ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ હોવ તો લઈ લો આ 'રિલેશનશીપ ઈન્શ્યોરન્સ', 5 વર્ષ પછી થશો માલામાલ!
Trending News: આ સાંભળીને તમને કદાચ નવાઈ લાગે કારણ કે આ રિલેશનશીપ ઈન્શ્યોરન્સ એ વળી છે શું એવું તમારા મગજમાં આવે. તો ચાલો જાણો કે આખરે આ શું છે કે જેના વિશે સોશિયલ મીડિયામાં ખુબ ચર્ચા છે.
Trending Photos
)
Relationship Insurance: પ્રેમ અને વીમો? કઈ સમજ ન પડી. પરંતુ હા એક વેબસાઈટ એવી છે જેણે અનોખો રિલેશનશીપ ઈન્શ્યોરન્સ શરૂ કર્યો છે. જેના વિશે જાણીને લોકો દંગ રહી ગયા છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિ આ વીમા વિશે માહિતી આપી રહ્યો છે. આ વેબસાઈટનું નામ ઝિકીલવ(Zikilove) છે અને દાવો કરે છે કે તે કપલ્સને તેમના સંબંધને લાંબો સમય સુધી ટકાવવામાં મદદ કરશે.
કેવી રીતે કરે છે કામ
ઝિકીલવનું કહેવું છે કે જો કોઈ કપલ તેમનો વીમો લેશે અને તેમનો સંબંધ ટકી જશે તો તેમને મોટું ઈનામ મળશે. કપલે દર વર્ષે પાંચ વર્ષ સુધી એક પ્રીમિયમની રકમ ભરવી પડશે. જો તેઓ લગ્ન કરી લે તો તેમને આ જમા પ્રીમિયમના 10 ગણા પૈસા મળશે. જે તેમને લગ્નના ખર્ચમાં મદદ કરશે. પરંતુ જો તેમનું બ્રેકઅપ થઈ જાય તો તેમને કશું મળશે નહીં. વેબસાઈટ તેને જીવનનો અનુભવ અને ભાવનાત્મક બોધપાઠ કહે છે.
ઈન્સ્ટાગ્રામ પર જાહેરાત
ઝિકીલવે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે, હાજર છે ઝિકીલવ ઈન્શ્યોરન્સ, પહેલો વીમો જે તમારા સંબંધમાં વફાદારી માટે પૈસા આપે છે. આજકાલ બ્રેકઅપ ખુબ સામાન્ય છે પરંતુ અમે તેને બદલી રહ્યા છીએ. પાંચ વર્ષ સુધી દર વર્ષ પ્રીમિયમ ભરો અને જો તમે પાર્ટનર સાથે લગ્ન કરશો તો અમે તમને 10 ગણા પૈસા આપીશું. જો બ્રેકઅપ થયું તો પૈસા નહીં મળે.
લોકોની પ્રતિક્રિયા
આ ખબર પર લોકોની મિક્સ પ્રતિક્રિયા છે. કેટલાક લોકો તેને પ્રેમને પ્રોત્સાહન આપવાની મજેદાર રીત માને છે. તો કેટલાક લોકો સંબંધ પર સટ્ટા લગાવવા જેવું સમજે છે. એક યૂઝરે લખ્યું કે આ તો અત્યાર સુધીનું સૌથી સારું રોકાણ છે. બીજાએ મજાકમાં કહ્યું કે, શું હું લગ્ન બાદ ઈનામ લઉ અને પછી પાર્ટનર સાથે પૈસા વહેંચીને લગ્ન તોડી નાખું? અન્ય એક યૂઝરે કહ્યું કે હું તો વેઈટિંગ લિસ્ટ પર છું. તો બીજા એક યૂઝરે લખ્યું કે આ છોકરો નેક્સ્ટ મોટો બિઝનેસમેન બનવાનો છે.
એક રિલેશનશીપ એક્સપર્ટે કમેન્ટ કરી કે મે આવી ગેમચેન્જિંગ પ્રોડક્ટ પહેલા ક્યારેય જોઈ નથી. આ ભવિષ્ય છે. હવે આ રિલેશનશીપ ઈન્શ્યોરન્સ સોશયિલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો છે. લોકો તેને મજેદાર અને વિચિત્ર બંને ગણી રહ્યા છે. આ વીમો પ્રેમને મજબૂત કરશે કે ફક્ત એક નવો બિઝનેસ આઈડિયા છે તે તો સમય જ જણાવશે.
(Disclaimer: આ એક સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો વીડિયો છે, ZEE 24 કલાક તેની કોઈ પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














