળક રડે છે તો ઘણીવાર કારણ વિના કે ડરના કારણે બાળક રડતું હોય છે. બાળક અચાનક વધારે રડવા લાગે તો તેને તુરંત શાંત કરવા માટે તમે આ ઉપાયો અપનાવી શકો છો.

બાળકના રડવાનું કારણ જાણો

સૌથી પહેલા ધ્યાન આપો અને ઠંડા મગજથી વિચારો કે એવું કંઈ થયું છે જેના કારણે બાળક રડવા લાગે. જેમકે બાળકને ભોજન ન મળ્યું હોય, ઊંઘ ન થઈ હોય કે કોઈ વસ્તુથી તેને બીક લાગી હોય. આવું હોય તો તે કારણને દુર કરો, તેનાથી બાળક તુરંત શાંત થઈ જશે.

મગજ શાંત રાખો

બાળક વધારે રડવા લાગે તો માતાપિતા પણ ગભરાઈ જાય છે. તેથી જરૂરી છે કે માતાપિતા મગજ શાંત રાખે. જો માતાપિતા એકબીજા પર ગુસ્સો કરવા લાગે તો બાળક ગભરાઈને વધારે રડવા લાગશે. 

શાંતિથી વાત કરો

રડતા બાળકને પોતાની પાસે લઈ અને તેને હુંફ મળે એ રીતે રાખો અને શાંતિથી તેની સાથે વાત કરો. બાળક માટે સોફ્ટ અને પ્રેમભર્યા શબ્દોનો પ્રયોગ કરો. બાળક સાથે વાત કરતાં કરતાં તેના શરીર પર ધીરેધીરે મસાજ કરો જેથી જાણી શકાય કે તેને કોઈ તકલીફ છે કે નહીં.

તેને ગમતી વસ્તુ આપો

બાળક રડવા લાગે તો તેને તુરંત શાંત કરવા માટે તેને તેની પ્રિય વસ્તુ આપો. તમે તેને ગમતું મ્યુઝિક પણ પ્લે કરી શકો છો. 

બાળકને પ્રોત્સાહન આપો

ઘણીવાર બાળક પોતાની નાની-નાની ભુલ કે નિષ્ફળતાના કારણે પણ રડવા લાગે છે. આ સ્થિતિમાં તેને શાંત કરી પ્રોત્સાહન આપો. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો

...और पढ़ें

Trending news